For Personal Problems! Talk To Astrologer

અેપલ અાગામી વર્ષે પણ સમસ્યાઅોથી ઘેરાયેલું રહેશે તેમજ વધુ ખોટ માટે તૈયાર રહેવું પડે


Share on :


વિશ્વભરમાં ટેક્નોલોજીના ક્ષેત્રે પોતાનું અલગ સ્થાન જમાવનાર અેપલ વર્તમાન સમયમાં પણ માર્કેટમાં સૌથી મજબુત મોબાઇલ અને ટેક્નોલોજી દિગ્ગજ તરીકે બોલબાલા ધરાવે છે. સંશોધન,ચોકસાઇ જાણે કંપનીના લોહીમાં છે. અેપલ ખાસ કરીને તેની ઉચ્ચ ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ અને સર્વિસ માટે વિશ્વભરમાં જાણીતી છે. અાઇફોન,અાઇપેડ અને અાઇપોડ જેવી અદ્દભુત પ્રોડક્ટની ઉત્પાદક  અેપલ અાઇઅેનસીઅે ટેક્નોલોજીના વિશ્વમાં અભુતપૂર્વ પગલા લીધા છે. જો કે હાલમાં યુરોપિયન કમિશને નોંધ્યું હતું કે વર્ષ 1991 થી 2015 દરમિયાન અન્ય કંપની કરતા અેપલે તેના અાર્યલેન્ડના બિઝનેસ માટે ખૂબ અોછો ટેક્સ ચૂકવ્યો છે. તેથી યુરોપિયન યુનિયને કંપનીને અાર્યલેન્ડ બિઝનેસ માટે 14.5 અબજ ડોલરનો ટેક્સ ચૂકવવાનો અાદેશ અાપ્યો છે. સ્પષ્ટપણે અાટલી જંગી રકમ કોઇપણ કંપની માટે મોટો અાર્થિક ફટકો કહી શકાય. પણ શા માટે વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી કંપની અચાનક કાયદાકીય વમણમાં ફસાઇ ચૂકી છે? તો ચાલો ગણેશજી પાસેથી જ અા સવાલનો જવાબ મેળવીઅે.

અેપલની સ્થાપના/ પ્રારંભ સમયની વિગતો
 1 અેપ્રિલ, 1976
સ્થળ: કુપેરટિનો,કેલિફોર્નિયા, યુઅેસઅે

સ્થાપના સમયની કુંડળીટેક જાયન્ટ માટે મુશ્કેલ માર્ગ
અેપલના ફાઉન્ડેશન ચાર્ટ પ્રમાણે શુક્ર બારમાં ભાવમાં છે કે જે ખર્ચનો કારક છે અને વર્તમાન સમયમાં ગોચરનો કેતુ જન્મના શુક્ર પરથી પસાર થઇ રહ્યો છે. બારમો ભાવ વિદેશી ચલણ દર્શાવે છે તેમજ કેતુ જેવા ગ્રહનું અા ભાવમાંથી ગોચર અા બાબતે સમસ્યાનું સર્જન કરે છે. જ્યારે અેપલને દંડ થયો ત્યારે દુષિત ગ્રહ કેતુ બારમાં ભાવમાંથી પસાર થઇ રહ્યો હતો અને તે ઉપરાંત ગોચરના રાહુ અને સૂર્યની યુતિ હતી અને ગ્રહો છઠ્ઠા ભાવમાંથી પસાર થતા હતા. તેથી અાગામી સમયમાં કંપનીઅે કાયદાકીય બાબતો, રાજકીય અને સરકારી દબાણ અને નકારાત્મક પ્રતિક્રિયાનો તીવ્ર રીતે સામનો કરવો પડશે.તદુપરાંત રાહુનું છઠ્ઠા સ્થાનમાંથી ગોચર કંપની માટે અણધારી મુશ્કેલીઅોને દર્શાવે છે.

વિવિધ સ્ત્રોતથી પરેશાની
ગોચરનો કેતુ બારમાં ભાવમાં હોવાથી અેપલે કાયદાકીય બાબતોમાં પ્રતિકૂળ પરિસ્થિતિનો ગંભીરપણે સામનો કરવો પડશે. જંગી ખોટ પણ જોઇ શકાય છે. ખાસ કરીને કંપની અાંતરિક દ્રષ્ટિઅે કર્મચારીઅો તરફથી પણ મુશ્કેલી સહન કરશે. પરિણામે કંપનીઅે અનિવાર્યપણે બિનજરૂરી ખર્ચાઅો કરવા પડશે અથવા સરકાર કે કાનૂની સત્તા તેમની વિરુદ્વ સખત પગલા લઇ શકે છે. બિઝનેસમાં રહેલા પ્રતિસ્પર્ધીઅો પણ ટોચના અધિકારીઅો માટે સમસ્યા ઊભી કરશે અને કંપનીની પ્રતિષ્ઠાને કલંક લગાડવાનો પ્રયત્ન કરશે. વર્તમાન સમયમાં કેતુ જન્મના શુક્ર પરથી પસાર થઇ રહ્યો છે. પરિણામે અોગસ્ટ 2017ના મધ્યભાગ સુધીમાં કંપનીના પ્રદર્શનમાં નોંધપાત્ર તફાવત જોવા મળશે. ખાસ કરીને કેટલીક ઉચ્ચ કક્ષાની પ્રોડક્ટનો નબળો દેખાવ જોવા મળી શકે છે. 

