For Personal Problems! Talk To Astrologer

મહત્વાકાંક્ષાની અતિશયોક્તિ કેજરીની પડતીનું કારણ બની


Share on :


વ્યક્તિ જેટલો ઉપર જાય છે તેની પડતી પણ અેટલી જ પ્રબળ હોય છે. ડિસેમ્બર 2013મા દિલ્હીના મુખ્યમંત્રી બનેલા અરવિંદ કેજરીવાલે માત્ર 49 દિવસમાં ઓફિસ છોડી હતી જેને કારણે તેનું શરમજનક ઉપનામ ભાગેડુ પડ્યું હતું. પણ અામ અાદમી પાર્ટીના બોસની નસોનું લોહી ખૂબ જ ઉકળી રહ્યું હતું જેને પરિણામે વર્ષ 2015ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેમણે 70માથી 67 બેઠકો જીતીને વળતી લડત અાપી હતી. લોકોએ અેવી અાશા સાથે તેને મત અાપ્યા હતા કે અા વ્યક્તિ રાજકારણમાં રહેલા ભ્રષ્ટાચારના દૂષણને નાથવામાં સક્ષમ રહેશે. તે સમયે અરવિંદ કેજરીવાલમાં લોકોને વિશ્વાસ હતો. 

હજુ જીતને બે વર્ષ પણ પૂર્ણ નહોતા થયા કે તેમની નબળી કામગીરી, નિષ્ફળ નેતૃત્વ, ખોટા વાયદાઅોથી કંટાળીને દિલ્હીના નાગરિકોઅે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તેમને જાણે કે કચરામાં જ ફેંકી દીધા હતા. સમયાંતરે અાપના કદમાં થયેલા વધારાથી પક્ષમાં અહં અેટલી હદે વધી ગયો હતો કે પક્ષના મુખ્ય પ્રમુખ કેજરીવાલ શેખચીલ્લીની જેમ ધોળા દિવસે દેશના વડાપ્રધાન બનવાનું સપનું સેવી રહ્યા હતા. પણ હજુ ખરાબ સમય અાવવાનો બાકી હતો. દેશમાં ભ્રષ્ટાચારના દૂષણને નાથવા માટે લોકોને અાપેલા મોટા મોટા વચનોથી સત્તા પર અાવેલા કેજરીવાલ વિરુદ્વ તેના જ પક્ષના અેક વ્યક્તિઅે ભ્રષ્ટાચારનો અારોપ લગાવ્યો હતો. તાજેતરમાં જ અાપના ધારાસભ્ય કપિલ મિશ્રાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કેજરીવાલે મંત્રી સત્યેંદ્ર જૈનની પાસેથી બે કરોડ રૂપિયા રોકડ લીધા હતા. તાજેતરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના અત્યંત નબળા પરફોર્મન્સના કારણે હવે આપના નેતાઓની ભારોભાર પડતીનો દુ:ખદ સમય શરૂ થઇ ચૂક્યો છે. અહીંયા ગણેશજી અે તેની કુંડળીનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો છે અને કહે છે કે કેજરીવાલ માટે ફરીથી અેક પ્રામાણિક અને નિષ્ઠાવાન રાજકારણીની છબી પ્રસ્થાપિત કરવું અશક્ય બની રહેશે. પણ અાપની કારકિર્દી કેવી રહેશે? અાજે જ 2017નો કારકિર્દી રિપોર્ટ લઇને પ્રશ્નનો સચોટ જવાબ મેળવો.

અરવિંદ કેજરીવાલ
જન્મતારીખ: 16 અોગસ્ટ, 1968
જન્મસમય: 07:30 (અનિશ્વિત)
જન્મસ્થળ: સિવાની, ભિવાની જીલ્લો, હરિયાણાબળવાન રાજયોગ – મહત્વાકાંક્ષી વ્યક્તિત્વ:
અરવિંદ કેજરીવાલનો જન્મ સિંહ લગ્નમાં થયો છે. કુંડળીમાં વિશેષ ગ્રહસ્થિતિ જોઇઅે તો તેના લગ્નમાં બીજા અને અગિયારમા ભાવના સ્વામી બુધ, પાંચમા ભાવના સ્વામી ગુરુ અને દસમા ભાવના સ્વામી શુક્રની યુતિ છે જે ખૂબ જ શક્તિશાળી રાજ યોગનું નિમાર્ણ કરે છે. અા રાજ યોગ તેને જુસ્સાદાર બનાવે છે જે હરહંમેશ લોકોનું ધ્યાન અાકર્ષિત કરવાની અમાપ ઇચ્છા રાખે છે. અા જ રાજયોગ તેને અત્યંત મહત્વાકાંક્ષી બનાવે છે. અેવી અફવા પણ ફેલાઇ છે કે તે ભારતના વડાપ્રધાન બનવાના સપના સેવી રહ્યા છે. 

ગ્રહોના ઝુમખું: બહેતર કારકિર્દીનું વચન:
તદુપરાંત, તેની કુંડળીમાં ત્રિકોણ સ્થાનમાં પાંચ ગ્રહો ઉપસ્થિત છે. તેની કુંડલીમાં સૂર્ય અાત્મકારક છે. જે તેને પ્રભાવી નેતૃત્વશક્તિના ગુણો પ્રદાન કરે છે. જ્યાં સુધી કેજરીવાલ દિલ્હીના વિકાસ પર ધ્યાન અાપવાની સાથોસાથ અભિમાન વગર કામ કરશે અને ભ્રષ્ટાચારમાં નહીં સંડોવાય ત્યાં સુધી તે બહેતર કારકિર્દી જાળવી રાખશે તેવું ગ્રહો સૂચવે છે.

