For Personal Problems! Talk To Astrologer

અક્ષય તૃતિયા 2019 – શ્રી યંત્રથી જીવનમાં મેળવો લક્ષ્મીજીની અપાર કૃપા


Share on :


વૈશાખ મહિનાના શુકલ પક્ષની ત્રીજ ખૂબ જ શુભ ફળદાયી અને ભાગ્યશાળી તિથિ ગણવામાં આવે છે. આ તિથિ સામાન્યપણે અખાત્રીજ અથવા અક્ષય તૃતિયા તરીકે ઉજવવામાં આવે છે. આ એક વણજોયું મુહૂર્ત હોવાથી કોઇપણ શુભ કાર્યોની શરૂઆત આ દિવસે કરવાથી ઉત્તમ ફળ મળે છે. આ વર્ષે 7 મે 2019ને મંગળવારના રોજ અક્ષય તૃતિયા છે. અક્ષય અર્થાત્ જેનો ક્યારેય ક્ષય થતો નથી તેવું. આથી જ, આ દિવસે કરવામાં આવેલી ખરીદી તેના નામ અનુસાર ચીરકાળ સુધી આપણી પાસે ટકી રહેતી હોવાની માન્યતા હોવાથી ખાસ કરીને સોના-ચાંદી, વાહનો, કિંમતી ચીજો, સ્થાવર મિલકતો વગેરેની ખરીદી માટે આ દિવસને અતિશુભ માનવામાં આવે છે. તેમાં પણ વર્ષે અક્ષય તૃતિયાના દિવસે ચાર ગ્રહોનો અદભુત સંયોગ બની રહ્યો છે. લગભગ એક કાયદામાં આવતી આ વિરલ ઘટના તમારા માટે અનેક પ્રકારે લાભદાયી પુરવાર થઇ શકે છે.


અક્ષય તૃતિયાના રોજ સોનુ-ચાંદી અને કિંમતી ચીજો તેમજ શ્રી યંત્રની ખરીદી વિશેષ શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં શ્રી યંત્રનું અનોખું મહત્વ ગણાવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઇપણ યંત્રનો જો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે અને સાચી પૂજા-વિધિ કરવામાં આવે તો મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે. તેમાં પણ શ્રી યંત્ર અત્યંત અસરકારક ગણવામાં આવે છે. શ્રી યંત્રની પૂજા-વિધિ પણ ખૂબ જ સરળ હોય છે. આ યંત્ર ઘર-ઓફિસ કે કાર્યસ્થળે પૂજાના સ્થાને રાખી શકાય છે. એક માન્યતા અનુસાર અક્ષય તૃતિયાના રોજ કરેલા ધાર્મિક અને માંગલિક કાર્યો અક્ષય (ચીરકાળ ટકી રહેનારા) હોય છે. ગણેશાસ્પીક્સ ડોટ કોમ પર અક્ષય તૃતિયા નિમિત્તે વિશેષ પૂજા કરીને સિદ્ધ કરેલા શ્રી યંત્ર ઉપલબ્ધ કરાવાશે જે આપના પૂજાના સ્થળે સ્થાપિત કરવાથી હંમેશા આપના પર લક્ષ્મીજીની કૃપા રહેશે અને આપને અનેક પ્રકારે લાભ થઇ શકે છે.

અમારી પાસે અમારા તજજ્ઞો દ્વારા સિદ્ધ કરેલા ગોલ્ડ પ્લેટેડ શ્રી યંત્ર ખરીદીને તમે આ લાભ ઉઠાવી શકો છો. જો તમે પણ અક્ષય તૃતિયાના શુભ દિવસે અમારી પાસેથી ગોલ્ડ પ્લેટેડ શ્રી યંત્ર ખરીદીને લક્ષ્મીજીની અપાર કૃપા મેળવવા માંગતા હોવ તો અહીં ક્લિક કરો.

પૌરાણિક શાસ્ત્રો અનુસાર દરરોજ શ્રી યંત્રના માત્ર દર્શન કરવાથી પણ આપને ખૂબ જ લાભ મળવાના શરૂ થઈ જાય છે. નિયમિત મહાલક્ષ્મીના મંત્ર-જાપ કરવાથી અથવા શુક્રવારે મહાલક્ષ્મી અને શ્રી યંત્રની પૂજા કરવાથી માતા લક્ષ્મીજીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને આર્થિક ફાયદો થાય છે.
    • શ્રી યંત્રને મંદિરમાં અથવા તિજોરીમાં સ્થાપિત કરીને દરરોજ તેની પૂજા કરવાથી ધન, સમૃદ્ધિ, યશ અને કિર્તીમાં વધારો થાય છે.
    • અટકેલા કાર્યો પાર પડે છે.
    • વેપારમાં અવરોધો દૂર થાય છે અને હરીફો સામે વિજય મળે છે.
    • શ્રી યંત્રની પૂજા કરવાથી જન્મકુંડળીમાં રહેલા ગ્રહદોષનો દુષ્પ્રભાવ દૂર થાય છે.
    • શ્રી યંત્રની નિયમિત પૂજા કરવાથી તમામ રોગોમાંથી મુક્તિ મળે છે.
    • દાંપત્યજીવનમાં ખુશી પ્રસરે છે.
    • શ્રી યંત્રની પૂજા કરવાથી વાસ્તુ-દોષ પણ દૂર કરી શકાય છે.
    • શ્રી યંત્ર પર ધ્યાન ધરવાથી માનસિક ક્ષમતામાં વધારો થાય છે.
    • કાર્યસ્થળે શ્રી યંત્ર સ્થાપિત કરવાથી વેપારમાં વિસ્તરણ અને પ્રગતિ થાય છે. આ ઉપરાંત પણ શ્રી યંત્રના સંખ્યાબંધ ફાયદા છે.

ગણેશાસ્પીક્સ ડોટ કોમ પર ઉપલબ્ધ ગોલ્ડ પ્લેટેડ શ્રી યંત્ર સિદ્ધ કરેલું અને અત્યંત અસરકારક યંત્ર છે. તેની પૂજાથી ભૌતિક સુખ અને સંપદા પ્રાપ્ત થાય છે, આર્થિક લાભ મળે છે અને પરિવારમાં પણ ખુશી પ્રસરે છે. તેની સાથે માતા લક્ષ્મીજીના આશીર્વાદ જોડાયેલા છે અને જો તમે ગણેશાસ્પીક્સમાંથી તે ખરીદો તો તેની સાથે ગણેશાસ્પીક્સનો ભરોસો પણ છે અને 100 ગેરેન્ટી સાથે અસલ અને તજજ્ઞ જ્યોતિષી દ્વારા સિદ્ધ કરેલું યંત્ર પ્રાપ્ત કરી શકો છો. શ્રી યંત્ર મેળવવા માટે અહીં ક્લિક કરો,

અક્ષય તૃતિયા 2019 પર્વની તિથિ અને મુહૂર્ત: ખરીદીના શુભ મુહૂર્ત
7 મે 2019ને મંગળવારના રોજ સવારે 6.26 થી રાત્રે 23.47 સુધી એટલે કે આખો દિવસ શુભ મુહૂર્ત છે.
જોકે ખાસ કરીને સવારે 10.45 કલાકથી બપોરે 2 વાગ્યા દરમિયાન શ્રી યંત્રની ખરીદી આપના માટે અધિક લાભદાયી રહેશે.

ગણેશજીના આશીર્વાદ સાથે
ગણેશાસ્પીક્સ ડોટ કોમ/ગુજરાતી

03 May 2019


View All blogs

More Articles