અાંધપ્રદેશના પ્રવર્તમાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ એ તેની રાજકીય કારકિર્દી દરમિયાન અનેક ચડાવ ઉતાર જોયા છે. હાલમાં, તેના પ્રધાનોએ એનડીએ સરકારમાંથી છેડો ફાડ્યો છે ત્યારે અા પગલાંથી અાગામી સમયમાં ભારતીય જનતા પક્ષની (બીજેપી) મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. ગણેશજી તેના વિશે વધુ જાણવા માટે તેની કુંડળીનો અભ્યાસ કરી રહ્યા છે. ચાલો તેના વિશે વધુ જાણીએ.
ચંદ્રબાબુ નાયડુના જન્મની વિગતો
જન્મસમય: 20 એપ્રિલ 1950
જન્મસમય: અજ્ઞાત
જન્મસ્થળ: ચંદ્રગિરી, અાંધ્રપ્રદેશ, ભારત
ભાવિ સફળતા માટે પડકારો ઝીલવા પડશે
ચંદ્રબાબુ નાયડુની કુંડળીમાં, સૂર્ય મેષ રાશિમાં 10 ડિગ્રીના અંતરમાં છે. તે ઉચ્ચનો છે અને ખૂબ જ મજબૂત છે. વધુમાં, ગોચરનો ગુરુ જન્મના સૂર્યને જુએ છે. જેના પ્રભાવને કારણે તે તેના હોદ્દાને વધુ શક્તિશાળી બનાવશે. પરંતુ તે પણ મુશ્કેલ છે. તેથી જ ચંદ્રબાબુ નાયડુ વધુ અાત્મવિશ્વાસભર્યા અભિગમ સાથે નવી ભૂમિકા સ્વીકારશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.
એનડીએ સરકાર સાથે જોડાણનો અંત – વ્યૂહરચનાનો એક ભાગ
ચંદ્રબાબુ નાયડુ માટે અા સમય સકારાત્મક છે. જો કે કેટલીક ઘટનાઓથી તેનો અહં ઘવાય તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. વધુમાં, તેની કુંડળીમાં ચંદ્ર ઉચ્ચનો છે. તેથી તે તેના વ્યક્તિત્વના કરિશ્માને વધુ નિખારશે જેને કારણે વધુને વધુ ચાહકોનો વર્ગ તેની તરફ અાકર્ષિત થશે. અહીંયા ગ્રહોની યુતિ દર્શાવે છે કે તે તેની વાત પર ખૂબ જ મક્કમ છે. એનડીએ સરકાર સાથેના જોડાણનો અંત પણ તેની અેક વ્યૂહરચનાનો જ ભાગ છે.
શું તમે નોકરી બદલવા માંગો છો? શું અા યોગ્ય નિર્ણય છે કે નહીં તે અંગે અસમંજસમાં છો? તો
તજજ્ઞ જ્યોતિષીઓનું માર્ગદર્શન પ્રાપ્ત કરીને મનની મુંઝવણ દૂર કરો.
એનડીએ સાથે ફરીથી યુતિના અણસાર
ધન રાશિમાં શનિ-મંગળની યુતિ તેના પક્ષ સાથે ઘર્ષણ દર્શાવે છે ત્યારે ચંદ્રબાબુ નાયડુ અાંતર કલેશ કે મનદુ:ખને નિવારવા માટે એનડીઅે સાથે વાટાઘાટ કરે તેવી ગુરુના ગોચરથી સંકેત મળી રહ્યા છે. એનડીએના નેતાઓ પણ તેને પક્ષમાં પાછા લાવવા માટે પ્રયાસો હાથ ધરશે.
રાજકીય કારકિર્દીમાં પડકારો ઝીલવા પડશે
તેની કુંડળીમાં કેતુ-મંગળનું જોડાણ છે જે વિપુલ માત્રામાં ઉર્જાનો સંચાર કરે છે. 3 મેથી 6 નવેમ્બર 2018 સુધી ગોચરના મંગળ-કેતુની યુતિ તેની રાજકીય કારકિર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો બની રહેશે. અા સમયમાં તેને અનેક પડકારો અને સંઘર્ષનો સામનો કરવો પડશે. રાજકારણ તેમજ વહીવટીતંત્રમાં પણ તેને કપરાં ચઢાણો પાર કરવાની તૈયારી રાખવી પડશે. તેના સમજ અને સૂઝની પણ કસોટી થશે. તે અા સમયમાં તેના હોદ્દાને વધુ મજબૂત બનાવવા માટે અાકરી મહેનત કરવામાં પણ પાછા નહીં પડે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.
ગણેશજીના અાશીર્વાદ સાથે
03 Apr 2018
View All blogs