For Personal Problems! Talk To Astrologer

‘મોઝાર્ટ અોફ મદ્રાસ’ તેના કર્ણપ્રિય સંગીતની ધૂનથી લોકોના હૃદય પર રાજ કરતો રહેશે


Share on :


બોલિવૂડમાં જો કોઇ સંગીતકારે અભૂતપૂર્વ સિદ્વિ પ્રાપ્ત કરી હોય અને સંગીતના દરેક સૂર અને તાલથી દર્શકોના હૃદયને સ્પર્શવામાં સફળ રહ્યા તો તે અેક માત્ર નામ અેટલે અલ્લાહ- રખા રહેમાન. રોજાનું ‘યે હસી વાદિયા’ હોય કે પછી તાલનું ‘તાલ સે તાલ મીલા’ હોય અથવા દેશની સ્વતંત્રતાની ઉજવણી માટેનું દેશભક્તિથી છલકાતું ‘માં તુજે સલામ’ અને ‘વંદે માતરમ્’ જેવા ગીતોનું નિમાર્ણ હોય. અા દરેકમાં કર્ણપ્રિય સંગીત અને સૂરોના મિલનથી તન-મન અને હૃદયને સ્પર્શીને લોકોના દિલમાં સ્થાન ધરાવતા તેમજ મોઝાર્ટ અોફ મદ્રાસના બિરુદથી લોકપ્રિય અેવા અે અાર રહેમાન અોસ્કાર, ફિલ્મફેર અેવોર્ડ સહિત 126 અેવોર્ડથી સન્માનિત થયા છે. રહેમાને તમિલ, તેલુગુ, મલયાલમ, હિન્દી અને અંગ્રેજી જેવી ફિલ્મોમાં સંખ્યાબંધ સંગીત આપ્યું છે, તેમની બધી જ ધૂનો નવસર્જિત હોય છે. અે અાર રહેમાન જીવનના 50માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેનું અો કે જાનું મૂવિનું સંગીત પહેલે થી જ સંગીત ચાહકોને ઘેલછા લગાડી રહ્યું છે. તેને  પેલે મૂવિ માટે અાપેલા સંગીતને કારણે તેને અોસ્કાર માટે નોમિનેટ કરવામાં અાવ્યા છે. ગણેશજી તેના બર્થ ડે પર તેની કુંડળીનું વિશ્લેષણ કરી રહ્યા છે. ચાલો જાણીઅે તેના ભાવિ વિશે..

અે.અાર.રહેમાન
જન્મતારીખ: 6 જાન્યુઅારી, 1967
જન્મસમય: ઉપલબ્ધ નથી
જન્મસ્થળ: ચેન્નાઇ, તામિલનાડુ, ભારત

સૂર્ય કુંડળી

શું કહે છે મોઝાર્ટ અોફ મદ્રાસના ગ્રહો? ચાલો કરીઅે અેક નજર..
ગણેશજી કહે છે કે સપ્ટેમ્બર 2017 સુધી ગોચરનો ગુરુ રહેમાનના જન્મના બુધ અને સૂર્ય સાથે કેન્દ્રસ્થાનમાં રહેશે. ત્યારબાદ, ગુરુ તેના જન્મના નેપ્ચયુન પરથી ગોચર કરશે. અોગસ્ટ 2017 સુધી કેતુ તેના જન્મના શનિ પરથી પરિભ્રમણ કરશે. 26 જાન્યુઅારી 2017 બાદ તેના જન્મના બુધ અને સૂર્ય પરથી શનિનું પરિભ્રમણ જોવા મળશે.

રહેમાનના અવાજનો જાદુ :
ગણેશજી જણાવે છે કે રહેમાન અાગામી મહિનાઅોમાં તેના જ કેટલાક કમ્પોઝિશનમાં ખુદના અવાજનો જાદુ પાથરશે. જન્મના શુક્ર અને મંગળ પર ગુરુની દૃષ્ટિ તેને વધુ કર્ણપ્રિય સૂર અાપવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે.

અાગામી મૂવિમાં કર્ણપ્રિય સંગીતની રેલમછેલ:
અાગામી કેટલાક મહિનાઅોમાં રહેમાન તેના ચાહકોને અદ્દભુત સંગીતના તાલમાં મગ્ન કરશે તેમજ જન્મના શુક્ર પર ગુરુની દૃષ્ટિ સર્જનાત્મક્તા ખીલી ઉઠે તેવું દર્શાવે છે. અા વર્ષે રિલીઝ થનારા મૂવિમાં તેનું સંગીત વખાણવાલાયક બની રહેશે તથા સંગીત ચાહકોનું સંગીત સાથે અતૂટ જોડાણ જોવા મળશે.

પ્રોજેક્ટમાં વિલંબ:
ગણેશજીને લાગે છે કે શનિ જન્મના સૂર્ય અને બુધ પરથી ગોચર કરશે તથા જન્મના ચંદ્ર અને ગુરુ પર તેની દૃષ્ટિ હોવાથી રહેમાનના કેટલાક મહત્વના પ્રોજેક્ટમાં વિલંબ થાય તેવી સંભાવના છે. સર્જનાત્મક અવરોધ પણ સર્જાય તો નવાઇ નહીં. તદુપરાંત અેક સાથે અનેક કલાકારોને સમાવિષ્ટ કરતા પ્રોજેક્ટમાં રહેમાને વધુ કાળજી રાખવી પડશે.

અાંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા:
વર્ષ 2017 રહેમાનના અાંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ માટે ખૂબ જ સાનુકૂળ હોવાનું ગણેશજી જોઇ રહ્યા છે. પણ, જ્યાં સુધી ઇન્ટરનેશનલ પ્રોજેક્ટની વાત કરીઅે તો વર્ષનો ઉત્તરાર્ધ અા બાબતો માટે વધુ અનુકૂળ સાબિત થશે.

અે.અાર. રહેમાન અને અોસ્કાર – તેના ભાવિનું વિશ્લેષણ:
અોસ્કાર ઇવેન્ટ દરમિયાન, સૂર્ય, બુધ અને કેતુ તેના જન્મના શનિ પરથી પરિભ્રમણ કરશે. જન્મના સૂર્ય અને બુધ પરથી શનિ ગોચર કરશે. ખૂબ મહત્વ ધરાવતો ગોચરનો શુક્ર જન્મના સૂર્યથી ચોથા ભાવે તેમજ જન્મના ચંદ્રથી દસમા ભાવે બેઠેલો હશે. અા ગ્રહસ્થિતિ દર્શાવે છે કે સ્પર્ધા સખત હોવા છતાં તેના અોસ્કાર જીતવાના ચાન્સ દેખાઇ રહ્યા છે.

ગણેશજીના અાશીર્વાદ સાથે,

તમારી સૂર્ય રાશિ તમારા વ્યક્તિત્વના કેટલાક રસપ્રદ પાસાઅો છતા કરે છે. અાજે જ નિ:શુલ્ક સૂર્ય રાશિ રિપોર્ટ અોર્ડર કરીને અાપના વ્યક્તિત્વની ઝાંખી કરો.

06 Jan 2017


View All blogs

More Articles