For Personal Problems! Talk To Astrologer

2017માં ભારતનું અર્થતંત્ર સતત સાપસીડીની રમત જેવું રહેશે


Share on :


વર્ષ 2017માં ભારતનું અર્થંતંત્ર – ગણેશજીની નજરે..

ઉચ્ચ વૃદ્વિદરમાં ચીનને ટક્કર અાપતું ભારત:
દેશમાં બે વર્ષ અગાઉ જ્યારથી નરેન્દ્ર મોદી સંચાલિત અેનડીઅે સરકાર સતામાં અાવી  છે ત્યારથી લેવાયેલા અનેક સુધારાના પગલાઅો લેવાયા છે તેમજ મજબૂત બિઝનેસ તથા અાંતરરાષ્ટ્રીય નીતિઅોને ભારતના અાર્થિક નિષ્ણાંતો અને અનેકવિધ દેશોના લોકો દ્વારા પણ સ્વીકૃતિ મળી છે. ઉચ્ચ વૃદ્વિદર મેળવવાની દોડમાં ભારત તેના પાડોશી દેશ ચીનને પણ મજબૂત રીતે પડકાર અાપી રહ્યું છે.  વર્લ્ડ બેંક રિપોર્ટ મુજબ ભારત 7.7 ટકાનો વૃદ્વિદર હાંસલ કરશે તેવો અંદાજ છે જ્યારે બેન્કિંગ સેક્ટરની અગ્રણી સંસ્થાઅો ડોઇશ બેંક અને અેશિયન ડેવલપમેન્ટ બેંક અનુસાર ભારત 7.8 ટકાનો જાદુઇ વૃદ્વિદર પ્રાપ્ત કરે તેવી શક્યતા છે. 

ફુગાવા પર નિયંત્રણ – મોટો પડકાર:
જો કે પ્રવર્તમાન સમયમાં જોવા મળતી કેટલીક ગંભીર સમસ્યાઅો ભારત માટે નિશ્વિતપણે ચિંતાનું કારણ બની ચૂકી છે. દેશમાં હાલમાં નબળી અાંતરમાળખાકીય સુવિધા, નીચો સાક્ષરતા દર, ઉચ્ચ નાણાકીય ખાધ, ફુગાવો, સ્મોલ કેપ ઇન્વેસ્ટર્સના મનમાં મંદીનો ભય, પ્રાઇવેટ સેક્ટરમાં વધતુ દેવાનું સ્તર, કૃષિ ઉત્પાદન અને ચોમાસામાં અનિયમીતતા જેવી અનેકવિધ સમસ્યાઅો જોવા મળે છે. અા પડકારો વચ્ચે કેટલીક બેંકની બેડ લોન્સ અને કાળાં નાણાંને વિદેશના ખાતામાં છૂપાવવાનું દૂષણ પણ ભારતને નુકસાન કરી રહ્યું છે. અા પ્રકારની ચિંતાજનક સ્થિતિ વચ્ચે અારબીઅાઇના ગવર્નર રઘુરામ રાજન 5 સપ્ટેમ્બર, 2016ના રોજ નિવૃત થયા હતા અને ત્યારબાદ અા મહત્વનો કાર્યભાર સંભાળવાની જવાબદારી ઉર્જિત પટેલને સોંપવામાં અાવી છે. ઉર્જિત પટેલ માટે અર્થંતંત્રને વૃદ્વિ તરફ લઇ જવામાં સૌથી મોટો પડકાર છે બેંકના વ્યાજદરોનું યોગ્ય નિયમન કરવું. અારબીઅાઇ ચીફ માટે ફુગાવાને કાબુમા રાખવો અને વ્યાજદર ઘટાડવા અે હાલમાં સૌથી મોટી જવાબદારી છે. જો કે અા કાર્ય ઉર્જિત પટેલ માટે લોઢાના ચણા ચાવવા જેવું બની રહે તો નવાઇ નહીં.

યુઅેસ મંદી બાદ વિશ્વની ભારતીય માર્કેટ પર નજર:
વર્ષ 2008થી શરૂ થયેલી અાર્થિક મંદી તેમજ તાજેતરમાં બ્રેક્ઝિટથી ભારત પર પ્રતિકૂળ અસર નોંધાઇ છે. તેમજ અા ઘટનાથી અાર્થિક ક્ષેત્રની કેટલીક મોટી અને અગ્રણી કંપનીઅોને પણ ફટકો પડ્યો હતો. અાંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીઅે તો દેશની 800 કંપનીઅો યુરોપમાં પણ મોટો બિઝનેસ ધરાવે છે. વ્યવસાયની દૃષ્ટિઅે જોઇઅે તો ભારત યુરોપમાં સારો અેવો હિસ્સો પણ ધરાવે છે. જો કે સ્થાનિક માર્કેટમાં નોંધાયેલી સ્થિરતાથી માર્કેટ પર તેની પ્રતિકૂળ અસર પ્રારંભમાં સેવાયેલા ભયની સરખામણીઅે અોછી રહી હતી. અે જ વખતે યુઅેસના વૃદ્વિદરમાં થયેલા ઘટાડાથી અાંતરરાષ્ટ્રીય માર્કેટની નજર પણ ભારત પર છે. શું વિશ્વની સૌથી વિશાળ લોકશાહી લોકોની અપેક્ષાઅો પર ખરી ઉતરી શકશે?  અને ભારત વિશ્વના સૌથી મજબૂત અર્થતંત્ર તરીકે ઊભરી અાવશે? ચાલો જોઇઅે. 


