For Personal Problems! Talk To Astrologer

ચાતુર્માસ એટલે ઉપવાસ અને આરાધાનથી ઈશ્વરમાં લીન થવાનો ઉત્તમ અવસર


Share on :


હિન્દુ અને જૈન ધર્મમાં ચાતુર્માસનું અનેરું મહત્વ બતાવવામાં આવ્યું છે. અષાઢ સુદ અગિયારસના દિવસે શરૂ થતા ચાતુર્માસ કારતક સુદ અગિયારસના રોજ પૂર્ણ થાય છે. શાસ્ત્રો અનુસાર અષાઢ સુદ અગિયારસે ભગવાન શયન કરતા હોવાથી તેને શયની અગિયારસ અથવા દેવપોઢી અગિયારસ પણ કહેવામાં આવે છે જ્યારે કારતક સુદ અગિયારસે ભગવાન જાગતા હોવાથી તેને દેવઉઠી અગિયારસ કહેવામાં આવે છે. આ ચાર મહિના દરમિયાન ભગવાન પોઢી જતા હોવાથી ખાસ કરીને કોઈ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. ચાતુર્માસમાં કર્મયોગીઓ તેમનું કૌશલ્ય વિકાસવીને, ધાર્મિક લોકો વ્રત અને પૂજાપાઠ કરી જ્યારે યોગીઓ સાધાના કરીને પોતાના જીવનને ઉન્નતિ અને કલ્યાણના માર્ગે દોરી જાય છે. આ વર્ષે 4 જુલાઈ 2017થી ચાતુર્માસનો પ્રારંભ થાય છે જે 31 ઓક્ટોબર 2017ના રોજ પુરા થશે.

જો પ્રકૃતિ સાથે ચાતુર્માસને સાંકળવામાં આવે તો આ સમયમાં વર્ષાઋતુ આવતી હોવાથી નિસર્ગના ખોળે ધરતી રજસ્વાલા થતા કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે. આ ચાર મહિના દરમિયાન મનોરમ્ય માહોલ અને પ્રફુલ્લિત ચિત્ત સાથે શાંત વાતાવરણમાં ઈશ્વરની આરાધાના કરવાનું ખાસ કહેવામાં આવ્યું છે. કોઈ માંગલિક કાર્યો ન કરવાના હોવાથી કોઈપણ વ્યક્તિ બાહ્ય જવાબદારીઓથી મુક્ત થઈને ઈશ્વરમાં એકચિત્ત થઈ શકે છે.  

આ ઉપરાંત આ સમયમાં માણસની ચયાપચયની ક્રિયા પણ નબળી પડી જતી હોવાથી ઉપાવસનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. ખાસ કરી આ સમયમાં આવતી તમામ અગિયારસે નિર્જળા ઉપવાસ કરવામાં આવે છે. જો બધી અગિયારસે નિર્જળા ઉપવાસ ન થઈ શકે તો કમસે કમ ત્રણ અગિયારસ (દેવપોઢી, જળજીલણી અને દેવઉઠી)ના દિવસે નિર્જળા ઉપવાસ કરવા જ જોઈએ તેમ સંતો કહે છે. અા પ્રકારના ઉપવાસથી જીવનમાં ભરપૂર ખુશીઅો અાવે છે અેવું માનવામાં અાવે છે.ખુશીઅોનું અેક પરિબળ અાપણી કારકિર્દી પણ છે. તમે પણ તમારા ભવિષ્ય વિશે અગાઉથી જાણીને ઉજ્જવળ કારકિર્દી તરફ કદમ માંડી શકો છો, અાજે જ કારકિર્દીમાં કયા ક્ષેત્રે સફળતા મળશે? રિપોર્ટ મેળવો. 

ચાતુર્માસનું મહત્વ: 
સામાન્યપણે યોગીઓ ધર્મના પ્રચાર અને પ્રસાર અર્થે વિચરતા રહે છે પરંતુ આ ચાર મહિના દરેક જીવજંતુઓ માટે પ્રજોપ્તતિનો સમય હોવાથી ધરતી પર જીવજંતુઓનું પ્રમાણ વિશેષ હોય છે. ઉપરાંત જમીનમાં રહેલા જંતુઓ પણ આ સમયમાં બહાર આવે છે. આવી સ્થિતિમાં ચાલવાથી સાધુઓના પગે અજાણતા પણ પાપ ન થાય તેવા આશયથી ચાતુર્માસમાં તેઓ એક જ સ્થળે સ્થાયી થઈ જાય છે અને સંસારીઓને સત્સંગ, પ્રવચન અને ધર્મનું મહત્વન સમજાવે છે. પહેલાના જમાનામાં જ્યારે મુખ્યત્વે ખેતી આધારિત જીવન હતું ત્યારે આ ચાર મહિનામાં માંગલિક કાર્યોને વર્જિત કરવા પાછળ એવો હેતુ માનવામાં આવે છે કે, વાવણી સિવાયના સમયમાં તે ધર્મ અને પૂજા પાઠમાં વધુ ધ્યાન આપી આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે આગળ વધી શકે. આયુર્વેદની દૃશ્ટિએ પણ ઉપવાસ માટે આ સમયને સૌથી ઉત્તમ ગણાવાયો છે કારણ કે, શ્રાવણ મહિનમાં લીલાપાંદડા વાળા શાકભાજીમાં જંતુઓની શક્યતા ખૂબ વધુ હોવાથી કઠોળ ખાવાનું કહેવાયું છે. 

ભાદરવામાં વરસાદ બાદ અચાનક વધેલી ગરમીમાં જો દહીં ખાવામા આવે તો પિત્ત અથવા અમ્લની સમસ્યા થઈ શકે તેમ હોવાથી દહીં આરોગવાનું વર્જિત માનવામાં આવે છે. આ ઉપરાંત આસોમાં દુધ પીવાથી પાણીજન્ય રોગોની સમસ્યા અને કારતકમાં દાળ ખાવાથી અપચનની સમસ્યા થઈ શકે તેમ હોવાથી ઉપરોક્ત આહાર ન લેવાનું કહેવાયું છે. અાદર્શ રીતે, ભૌતિક જરૂરિયાતો અને અાધ્યાત્મિક્તા વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. તેથી જ વ્યવસાય પણ જરૂરી છે કારણ કે તે અાપને અાજીવિકા પૂરી પાડે છે. તમે પણ વ્યાપારમાં વૃદ્વિ ઇચ્છો છો તો અાજે જ 2017નો બિઝનેસ રિપોર્ટ મેળવીને અા ઇચ્છા પૂરી કરી શકો છો. 

ચાતુર્માસ દરમિયાન જ શ્રાવણ મહિનામાં વિવિધ તહેવારોમાં ઉપવાસ ઉપરાંત ભાદરવામાં પિતૃ તર્પણ અને આસોમાં નવરાત્રિની પૂજા-અર્ચના- અનુષ્ઠાન તેમજ ઉપવાસ દ્વારા ધાર્મિક અને આધ્યાત્મિક સંતુલન જાળવવા ઉપરાંત શારીરિક કલ્યાણની દિશા આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે.

ગણેશજીના આશીર્વાદ સાથે

03 Jul 2017


View All blogs

More Articles