For Personal Problems! Talk To Astrologer

ભુવનેશ્વર કુમારનું વર્ષ 2018: ક્રિકેટ જગતમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વનો ઉદય..!


Share on :


ક્રિકેટ ભારતભરમાં રમાતી સૌથી લોકપ્રિય રમત છે. જેને કારણે ક્રિકેટ જગતમાં રોજબરોજ નવા ચહેરાઓનો ઉદય થતો જોવા મળે છે. અા યાદીમાં ભુવનેશ્વર કુમાર ઊભરતા ખેલાડી તરીકેની નામના ધરાવે છે. તેમને પહેલાથી જ તેના સામર્થ્યનો પરચો અાપીને ક્રિકેટ જગતમાં તેના સ્થાનને વધુ મજબૂત બનાવ્યું છે.

ભુવનેશ્વર કુમાર એ જમણેરી બોલર છે જે સ્થાનિક કક્ષાએ ઉત્તરપ્રદેશથી તેમજ આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે. ભુવનેશ્વરે અનેક મેચમાં મેચ વિનિંગ પરફોર્મન્સ અાપીને ટીમને જીત અપાવી છે જેમાં તાજેતરમાં જ પુરી થયેલી સાઉથ આફ્રિકા સામેની ટી 20 સિરીઝનો પણ સમાવેશ થાય છે. અહીંયા ગણેશજી તેના ભાવિ માટે તેની કુંડળીનો અભ્યાસ કરીને તેના ભવિષ્યની ઝાંખી કરાવી રહ્યા છે. 

ભુવનેશ્વર કુમાર
જન્મતારીખ : 5 ફેબ્રુઅારી 1990
જન્મસમય: અજ્ઞાત
જન્મસ્થળ: મેરુત, ઉત્તરપ્રદેશ, ભારત

સમય સાથે સંપત્તિ અને ખ્યાતિમાં વૃદ્વિના સંકેત
ભુવનેશ્વર કુમારની કુંડળીમાં, અાત્મકારક બુધ અને અમાત્યકારક શુક્ર યુતિમાં છે. તેનાથી જૈમિની રાજ યોગનું સર્જન થાય છે. અા ખૂબજ શક્તિશાળી જોડાણ માનવામાં આવે છે. તે યુતિ જાતકને મબલખ પ્રમાણમાં સંપત્તિ અને ખ્યાતિનો હકદાર બનાવે છે. અસક્યમતોમાં પણ સમય સાથે વધારો થશે. તમારી સંપત્તિ કે સમૃદ્વિ ક્યારે વધશે? હમણાં જ આર્થિક રિપોર્ટ 2018 મેળવીને તમારું આર્થિક ભાવિ જાણો. 

ક્રિકેટમાં તીક્ષ્ણ બુદ્વિથી ગેમ પલટાવવાની નિપુણતા
વધુમાં, શુક્ર-બુધની યુતિ ભુવનેશ્વરને અેક ચતુર અને હોશિયાર ખેલાડીના ગુણો પ્રદાન કરે છે. તે દરેક ગેમમાં વ્યૂહરચના બનાવીને તેની નિપુણતા અને કૌશલ્યનો પરચો અાપે છે. તેની તીક્ષ્ણ બુદ્વિથી તે ક્રિકેટમાં અેક અનોખા વ્યક્તિત્વ તરીકે ઊભરી આવે છે. ક્રિકેટ પ્લાનિંગમાં તે તેની બુદ્વિમતાનો સવિશેષ ઉપયોગ કરવામાં પારંગત છે. તે ભુવનેશ્વરને તેની કારકિર્દીમાં નવી ઊંચાઇઓ સર કરવામાં મદદરૂપ થશે. પણ તમે કારકિર્દીમાં ક્યારે ઊડાન ભરશો? જાણવા માટે હમણાં જ કારકિર્દી અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો. 

જોશ-જુસ્સાથી ઉન્નત બનતું વ્યક્તિત્વ
કુંડળીમાં રહેલા અન્ય ગ્રહોની વાત કરીએ તો ભાત્રુકારક શનિ શુક્ર, બુધ તેમજ મંગળ સાથે યુતિ કરે છે. જે ભુવનેશ્વરને વધુ સ્પર્ધાત્મક બનાવે છે. બાહ્ય દેખાવથી તે સરળ અને સહજ લાગતો હોવા છતાં અંતરથી તે વધુ અાક્રમક અને તેમજ ગેમને સુધારવાની ધગશ ધરાવતું વ્યક્તિત્વ છે. રોહિત શર્મા વિશે પણ વાંચો.

સ્થિતિને અંકુશમાં કરવાની ધગશ
ભુવનેશ્વર કુમાર અેક મહત્વાકાંક્ષી વ્યક્તિ છે અને અેક અતિ મહત્વાકાંક્ષી ક્રિકેટ ખેલાડી છે. તે સ્થિતિ પર પ્રભુત્વ જમાવવા માટે અંદરથી જ મક્કપણે ધગશ અને લગન ધરાવે છે. અા જ ધગશ અને લગન તેને ઉત્કૃષ્ટ પરફોર્મન્સ અાપવા માટે સમર્થ બનાવે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તેની અાગામી દરેક ગેમમાં જુસ્સો દેખાશે જે તેના ઉજ્જવળ ભવિષ્યનો ચિતાર અાપે છે. 

સ્વાસ્થ્યમાં સતર્કતા રાખવી પડશે
ભુવનેશ્વર કુમારના ગ્રહો હાલમાં જોર કરી રહ્યા છે. તે ભવિષ્યમાં પણ ઉત્તમ રમતનું પ્રદર્શન કરીને નવી ઊંચાઇઓ સર કરશે. જો કે સ્વાસ્થ્યમાં તેને વિશેષ કાળજી રાખવી પડશે. તેને શારીરિક ઇજાથી બચવા માટે સતર્ક રહેવું પડશે અન્યથા તેની પ્રગતિ રૂંધાઇ તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. જો તે શારીરિક રીતે તંદુરસ્ત રહેવામાં ખરો ઉતરશે તો તે ક્રિકેટ જગતમાં બહોળી સફળતાની સાથોસાથ ખ્યાતિ અને પ્રસિદ્વિ પણ પ્રાપ્ત કરશે. ઓક્ટોબર  2018 બાદ ભુવનેશ્વર ભારતીય ટીમમાં અેક ચમકતા તારા તરીકે ઊભરી અાવશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે

અાપના વ્યક્તિગત જીવનમાં રહેલી સમસ્યાઓનું સમાધાન મેળવવા માટે જ્યોતિષ સાથે સીધી વાતચીત કરો. 

20 Feb 2018


View All blogs

More Articles