ગ્રહોની નકારાત્મક યુતિથી ત્વરિત પડતીના અશુભ યોગનું સર્જન:
જો કે, સૂર્ય લગ્નેશ છે અને તે નીચના મંગળ સાથે બારમા ભાવમાં ઉપસ્થિત છે. જે તેને વધુ ઉદ્વત, અાધિપત્યની ભાવના ધરાવતા અને વારંવાર સામુ થવું જેવી વર્તણુકો ધરાવતા વ્યક્તિ બનાવે છે. તે ઉપરાંત કુંડળીમાં ભાગ્યસ્થાન ગણાતા નવમાં સ્થાનમાં છઠ્ઠા ભાવનો સ્વામી નીચનો શનિ બારમા સ્થાનના સ્વામી ચંદ્ર સાથે છે જે પ્રબળ નકારાત્મક ગ્રહસ્થિતિ દર્શાવે છે. અા નકારાત્મક યુતિથી તેની રાજકીય કારકિર્દીમાં અનેક સંઘર્ષ તેમજ મુશ્કેલીઅો અાવી રહી છે. અા અશુભ યુતિને કારણે જ તેની ત્વરિત પડતી થઇ છે. જેનો પુરાવો તાજેતરની વિધાનસભાની ચૂંટણી તેમજ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં થયેલી તેની હાર છે.
 
દુષિત રાહુથી સામાજિક છબી ખરડાઇ:
વર્તમાન સમયમાં તે ગુરુની મહાદશા અને શુક્રની ભુક્તિના પ્રભાવ હેઠળથી પસાર થઇ રહ્યો છે. લગ્નમાં ગુરુ-શુક્રની યુતિ જાતકની પ્રગતિ માટે શુભ હોવા છતાં હાલમાં અા યુતિ પરથી દુષિત રાહુના ગોચરને કારણે તેની જાહેર છબી નાટ્યાત્મક રીતે ખરડાઇ ગઇ છે. રાહુ અાઠમા સ્થાનમાં છે અને ગોચરના રાહુને કારણે ગુરુનું બળ ઘટી રહ્યું છે. તેને કારણે અાગળ જતા સંઘર્ષ અને વધુ ચિંતાજનક સ્થિતિનું નિમાર્ણ થઇ શકે છે. અનેક ગેરસમજો, સમસ્યાઅો અને શંકાઅોથી તેની સામાજિક છબી વધુ ખરડાશે. તે ઉપરાંત અાગામી સમયમાં કર્ક રાશિમાં રાહુનું ગોચર પણ તેના માટે વધુ દુ:ખદાયક અને પીડાદાયક બની રહેશે. તેના જ પક્ષમાં અાંતર વિગ્રહની સ્થિતિ અને પક્ષના વ્યક્તિઅો દ્વારા જ તેની વિરુદ્વ થતા અારોપો અે મહત્વની બાબત કહી શકાય. હકીકતમાં તેના જ પક્ષના લોકો તેના પર ભ્રષ્ટાચારના અારોપો મૂકીને તેની પ્રામાણિક્તા પર લાંછન લગાડી રહ્યા છે. અાપના ભાવી વિશે ગ્રહો શું સંકેતો અાપે છે? અાજે જ વર્ષ 2017ના ભાવીથી માહિતગાર કરતા રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો. 

કાયદાકીય સમસ્યાઅોથી રાજકીય કારકિર્દીને ગંભીર નુકસાન: 
કર્ક રાશિમાં રહેલો રાહુ જન્મના સૂર્ય અને મંગળ પરથી પસાર થઇ રહ્યો હશે જે કાયદાકીય અાટીઘૂંટીના સંકેતો અાપે છે. અા કાયદાકીય અાંટીઘૂંટીમાં તેની સંડોવણથી તેની રાજકીય કારકિર્દીને ગંભીર રીતે નુકસાન થશે. તુલા રાશિમાં ગોચરના ગુરુથી કેટલીક હદે તેને રાહત મળશે પણ ભારતીય રાજકારણમાં તેની ખોવાયેલી પ્રામાણિક છબી, વિશ્વાસપાત્રતા અને સત્તાધિકાર ફરીથી હાંસલ કરવું લગભગ અશક્ય જ બની રહેશે. કેજરીવાલે તેના જ પક્ષમાં ભાવનાત્મક ખેંચતાણ અને ખૂબ જ સંવેદનશીલ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. કેજરીવાલ અને તેનું જૂથ વર્તમાન સમયમાં દિલ્હી પોલિસ, સીબીઅાઇ, ઇન્કમ ટેક્સ, પંજાબ પોલિસ તેમજ ચૂંટણી પંચ અેમ દરેક અેજન્સીના તપાસના દાયરા હેઠળ છે. દિલ્હી સરકારની ખુદની ભ્રષ્ટાચાર વિરુદ્વની શાખા પણ તેની વિરુદ્વના ભ્રષ્ટાચારના અારોપ પર તપાસ કરી રહી છે. અા પ્રકારની દુર્ગમ સ્થિતિને ધ્યાનમાં રાખતા અેક સમયે દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનું વચન અાપનાર કેજરીવાલ માટે ફરીથી અેક પ્રામાણિત રાજકારણીની છબી પ્રસ્થાપિત કરવું અશક્ય બની રહેશે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે,


અા લેખ પણ તમને અચૂકપણે વાંચવા ગમશે:

16 May 2017


View All blogs

More Articles