અગાઉ યુટીઅાઇ બેંકથી વિખ્યાત અેવી અેક્સિસ બેંક દેશમાં HDFC અને ICICI બાદ ત્રીજી સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર બેંક છે. બેંક કોર્પોરેટ, રિટેલ, SME, અેગ્રીકલ્ચર, ઇન્ટરનેશનલ, ટ્રેઝરી બેન્કિંગ જેવી સેવાઅો પૂરી પાડે છે. મુંબઇ સ્થિત અેક્સિસ ત્રીજુ સૌથી મોટુ અેટીઅેમ નેટવર્ક ધરાવે છે તેમજ ડેબિટ કાર્ડના બેઝમાં પણ ચોથા નંબરે છે. પ્રભાવી શાખ હોવા છતાં બેંક ખાસ કરીને ડિમોનેટાઇઝેશન બાદ બેંક સતત વિવાદોના વંટોળમાં ફસાઇ ચૂકી છે. અા લેખમાં ગણેશજી બેંકના ફાઉન્ડેશન ચાર્ટનું વિશ્લેષણ કરે છે અને તેના ભવિષ્યની ઝાંખી કરાવી રહ્યા છે.
અેક્સિસ બેંકનો ફાઉન્ડેશન ચાર્ટ
અેક્સિસ બેંકના ચાર્ટમાં રહેલી ગ્રહોની ચાલનું અવલોકન:
ચાર્ટની સૌથી મહત્વપૂર્ણ વાત પાંચ ગ્રહોની યુતિ છે – સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને રાહુ. જે વૃશ્વિક રાશિમાં છે. ગણેશજી અનુસાર વૃશ્વિક અાત્યંતિક ગુણો ધરાવતો હોય છે અેન તેથી સ્ટોક પોઝિશનમાં પણ વારંવાર ઉતાર ચડાવ અને અનિશ્વિતતા જોવા મળતી હોય છે. શનિ પ્રબળ રીતે તેની જ રાશિ કુંભમાં બેઠેલો છે. અા સ્થિતિ બેંકને સ્થિરતા પ્રદાન કરવા ઉપરાંત વિધ્નો સામે લડવાનું સામર્થ્ય પૂરું પાડે છે.
બેંકનું વિવાદોમાં રહેવાનું કારણ:
અગાઉ દર્શાવેલ પાસાઅોને ધ્યાનમાં રાખતા સ્પષ્ટપણે ખ્યાલ અાવે છે કે દુષિત રાહુ સાથે ચાર ગ્રહોની યુતિ બેંક માટે વિવાદોનું સર્જન કરે છે. ગોચરના શનિનું અા જન્મના સ્ટેલિયમ પરથી પરિભ્રમણની વર્તમાન વિવાદોમાં મોટી ભૂમિકા રહેલી છે. શનિ કાયદો અને કાયદા અમલીકરણ અેજન્સીનો કારક છે. તેથી સલાહભર્યું છે કે બેંક જરૂરી અેવા પગલા ભરીને અાગામી નુકસાન થતુ અટકાવે. તદુપરાંત કુંભ રાશિમાં રહેલા જન્મના શનિ પરથી દુષિત કેતુનું ગોચર છે જે બેંકની સમસ્યામાં વધારો કરી રહ્યો છે. તેના કારણે વર્ષ 2017 પણ બેંક માટે અશુભ રહેતા અનેક વિવાદો અને સમસ્યાઅોથી ઘેરાયેલી રહેશે.
જાન્યુઅારી 2017 – જટિલ મહિનો:
ગણેશજી કહે છે કે મંગળ અને કેતુ કુંભ રાશિમાંથી પરિભ્રમણ કરશે કે જે બેંકને સંકટના વાદળો હેઠળ લાવે. વહીવટીતંત્રમાં અચાનક પરિવર્તન અથવા અણધારી સમસ્યા જોવા મળે તેવી શક્યતા છે. 20 જાન્યુઅારી 2017 સુધીનો સમય ખૂબ જ મહત્વનો હોવાથી કંપનીના શેર્સમાં રોકાણ કરવા માગતા રોકાણકારોઅે સાવચેતી રાખવી પડે. 1 જાન્યુઅારી 2017થી 4 જાન્યુઅારી 2017 સુધીનો સમય અનિશ્વિતા અને સમસ્યાઅોથી ભરપૂર રહેશે.
ગુરુના અાર્શીવાદ:
ગ્રહોના પ્રતિકૂળ પ્રભાવ વચ્ચે પણ ગુરુની અાર્શીવાદ બેંકને પડકારોનો સામનો કરવાનું સામર્થ્ય પ્રદાન કરી જાય. પણ, અેકંદરે ચિતાર રજૂ કરતા ગણેશજીને લાગે છે કે તે પણ પૂરતું ના હોવાથી અન્ય નકારાત્મક ગ્રહોની સ્થિતિ અેક્સિસ બેંક માટે વિધ્નો અને નડતર લાવતી રહેશે.
ગણેશજીના અાર્શીવાદ સાથે,
27 Dec 2016
View All blogs