For Personal Problems! Talk To Astrologer

ચંદા કોચરનું વર્ષ 2018: પડકારો અને મુશ્કેલીઓને મહાત અાપીને ઉન્નતિ તરફ પ્રયાણ કરશે


Share on :


અાધુનિક સમાજમાં કોઇપણ દેશના વિકાસનો પાયો તેના મજબૂત અર્થતંત્ર પર રહેલો છે. અર્થતંત્રને વધુ સદ્વર, ગતિશીલ બનાવવાની સાથોસાથ તેને પ્રોત્સાહિત કરવા માટે બેંક સેક્ટરનો ખૂબ જ મહત્વનો ફાળો છે. બેન્કિંગ ક્ષેત્રમાં હાલમાં મહિલાઓ પણ સશક્ત બનીને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પુરું પાડી રહી છે. જેનું ઉદાહરણ છે અાઇસીઅાઇસીઆઇ બેંકના વડા ચંદા કોચર. અસાધારણ ગુણો અને ઉમદા વ્યક્તિત્વનો સમન્વય અેટલે ચંદા કોચર. દેશના ખાનગી બેંક ક્ષેત્રમાં ચંદા કોચરનું યોગદાન ખરા અર્થમાં પ્રશંસાપાત્ર છે. તેના અભૂતપૂર્વ યોગદાન બદલ તેમને મળેલા એવોર્ડ્ઝ તેની કામગીરીનું મજબૂત ઉદાહરણ છે ત્યારે ગણેશજી અહીંયા તેના ભાવિનું અાકલન કરીને તે અંગે વધુ ચિતાર અાપી રહ્યા છે. 


ચંદા કોચર

જન્મતારીખ – 17-11-1961

જન્મસ્થળ – જોધપુર (રાજસ્થાન)

જન્મસમય – અજ્ઞાત

સૂર્યકુંડળી 


શું કહે છે તેના નામનું અંકશાસ્ત્ર:-

અંકશાસ્ત્ર અનુસાર ચંદા કોચરની જન્મતારીખ 17/11/61 છે.

1+7 = 8 =  શનિ – મૂળાંક 

1+7+1+1+1+9+6+1 = 27 = 9 = મંગળ ભાગ્યાંક

    CHANDA            KOCHAR
3+8+1+5+4+1       2+6+3+8+1+9
——————       —————–
22       29

22+29 = 51 = 6 =  શુક્ર

શ્રીમતિ ચંદા કોચરનો મૂળાંક ૮ અેટલે કે શનિ છે. અને ભાગ્યાંક ૯ અેટલે કે મંગળ છે.જ્યારે તેમનો નામાંક ૬ એટલે કે શુક્ર છે. અહીંયા શુક્ર અે મૂળાંક શનિનો મિત્ર છે. અને ભાગ્યાંક મંગળનો પણ મિત્ર છે. અર્થાત્ ચંદા કોચરે તેમના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરેલ છે. મૂળાંક તથા ભાગ્યાંક અેકબીજાના શત્રુ હોવાથી તેઓએ જીવનમાં સંઘર્ષ પણ કરેલ છે.

અમારા 2018 બિઝનેસ રિપોર્ટથી અાપના વ્યવસાયના ભાવિ વિશે જાણો.

ચાલુ વર્ષ ૨૦૧૮ અંગે વાત કરીએ તો ૨+૦+૧+૮ = 11 = 2 અેટલે કે ચંદ્ર અહીંયા ભાગ્યાંક મંગળ સાથે હોતા મિશ્ર પરિણામ અાપે. જ્યારે મૂળાંક શનિ સાથે અા વર્ષાંક ૨ (ચંદ્ર) અકારણ માનસિક ચિંતાઓ કે વિટંબણાઓ આપે.  ૨૦૧૯ નું વિશ્લેષણ કરતાં કહી શકાય કે ૨+૦+૧+૯ = 12 = 3 અેટલે કે ગુરુ આવે છે. અામ વર્ષાંક ગુરુ તથા મૂળાંક શનિ તેમજ વર્ષાંક ગુરુ અને ભાગ્યાંક મંગળ બન્ને મિત્રો હોવાથી , વર્ષ ૨૦૧૯ પણ ખૂબ જ સારુ બતાવે છે. અા રીતે ચંદા કોચરને માનસિક વિટંબણાઓમાંથી પસાર થવું પડશે પરંતુ વર્ષ ૨૦૧૮-૧૯ તેના માટે ખૂબ જ સાનુકૂળ જણાઇ રહ્યું છે અને તેના પર લાગેલા દરેક અારોપો બેબુનિયાદ સાબિત થાય તેવું પણ ગણેશજી જોઇ રહ્યા છે. 

શું કહે છે કે જન્મના ગ્રહો :-
સૂર્યકુંડળી પ્રમાણે જોતા વૃશ્વિક લગ્ન અાવે છે. લગ્નેશ મંગળ લગ્નમાં અનુરાધા નક્ષત્રનો સ્વગૃહી છે. વધુમાં તે કર્મેશ સૂર્ય સાથે યુતિમાં છે. ધનેશ તથા પંચમેશ ગુરુ ત્રિજે મકર રાશિમાં ઉત્તરષાઢા નક્ષત્રમાં છે. તે ભાગ્ય, સપ્તમ અને લાભ સ્થાન પર જુએ છે. તૃત્યેશ અને સુખેશ શનિ ત્રીજે મકર રાશિમાં ઉત્તરાષાઢા નક્ષત્રમાં છે.  લાભેશ તથા અષ્ટમેષ બુધ બારમાં સ્થાનમાં તુલા રાશિમાં સ્વાતી નક્ષત્રમાં છે. જ્યારે સપ્તમેશ તથા વ્યયેશ શુક્ર બારમાં સ્થાનમાં તુલા રાશિમાં સ્વગૃહી છે. ભાગ્યેશ ચંદ્ર ચોથા સ્થાનમાં કુંભ રાશિમાં પૂર્વા પાદ્ર નક્ષત્રમાં છે. રાહુ ભાગ્ય સ્થાનમાં કર્ક રાશિમાં જ્યારે કેતુ ત્રીજા સ્થાનમાં મકર રાશિમાં ગુરુ તથા શનિ સાથે યુતિમાં છે. 

