2017: બોલિવૂડમાં પ્રાદેશિક સિનેમાનો ઉદય જ્યારે હોલિવૂડમાં નવોદિતોના કૌશલ્યનો જાદુ છવાશે


Share on :


મનોરંજન જગત – ભારત

વર્ષ 2016ની અેક ઝાંખી:
વર્ષ 2016 સમાપ્ત થઇ ચૂક્યું છે ત્યારે બોલિવૂડનું વર્ષ 2016 અનેક નવીન વસ્તુઅોથી ભરપૂર અને રોમાંચક રહ્યું હતું તેમજ ભારતીય સીનેજગતમાં બનેલા કેટલાક પ્રસંગોમાં જોવા મળેલો સોલિડ ડ્રામા મનમોહન દેસાઇ અથવા સંજય લીલા ભણસાલીની ફિલ્મ કરતા પણ  અસાધારણ રીતે શ્રેષ્ઠ સાબિત થયો છે.  FTTI,  પહલાજ નિહલાણી અને અનુરાગ કશ્યપ વચ્ચેના શત્રુતાભર્યા સંબંધો, ઉડતા પંજાબ વિવાદ, સુલતાનના પ્રમોશન દરમિયાન સલમાનની વિચિત્ર ટિપ્પણીઅો, રણબીર-કેટરિનાનું બ્રેકઅપ, રિતિક- કંગના ફજેતી જેવા અનેક અપિસોડથી પૂરતો મસાલો મળ્યો હતો. ફિલ્મી સફરની સહેલગાહ કરીઅે તો કડવા અને મીઠા અનુભવોની મિશ્રિત રેસિપીનો સ્વાદ ચાહકોઅે ચાખ્યો હતો. અનેક નવીન ઘટનાઅો અને મસાલેદાર ગપશપથી બોલિવૂડ 2016  પૂર્ણ થયું છે અને 2017નો શુભારંભ થયો છે. તો ચાલો ગ્રહો અને ગણેશજીની દૃષ્ટિથી જોઇઅે કે રંગબેરંગી બોલિવૂડ માટે નવુ વર્ષ 2017 શું લઇને અાવ્યું છે?

પરફોર્મન્સ-થીમ અાધારિત મૂવિનો ટ્રેન્ડ:
જુલાઇ 2017મા, દેશની કુંડળીમાં સર્જનાત્મક્તા, ભાવુક્તા અને પરફોર્મન્સના પાંચમા ભાવમાંથી ગુરુ પરિભ્રમણ કરશે. અા ગ્રહસ્થિતિને ધ્યાનમાં રાખતા ગણેશજીને લાગે છે કે ભારતીય મૂવિ માત્ર વ્યક્તિત્વ અાધારિત હોવાને બદલે પરફોર્મન્સ અને કોઇ ગર્ભિત સંદેશાની થીમ પર વધુ અાધારિત હશે. ફિલ્મી સિતારાઅોનો પ્રણય ખેલ જોવા મળી શકે છે. રિયલ લાઇફમાં પ્રેમી અેવા સિતારાઅો પણ વધુ રોમેન્ટિક ફિલ્મોમાં ચમકે. ભાવનાત્મક પાસાઅો અને સારા તર્ક ધરાવતી સ્ટોરી પર અાધારિત ફિલ્મોની સરખામણીઅે માર્શલ અાર્ટ કે અેક્શનપેક્ડ ફિલ્મોનું પરફોર્મન્સ સરેરાશ રહેશે. 

સ્મોલ પ્રોડક્શન હાઉસ ઇન ટ્રેન્ડ – અોડિયો-વિઝ્યુઅલ માધ્યમનું વિસ્તરણ:
બોલિવૂડમાં ટ્રેન્ડમાં પરિવર્તન અાવશે જ્યાં નાના પ્રોડેક્શન હાઉસ કે નિર્માતાઅો પણ અેક શ્રેષ્ઠ વિચાર ધરાવતા વિષયો સાથે અાગળ અાવશે. પ્રાદેશિક સિનેમા અગાઉના વર્ષ કરતા વધુ સારું પરફોર્મ કરે. ગણેશજીને લાગે છે કે કેટલાક મૂવિમાં સ્ટોરીની નકલ કરવામાં અાવી હોવા છતાં તેની અલગ અંદાજમાં રજૂઅાત તેને વિશેષ રીતે અનોખી બનાવે. વર્ષ દરમિયાન વિદેશી રોકાણથી બનેલી ઊંચા બજેટની ફિલ્મનું પરફોર્મન્સ નોંધપાત્ર રહેશે. તેની સાથોસાથ અોછી બજેટ ધરાવતી મૂવિ પણ જોવાલાયક બની રહેશે. અભિનેતા અને બોલિવૂડ માનુનીઅો કરતા સ્ટોરી લાઇન વધુ અાકર્ષક પરિબળ રહેશે. અોડિયો- વિઝ્યુઅલ મીડિયમનું વધુને વધુ વિસ્તરણ થશે. ભારતીય મૂવિને વૈશ્વિક કક્ષાઅે યશકિર્તી પ્રાપ્ત થશે. ભારતના મધ્યમવર્ગના વાસ્તવિક ચિત્રને રજૂ કરીને હૃદયને સ્પર્શતી ફિલ્મો બનશે અને રજૂઅાત બાદ વખાવણાલાયક બની રહેશે. પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન ટેકનોલોજી વધુ કાર્યક્ષમ બનશે. ભારતીય ફિલ્મો અાંતરરાષ્ટ્રીય અેવોર્ડ પણ જીતશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.


