For Personal Problems! Talk To Astrologer

જૈન ધર્મ અનુસાર જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહોની પુજા અને તેનું મહત્ત્વ


Share on :


ભારતમાં પ્રાચીનકાળથી કોઈપણ વ્યક્તિના લેખાજોખા જોવા માટે વેદિક જ્યોતિષશાસ્ત્રનો સહારો લેવામાં આવે છે. સમયની એરણે પરખાયેલી આ પદ્ધતિ અનુસાર બાળકના જન્મ સમયે અવકાશમાં જે-તે ગ્રહોની સ્થિતિ અનુસાર તેની જન્મકુંડળી બનાવવામાં આવે છે અને ગ્રહોની આ સ્થિતિને અનુલક્ષીને બાળકના લક્ષણો, સ્વભાવ આદિ સહિત ભાવી બાબતોનું ફળકથન કરવામાં આવે છે. આ જ પ્રકારે જૈન ધર્મમાં પણ જ્યોતિષશાસ્ત્રને અનુસરવામાં આવે છે. 

શું અાપ અાપની જન્મકુંડળી વિશે વિસ્તૃત વિશ્લેષણ કરવા માંગો છો? તો અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓઅે તૈયાર કરેલો અાપના જન્માક્ષર રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો.

તે અનુસાર જ્યારે માણસનું મૃત્યુ થાય તેમજ તે પછી તેનો આત્મા બીજા જીવમાં જા તેમાં ત્રણથી ચાર પ્રહરનો સમય લાગે છે તે સમયને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.જોકે, તેમાં ઘણ મતમતાંતર હોવાથી જ્યારે બાળકનો જન્મ થાય અને તેની નાડ કાપવામાં આવે તે સમયને ચોક્કસ જન્મ સમય માનવામાં આવે છે અને તેના આધારે બાળકની જન્મકુંડળી તૈયાર કરી ફળકથન કરવામાં આવે છે. જૈન ધર્મના 24 તીર્થકર વિશે પણ રસપ્રદ માહિતી અહીંયા વાંચો. 

શું તમે કોઇ વાતથી મુંઝવણમાં છો? તો તમે તેનું નિવારણ ચોક્કસપણે મેળવી શકો છો. અાજે જ પૂછો કોઇ પણ પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો તેમજ તમારી સમસ્યાઓનો ઉકેલ મેળવો. 

વેદિક જ્યોતિષશાસ્ત્ર અને જૈન ધર્મ અનુસાર જ્યોતિષશાસ્ત્રના ઘણા નિયમોમાં સામ્યતા જોવા મળે છે. જે પ્રમાણે વેદિક જ્યોતિષશાસ્ત્રને અનુલક્ષીને જાતકની કુંડળીમાં નબળા ગ્રહને ઉન્નત કરવા માટે અથવા કુંડળીમાં ખરાબ ગ્રહદશા કે ખરાબ યોગથી બચવા માટે વિશેષ ગ્રહની ઉપાસના કરવાનું કહેવામાં આવે છે તે પ્રમાણે જૈન જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહોના દેવ મુજબ ઉપાસના કરવાનું કહેવામાં આવે છે. જાતકની કુંડળીમાં વિવિધ ગ્રહો માટે કઈ ઉપાસના કરવી તે અંગે અહીં વિગતે વર્ણન આપ્યું છે. મહાવિર જંયતિ વિશે પણ વાંચો. 

  • સૂર્ય ગ્રહની ઉપાસના માટે શ્રદ્ધાપૂર્વક પદ્મ પ્રભુ  સ્વામીની પ્રાર્થના કરવી.
  • ચંદ્ર ગ્રહની ઉપાસના માટે ચંદ્ર પ્રભુ સ્વામીની પ્રાર્થના કરવી.
  • મંગળ ગ્રહની ઉપાસના માટે વાસુપુજ્ય ભગવાનની પ્રાર્થના કરવી.
  • બુધ ગ્રહની ઉપાસના માટે વિમલનાથ ભગવાનની પ્રાર્થના કરવી.
  • ગુરુ ગ્રહની ઉપાસના માટે ઋષભદેવ ભગવાનની પ્રાર્થના કરવી.
  • શુક્ર ગ્રહની ઉપાસના માટે સુવિધિનાથ ભગવાનની પ્રાર્થના કરવી.
  • શનિ ગ્રહની ઉપાસના માટે મુનીસુવ્રત ભગવાનની પ્રાર્થના કરવી.
  • રાહુ ગ્રહની ઉપાસના માટે નેમીનાથ ભગવાનની પ્રાર્થના કરવી.
  • કેતુ ગ્રહની ઉપાસના માટે મલ્લિનાથ ભગવાનની પ્રાર્થના કરવી.

આ ઉપરાંત, જૈન જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહની સ્થાપના માટે પંચિંદિય સુત્રનો પાઠ કરવો. 
શનિની પનોતી માટે મુનીસુવ્રત સ્વામીના મંત્રનો જાપ કરવો.
નવગ્રહ દોષ નાશક જૈન મંત્ર “ઓમ અસિયા ઉસાય નમઃ”નો જાપ કરવો.
પિતૃદોષ અથવા તેના જેવા અન્ય દોષના નિવારણ અર્થે પાર્શ્વ પદમાવતી પુજન જેવા ઉપાયો અનુસરવામાં આવે છે.

તેમજ, કાલસર્પ યોગ, દારીદ્ર યોગ, આશ્લેષા, જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રના યોગ, નવગ્રહ શાંતિ વગેરે માટે “શ્રી વિશ્વમંગલ નવગ્રહ પાર્શ્વનાથ પ્રભુ”ની પુજા કરીને તેનું નિવારણ કરવામાં આવે છે.

ગણેશજીના આશીર્વાદ સાથે,
મિતેષ શાહ

અાપની અંગત સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત કરવા માટે અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે સીધી વાતચીત કરો. 

29 Mar 2018


View All blogs

More Articles