તારણહાર ગુરૂ
જો કે અેપલની કુંડળીમાં સકારાત્મક અને મહત્વનું પરિબળ અે છે કે ગોચરનો ગુરૂ 11 અોગસ્ટ 2016થી જ ભાગીદારીને લગતા ભાવમાં પ્રવેશી ચૂક્યો છે. તેથી કંપનીના સંકટભર્યા સમયમાં તેના ભાગીદારો તેની પડખે ઊભા રહીને તેને સહકાર અાપવા તૈયાર રહેશે. કંપની કમર્શિયલ અને ટેકનિકલ સ્તરે તેનું મજબુત પ્રદર્શન જાળવી રાખવામાં સક્ષમ રહેશે પણ ઉચ્ચ અધિકારીઅોઅે કંપનીની છબીને જાળવી રાખવા માટે વધુ પ્રયત્નશીલ બનવું પડશે. અા પરિસ્થિતિ વચ્ચે ગોચરના ગુરૂનો સાનુકૂળ પ્રભાવ કંપનીને ફળરૂપે તેના ભાગીદાર સાથે મોટો સોદો પાર પાડવાની તક પૂરી પાડી શકે છે.

શ્રેષ્ઠ તબક્કો:
જ્યારે શુભકારક ગ્રહો અગિયારમાં સ્થાનમાંથી પસાર થશે અને સાતમાં ભાવમાંથી પસાર થઇ રહેલા ગોચરના ગુરૂની દ્રષ્ટિ પ્રાપ્ત કરશે ત્યારે કંપનીની વ્યાપારિક પ્રવૃત્તિને વધુ વેગ મળશે. અા તબક્કા દરમિયાન કંપની તેની વિસ્તરણની યોજનાનું પણ સફળતાપૂર્વક અમલીકરણ કરી શકશે. તદુપરાંત વિદેશી વ્યાપારમાં પણ નોંધપાત્ર રીતે વધારો થશે જે કંપનીની અાર્થિક સ્થિતિને વધારે મજબુત કરશે. 3 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર 2016 સુધી શુક્રનું ગોચર અેપલ માટે મોટી રાહત સાબિત થશે. તદુપરાંત 14 જાન્યુઅારી 2017થી 12 ફેબ્રુઅારી 2017 સુધી ગોચરનો સૂર્ય અગિયારમાં ભાવમાં હશે જે સરકારી તેમજ કાયદાકીય બાબતમાં મિશ્ર પરિણામ અાપશે. પણ ત્યારબાદના અેક મહિના માટે કંપનીઅે સરકારી અને કાયદાકીય બાબતમાં વધુ સાવધ રહેવું પડે.

કંપની ભવિષ્યમાં તેની પ્રતિષ્ઠા જાળવી રાખવામાં સફળ રહેશે કે નહીં?
કંપની પર ફટાકારવામાં અાવેલા જંગી દડથી માર્કેટમાં તેની શેર્સની કિંમતને કોઇ ફટકો નહીં પડે. જો કે અાગામી સમય કંપની માટે સાનુકૂળ નથી જણાતો. 26 જાન્યુઅારી 2017થી ગોચરનો શનિ દસમા ભાવમાંથી પસાર થશે. અા પ્રોફેશનને લગતી બાબતોનું સ્થાન છે. અા ગ્રહોના ગોચરથી કંપનીના ટોપના મેનેજમેન્ટ અને સીઇઅોમાં પણ  મહત્વના ફેરફાર થવાની શક્યતા વધી જાય છે. તદુપરાંત શનિના અા ગોચર દરમિયાન કંપનીના બિઝનેસને પણ પ્રતિકૂળ રીતે અસર થવાની સંભાવના છે. કંપની તેના અગાઉથી નિર્ધારિત લક્ષ્યાંકો પણ હાંસલ ના કરી શકવાથી તેની યોજના અને વ્યૂહરચનાનું અમલીકરણ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરશે.

ગણેશજી તરફથી કંપનીના સમૃદ્વ ભાવિ માટે શુભેચ્છા

જીવનના કેટલાક ક્ષેત્રોમાં અાપ મુંઝવણ અનુભવી રહ્યા છો? તો અાજે જ પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવીને અસરકારક ઉકેલ મેળવો.

14 Sep 2016


View All blogs

More Articles