મનોરંજનનું વૈશ્વિક જગત:

હોલિવૂડ 2016 પર અેક નજર:
હોલિવૂડ માટે વર્ષ 2016 સરેરાશ રહ્યું હોય તેવું માનનારો વર્ગ મર્યાદિત હશે. અેવી અનેક ઘટનાઅો બની હતી જેનાથી લોકો પણ અંચબિત થઇ ચૂક્યા હતા – બ્રેન્જેલિનાની જોડીનું ભંગાણ, કિમ-કેન્યે, ફ્લોપ ફિલ્મની હરોળ, હોલિવૂડ અને ટ્રમ્પ વચ્ચે સંઘર્ષ, જોહની ડેપ વિરુદ્વ અારોપ જેવી અનેક ઘટનાઅોઅે લોકોને અાશ્રર્યચકિત કરી મૂક્યા હતા.  કેટલીક સેલિબ્રિટીઅો શો પર છવાઇ ગયા હતા જેમાં લીયોનાર્ડો દી ક્રેપિયોઅે અોસ્કાર જીત્યો હતો. પણ ગ્રહો હોલિવૂડના 2017ને લઇને શું કહી રહ્યા છે? ચાલો જાણીઅે..

નવોદિતો તેના કૌશલ્યનું જાદુ પાથરશે:
વૈશ્વિક સ્તરે અેન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી જંગી રકમ ખર્ચ કરશે તેમજ સારા પ્રમાણમાં કમાણી પણ કરશે. નવા અને યુવા ગાયકો તેની ગાયકીનો જાદુ પાથરશે. નવા કલાકારો પણ સારુ પરફોર્મ કરશે અને કેટલાક અસાધારણ વિચારો સાથે અાગળ અાવશે. ફ્યુઝન વધારે લોકપ્રિય બને જ્યારે માર્કેટમાં વધુ સર્જનાત્મક્તાનો પ્રસાર થતો જણાય. અાંતરરાષ્ટ્રીય ફિલ્મના માપદંડોમાં વધારો થાય. કાલ્પનિક વાર્તાઅો અને પરિકલ્પનાઅો માર્કેટમાં અગ્રણી રહેશે.

છેલ્લા ત્રિમાસિક ગાળામાં વૈશ્વિક સિનેમાનો સોનેરી તબક્કો:
અેવરેજ બજેટના મૂવિ પણ સારું પરફોર્મ કરશે જ્યારે મોટા પ્રોડક્શન હાઉસ પણ અઠળક કમાણી કરી જાય. જો કે, વર્ષ 2017માં મૂવિને સખત ટીકાનો સામનો કરવો પડશે તેથી નિર્માતાઅોઅે વધુ સાવચેત અને સાવધ રહેવું પડશે. તેઅોઅે તેનું સ્ટાન્ડર્ડ જાળવી રાખવું પડે તેમજ કોઇપણ પ્રકારની ભૂલ કરવાનું ટાળવું પડશે. વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં વૈશ્વિક સિનેમા અેક નવા યુગમાં પ્રવેશ કરશે. સપ્ટેમ્બર 2017થી વૈશ્વિક સિનેમા અને અેન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો અેક વર્ષ માટે સોનેરી તબક્કો શરૂ થશે તેવું ગણેશજી કહે છે.

ગણેશજીના અાર્શીવાદ સાથે,

ફિલ્મ રોકિંગ રહે કે ના રહે, પણ તમારી કારકિર્દીને રોકસ્ટાર જેવી સફળ નિશ્વિતરૂપે બનાવી શકો છો? તો અાજે જ નિ:શુલ્ક 2017 કારકિર્દી રિપોર્ટ અોર્ડર કરો.

02 Jan 2017


View All blogs

More Articles