સ્વતંત્ર ભારતની કુંડળી
તારીખ: 15 અોગસ્ટ, 1947
સમય: 00:00:00
સ્થળ: દિલ્હી, ભારત

અમારા વિદ્વાન જ્યોતિષીઅોઅે તૈયાર કરેલી અાપની જન્મકુંડળી મેળવો

સ્વતંત્ર ભારતની કુંડળીમાં રહેલા ગ્રહો પર અેક દૃષ્ટિ:
સ્વતંત્ર ભારતની કુંડળીમાં વૃષભ લગ્ન છે કે જે દેશને પ્રબળ સ્થિરતા, સહિષ્ણુતા, ગર્ભિત અાંતરિક શક્તિ અને જુસ્સો પ્રદાન કરે છે. લગ્નમાં રહેલી રાહુની ઉપસ્થિતિથી દેશમાં ભ્રષ્ટાચાર બેકાબૂપણે પ્રસરી રહ્યો છે. રાહુ બે પાસાઅો દર્શાવે છે. અનૈતિક્તા અને અરાજક્તા, સ્વાર્થ અને ઘમંડ. અન્ય તરફ  કેતુ સાતમા ભાવમાં છે જેના પ્રભાવને કારણે ભારતના પાડોશી દેશ સાથેના સંબંધો હંમેશા કડવાશભર્યા રહ્યા છે. ત્રીજા ભાવમાં પાંચ ગ્રહોની ઉપસ્થિતિ કેટલાક અદ્દભુત જોડાણ અને યોગનું સર્જન કરે છે, જે દેશની અદ્દભુત વૃદ્વિ કથાને દર્શાવવા માટે પૂરતું છે. વાસ્તવિક રીતે ત્રીજા ભાવમાં બનતુ અા સ્ટેલિયમ દેશને જરૂરી અેવુ પ્રોત્સાહન પૂરું પાડે છે અને ઉચ્ચ સિમાચિહ્ન તરફ લઇ જવામાં સહાયક બને છે. પણ સાથે અે પણ નોંધવુ પડે કે જ્યાં સુધી દેશના લોકોનું અપમાન નહીં થાય કે પ્રેરણા નહીં મળે ત્યાં સુધી તેઅો હકીકતમાં જાગશે નહીં. જો સ્વતંત્ર ભારતની કુંડળીમાં ગોચરના ગ્રહો પર નજર કરીઅે તો વર્ષની શરૂઅાતથી 17 અોગસ્ટ 2017 સુધી દુષિત રાહુ સિંહ રાશિમાં ચોથા ભાવમાંથી પસાર થશે. ઉપર દર્શાવેલી તારીખ બાદ તે ત્રીજા ભાવમાંથી પસાર થશે. 17 અોગસ્ટ, 2017 થી તે ભાગ્યસ્થાન ગણાતા નવમા સ્થાનમાંથી પરિભ્રમણ કરશે.  

પાડોશી દેશ સાથેના સંબંધોનો ભાવિ ચિતાર:
ચોથા ભાવમાંથી રાહુના પરિભ્રમણને કારણે સરકાર પ્લાનિંગ કમિશન, કૃષિ વિકાસ, જળ સ્ત્રોતો, શહેરી વિકાસ, ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રો પર વધુ ધ્યાન અાપશે. અા બધા સેક્ટરની વૃદ્વિ મારફતે સરકાર દેશની વિકાસની ગતીને વધારવા માટે પ્રયાસો કરશે તેવી શક્યતા છે. વર્ષાન્તે ત્રીજા ભાવમાંથી રાહુના ગોચરના પ્રભાવથી પાડોશી દેશ સાથે જોવા મળતી તણાવપૂર્ણ સ્થિતિ વધુ તીવ્ર થાય તેવી સંભાવના નકારી શકાય નહીં તેમજ અા કડવાશભર્યા સંબંધો યુદ્વમાં પરિવર્તિત થાય તો પણ નવાઇ નહીં. સ્વતંત્ર ભારતની કુંડળીમાં ત્રીજા ભાવમાં પાંચ ગ્રહોની યુતિ છે તથા ત્રીજા સ્થાનમાંથી રાહુનું ગોચર બન્ને દેશ વચ્ચે તોફાન અને અંશાતિનો માહોલ બનાવે તેવી શક્યતા છે.

