For Personal Problems! Talk To Astrologer

સાવધાન: રોકાણકારો પર ભારી પડી શકે છે બિટકોઇન, ગણેશજી અાપી રહ્યા છે ચેતવણી..!


Share on :


શું બિટકોઇનની કિંમત જાણવા ઇચ્છુક છો? તો અહીંયા અાપના માટે માહિતી અાપેલી છે:

1 બિટકોઇન: રૂ.64996.79 સરેરાશ કિંમત
1 બિટકોઇન: 945.99 યુઅેસ ડોલર

બિટકોઇન – સંપૂર્ણ માર્કેટ વેલ્યુની દૃષ્ટિઅે સૌથી મોટો પ્રકાર બિટકોઇનનું નિમાર્ણ પ્રોગામર્સના અનામી ગ્રૂપ સાતોષી નાકામોટો દ્વારા કરવામાં અાવ્યું છે. બિટકોઇને નવમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અા અેક અદ્દભુત સિસ્ટમ છે જ્યાં ઉપયોગકર્તાઅોની વચ્ચે પ્રત્યક્ષ રીતે અાર્થિક વ્યવહારો શક્ય બને છે. અા સોદાઅોને નેટવર્ક નોડ દ્વારા કન્ફર્મ કરવામાં અાવે છે તેમજ ત્યારબાદ બ્લોકચેનમાં રેકોર્ડ થાય છે. 31 અોક્ટોબર 2008 દરમિયાન ક્રિપ્ટોગ્રાફી મેઇલિંગ લિસ્ટથી રજૂ થયેલ બિટકોઇન સતત પ્રગતિ કરી રહ્યું છે. તેને પહેલી વિકેન્દ્રિત અાધુનિક ચલણ તરીકે અોળખવામાં અાવે છે. જો કે તેમાં સાયબર છેતરપીંડીની શક્યતાને કારણે કેટલાક વેપારીઅો તેનાથી દૂર રહેવાનું પસંદ કરે છે. વિશ્વભરમાં પ્રચલિત બિટકોઇન માટે 2017 કેવા પડકારો લાવશે? ચાલો જાણીઅે ગણેશજીના મુખે..!


અોપન સોર્સ સોફ્ટવેર તરીકે 3 જાન્યુઅારી, 2009 દરમિયાન રજૂઅાત
ડબ્લીન, અાર્યલેન્ડ
સૂર્ય કુંડળી 


અમારા વિદ્વાન જ્યોતિષીઅોઅે તૈયાર કરેલો અાપનો જન્માક્ષર રિપોર્ટ અાજે જ મેળવો

ગ્રહોનું અવલોકન:
ગણેશજીના મતે, બિટકોઇનની સૂર્યકુંડળીમાં ધનસ્થાન ગણાતા બીજા ભાવમાં ગુરુ-રાહુ ચંડાલ દોષનું નિમાર્ણ થાય છે. તદુપરાંત, બુધની રાહુ સાથે યુતિ છે, જે સંપૂર્ણ ચિત્રને વધુ રહસ્યમયી બનાવે છે. કુંડળીમાં સૂર્ય-મંગળની યુતિ કામગીરીની અાક્રમક અને નિર્ભય પદ્વતિ દર્શાવી જાય છે. તે બાબત માર્ચ 2016થી સંસ્થાઅે ઇસ્યુ કરેલા 15, 285, 285 બિટકોઇન પરથી પ્રતિત થાય છે. 

બિટકોઇનના ભાવિનો ચિતાર:
બિટકોઇનની સ્થાપના સમયની કુંડળીમાં કાલ-સર્પ દોષ હોવાથી તે અનેક વિવાદોથી ઘેરાયેલી રહેશે. રાહુ-કેતુ તેમજ શનિનું વર્તમાન ગોચર અનેક ગુંચવણોનું સર્જન કરે. 12 સપ્ટેમ્બર, 2017 બાદ બિટકોઇનની કિંમતમાં મોટો ઉતાર-ચડાવ જોવા મળશે. વોલ્યુમ અને વેલ્યુની દૃષ્ટિઅે પણ પરિવર્તન નોંધપાત્ર બની રહેશે.

ઉપર દર્શાવેલી ગ્રહોની સ્થિતિને કારણે લોકોનો વિકેન્દ્રિત અાધુનિક ચલણ પદ્વતિ પરથી વિશ્વાસ અોછો થશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

બિટકોઇનના ભાવિને જેમ કંઇક અાપનું અાર્થિક ભાવિ તો અંધકારમય કે અનિશ્વિત તો નથી ને? તો અાજે જ વર્ષ 2017નો અાર્થિક રિપોર્ટ મેળવીને જીવનને સમૃદ્વ બનાવો. 

કાનૂની સમસ્યાઅો અને ગૂંચવણ:
26 અોક્ટોબર, 2017 સુધી શનિદેવ જન્મના સૂર્ય અને મંગળ પરથી વક્રી-માર્ગીમાં પરિભ્રમણ કરશે. તેનાથી બિટકોઇન કાયદાકીય અાંટીઘૂટીમાં ફસાય તેવી શક્યતા છે. કેટલાક દેશો બિટકોઇન પર કઠોર નિયમન લાદે તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. ગણેશજીને લાગે છે કે અા વર્ષે શનિનું ધન રાશિમાં ગોચર તેના માટે અનેક સમસ્યાઅોનું સર્જન કરશે. 

સારાંશ:
સંપૂર્ણ ચિત્રનું વિશ્લેષણ કરતા ગણેશજી જણાવે છે કે બિટકોઇનનું ભાવિ જોખમકારક અને અનિશ્વિત બની રહેશે. ભવિષ્યમાં અા P2P વિકેન્દ્રિત ડિજીટલ કરન્સી સિસ્ટમનું ચિત્ર કેવું રહેશે અે તો હવે સમય અને તેના ગ્રહો જ જણાવશે. તે સમય સુધી સાવધ રહેવું તે અેક સારુ પગલુ રહેશે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે

19 May 2017


View All blogs

More Articles