શું કહે છે કે ગોચરના ગ્રહો :- 
ગોચર ગ્રહોનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે રાહુ નવમા ભાગ્ય સ્થાનમાંથી જન્મના રાહુ ઉપરથી ભ્રમણ કરે છે. જ્યારે ગોચરનો કેતુ, ગુરુ (પંચમેશ તથા ધનેશ) તથા શનિ (તૃત્યેશ તથા સુખેશ) પરથી ભ્રમણ કરે છે. ગોચરનો ગુરુ તુલા રાશિમાં જન્મના બુધ અને શુક્ર પરથી ભ્રમણ કરે છે, ગોચરનો શનિ તથા મંગળ બીજા ધન સ્થાનમાંથી ધન રાશિમાં ભ્રમણ કરે છે. સૂર્ય તથા બુધ પાંચમે મીન રાશિમાંથી ત્રિકોણમાંથી ગોચર કરે છે. જ્યારે શુક્ર છઠ્ઠા સ્થાનમાંથી મેષ રાશિમાંથી ગોચર કરે છે. 

સંઘર્ષમયી જીવન:- 
તેની કુંડળી તથા ગોચરની કુંડળીનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે પરાક્રમ સ્થાનમાં રહેલ જન્મના શનિ-કેતુએ તેમને જીવનમાં સંઘર્ષ ઘણો કરાવેલ છે. તેમને તેના સંપૂર્ણ જીવન દરમિયાન અનેક ઉતાર ચડાવ જોયા છે તેમજ પડકારોનો સામનો કરેલ છે. 

શું તમને કારકિર્દીમાં કોઇ સમસ્યાઓ સતાવી રહી છે? તો અાજે જ કારકિર્દી અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને ભવિષ્યને ઉજ્જવળ બનાવો. 

કાર્યક્ષેત્રમાં ગુંચવાડો અને જાહેરજીવનમાં અપયશ:-
તેમની સૂર્યકુંડળીમાં શનિ પરથી ગોચરના કેતુનું ભ્રમણ થઇ રહ્યું છે. ગ્રહોની અા જ પ્રતિકૂળ  ચાલને કારણે તેને કાર્યક્ષેત્રમાં અનેક ગુંચવણભર્યા સંજોગો ઊભા થાય છે જ્યારે ગુરુ પરથી કેતુનું ભ્રમણ આર્થિક બાબતોને સામે લાવે છે. અારોપો પાછળનું કારણ પણ અે જ છે. તેના પર હાલમાં ગેરરીતિ, ભ્રષ્ટાચાર, સગાવાદ જેવા અારોપો છે.  તેનાથી જાહેરજીવનમાં પણ જાતકને અપયશ મળે છે.

શુક્ર પરથી ગુરુનું અાશીર્વાદરૂપ ભ્રમણ:-
જો કે અહીંયા સારી વાત એ કહી શકાય કે ચંદા કોચરની કુંડળીમાં શુક્ર પરથી ગુરુનું ભ્રમણ તેની પ્રતિષ્ઠા અને ઓળખને લાંચન લાગવા નહીં દે. જન્મના બુધ પરથી ગુરુનું ભ્રમણ તેને સંકટમાંથી ઉગારી લેશે તેવું ગણેશજી જણાવી રહ્યા છે. 

કેવું રહેશે તેનું અાગામી વર્ષ? 
લિટિગેશનનો માલિક તેમજ કારક ગ્રહ મંગળ સૂર્ય સાથે છે. પરંતુ તુલાનો ગુરુ છઠ્ઠા સ્થાનને પૂર્ણ દૃષ્ટિથી જુએ છે. માટે ચંદા કોચર અાંતરિક વિરોધથી સુરક્ષિત રહેશે. અા ઉપરાંત તેના પર લાગેલા અનેક પ્રકારના આરોપો પુરવાર થઇ શકશે નહીં. તેની છબીમાં પણ ફરીથી સુધારો જોવા મળશે. વૃશ્વિકનો ગુરુ તેના જન્મના મંગળ પરથી ગોચર કરશે. તથા સપ્તમ સ્થાનને પૂર્ણ દૃષ્ટિથી જોશે. જે તેને જાહેરજીવનમાં ફરીથી અેક વાર યશકિર્તી તેમજ પ્રતિષ્ઠા અપાવશે. અા ઉપરાંત કાનૂની કાર્યવાહીમાં પણ ચૂકાદો તેની તરફેણમાં અાવે તેવી પ્રબળ શક્યતા હોવાથી તેની જીતના અણસાર મળે છે. અા રીતે અાગામી સમયમાં કેટલાક પડકારો, ઉતાર ચડાવ બાદ ફરીથી તેની ઉત્તરોઉતર પ્રગતિના સંકેત મળી રહ્યા છે.  

ગણેશજીના અાશીર્વાદ સાથે
પ્રકાશ પંડ્યા

અાપની અંગત સમસ્યાઓનું નિવારણ પ્રાપ્ત કરવા માટે અમારા તજજ્ઞ જ્યોતિષીઓ સાથે સીધી વાતચીત કરો. 

05 Apr 2018


View All blogs

More Articles