શૈક્ષણિક ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તનના અણસાર:
વર્ષની શરૂઅાતના લાભદાયી ગ્રહો પર નજર કરીઅે તો ગુરુ કન્યા રાશિમાંથી પસાર થશે અને 12 સપ્ટેમ્બર, 2017 સુધી ત્યાં ઉપસ્થિત રહે ત્યારબાદ તે તુલા રાશિમાં પ્રવેશ કરશે. સ્વતંત્ર ભારતની કુંડળીના પાંચમા ભાવ પરથી ગુરુનું ગોચર પ્રબળ અસ્થિરતા અને અનિશ્વિતતાનો માહોલ બનાવે. અાર્થિક દૃષ્ટિઅે દેશના અર્થંતંત્રમાં શેરમાર્કેટનો મહત્વનો હિસ્સો છે. તેની અર્થંતંત્રમાં પણ મહત્વની ભૂમિકા રહેલી છે. અા તબક્કા દરમિયાન FII અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં વૃદ્વિનો માહોલ જોવા મળશે.  જો કે રાહુના ત્રીજા ભાવ પર પ્રભાવથી સાવચેતી તો રાખવી જ પડશે. અા સમય અેફ અેન્ડ અો માટે પ્રતિકૂળ રહેશે.  અા તબક્કામાં બેઝ રેટ્સમાં વધારો થઇ શકે છે તેમજ શૈક્ષણિક ક્ષેત્રમાં પણ નાટ્યમાત્મક પરિવર્તનનો દોર જોવા મળે. અેવી પણ શક્યતા છે કે યુનિવર્સિટીને વધુ સ્વાયત્તતા અાપવામાં અાવશે. 12 સપ્ટેમ્બર, 2017 દરમિયાન ગુરુ રાશિ પરિવર્તન કરીને છઠ્ઠા સ્થાનમાં પ્રવેશ કરશે. તેથી ત્યારબાદ મેડિકલ અને સિવિલ સર્વિસ ક્ષેત્રો માટે સમય સાનુકૂળ રહેશે અને દેશ કેટલાક સકારાત્મક પરિવર્તનનું સાક્ષી બનશે.

વાસ્તવિક ચિત્ર:
વર્ષ 2017ની શરૂઅાતમાં સ્વતંત્ર ભારતની કુંડળીના સાતમા ભાવમાંથી શનિનું ગોચર જોવા મળશે પણ પહેલા મહિનાના છેલ્લા સપ્તાહમાં  અેટલે કે 26 જાન્યુઅારી, 2017ના રોજ તે રાશિ પરિવર્તન કરીને અાઠમા ભાવમાં પ્રવેશ કરશે.  27 જાન્યુઅારી, 2017થી 20 જૂન, 2017 દરમિયાન ધન રાશિમાં અાઠમા ભાવમાં રહ્યા બાદ શનિ વક્રી બનશે અને 21 જૂન, 2017 અને 26 અોક્ટોબર, 2017 દરમિયાન વૃશ્વિક રાશિમાંથી પસાર થશે અને ત્યારબાદ ફરીથી ધન રાશિમાં પ્રવેશ કરે. સંપૂર્ણ વર્ષ દરમિયાન શનિનું રાશિ પરિવર્તન અને માર્ગી-વક્રી-માર્ગી પરિભ્રમણ દેશના અર્થંતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. શનિના અા ગોચર દરમિયાન પાડોશી દેશ, વિદેશી બાબતો, વિદેશમાં વસવાટ કરતા ભારતીયો, માઇનિંગ અને કોલ ઉદ્યોગ, પેટ્રોલિયમ ઉત્પાદન, ગેસ અને થર્મલ અેનર્જી, સ્ટીલ અને અન્ય અા પ્રકારના ક્ષેત્રોને લગતા મહત્વના નિર્ણયોને અસર થવાની શક્યતા છે. સ્વતંત્ર ભારતની કુંડળીમાં રહેલા જન્મના કેતુ પરથી વક્રી શનિનું ગોચર અાર્થિક ભાગીદારી અને સોદાઅોમાં વિલંબ અને અવરોધોનું સર્જન કરશે. તદુપરાંત વર્તમાન સમયમાં હસ્તાક્ષર કરેલા કરારો જે રીતે જોવા મળે છે તેટલા ફળદાયી નહીં રહે તેવી સંભાવના છે.

અેકંદરે, ગુરુના લાભદાયી પ્રભાવથી દેશના અર્થંતંત્રનું પરફોર્મન્સ સારુ રહેશે પણ રાહુના નકારાત્મક પ્રભાવથી ભારતે યુદ્વ જેવી પરિસ્થિતિનો પણ સામનો કરવા માટે તૈયાર રહેવું પડે તેથી ભારતે સાવચેતી સાથે સંપૂર્ણ રીતે સજ્જ રહેવું પડશે. અા પ્રકારની સ્થિતિમાં અચલ સંપત્તિમાં રોકાણ કરવું સલાહભર્યું રહે તેમજ કરારો અને ચલ અસ્ક્યામતો અને મિલકતોમાં રોકાણ કરવાનું ટાળવુ પડશે.

ગણેશજીના અાર્શીવાદ સાથે,

જીવનમાં સ્થિરતા માટે અાર્થિક અાયોજન પણ જરૂરી છે, તો અાજે જ અાપના અાર્થિક ભાવિને સમૃદ્વ કરવા માટે 2017નો અાર્થિક રિપોર્ટ મેળવવા અહીંયા ક્લિક કરો.

30 Dec 2016


View All blogs

More Articles