For Personal Problems! Talk To Astrologer

અમિત શાહ 2017 – અનેક પડકારો વચ્ચે પણ રાજકારણમાં નિર્ભય બનીને સફળતાની ટોચ હાંસલ કરશે


Share on :


પ્રવર્તમાન ભારતમાં કેટલાક લોકો બીજેપીના અધ્યક્ષ અમિત શાહ જેટલું શક્તિશાળી બનવાનું સપનુ સેવે છે. અેક નીડર રાજકારણી તરીકે અમિત શાહ જ્યારે સફળ રહ્યા છે ત્યારે ગણેશજી તેનું કુંડળીનું વિશ્લેષણ કરી રહ્યા છે અને તેના ઉજ્જવળ ભાવિના સંકેતો અાપે છે. ચાલો વધુ વાંચીએ..!

અમિત શાહ
જન્મતારીખ: 22 ઓક્ટોબર 1964
જન્મસમય: 05:25 કલાકે સવારે (અજ્ઞાત)
જન્મસ્થળ: મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત
જન્મકુંડળી   

અમારા વિદ્વાન જ્યોતિષીવિદોઅે તૈયાર કરેલો અાપનો જન્માક્ષર રિપોર્ટ હમણાં જ મેળવો

જ્યોતિષીય અવલોકન: 

રાહુના પ્રભાવથી રાજકારણમાં કુશળ દાવપેચમાં અવ્વલ રાજકારણી
વર્તમાન સમયમાં અમિત શાહ રાહુની મહાદશા અને શુક્રની ભુક્તિ હેઠળ છે. વાયુતત્વની રાશિ મિથુન માટે કુંડળીના દસમ ભાવમાં રાહુ શ્રેષ્ઠત્તમ જગ્યા છે. અા જ રાહુનો પ્રભાવ તેને કુશળ વ્યૂહરચનાકાર અને સક્રિય નેતા બનાવે છે. તેની રાજકારણમાં સફળ દાવપેચ રમવાની કાબેલિયતના જોરે તેની અધ્યક્ષતા હેઠળ ભાજપ પક્ષે સફળતાની ઊંચાઇ હાંસલ કરી છે. કુંડળીમાં રહેલા અા જ મજબૂત રાહુના બળે તે ખૂબ ટૂંકા ગાળામાં તેના પ્રબળ રાજકીય પ્રભાવથી સન્માન અને યશકિર્તી સાથે અાટલા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થયા છે. શું તમે વ્યવસાયમાં ધારી સફળતા મેળવવા માંગો છો? તો અમારો 2017 બિઝનેસ રિપોર્ટથી અા વસ્તુ શક્ય છે. અા રિપોર્ટથી જ્યોતિષશાસ્ત્રની મદદથી અાપની સમસ્યાનો ઉકેલ મેળવો અને વ્યવસાયમાં વૃદ્વિ કરો. 

પરંપરાગત નબળા રાજ્યોમાં ભાજપને વધુ મજબૂત બનાવશે અમિત શાહ
શુક્ર બારમાં ભાવમાં છે પણ તે પંચમ ભાવના સ્વામી શનિની દૃષ્ટિ હેઠળ છે. તે તેને ભરપૂર સંપત્તિ, યશકિર્તી પ્રદાન કરવાની સાથોસાથ ખૂબ નામાંકિત લોકો સાથે સૂમેળભર્યા સંબંધો બનાવવાનું સામર્થ્ય પૂરું પાડે છે. રાહુ-શુક્રની દશા જાહેર જીવનમાં અભૂતપૂર્વ સફળતાના સંકેતો આપે છે. અા સાનુકૂળ દશા 5 જૂન 2018 સુધી ચાલશે. જે રાજ્યમાં ભાજપની પાંખી હાજરી છે તે રાજ્યોમાં પણ પક્ષને વધુ મજબૂત બનાવવામાં અમિત શાહને ધારી સફળતા મળશે. તે શાહની બીજી અવધિમાં અાગળ વધવા માટે મહત્વપૂર્ણ તબક્કો બની રહેશે જો કે તેને માર્ગમાં કેટલાક અવરોધોનો સામનો કરવો પડે તેવી પણ શક્યતા હોવાનું ગણેશજી કહે છે. જીવનમાં અવરોધો જ વ્યક્તિના વ્યક્તિત્વનો નિખાર કરે છે. અાપણે નાણાંકીય સહિતની બાબતમાં મુશ્કેલીનો સામનો કરીએ છીએ. શું તમે અાર્થિક ભીંસથી પરેશાન છો। તો 2017 આર્થિક રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને નાણાંકીય સમસ્યાઓને દૂર કરી શકો છો. 
 
શાહના જીવનમાં અાગામી મહિનાથી સકારાત્મક પરિવર્તન આવશે 
દસમ ભાવમાં રાહુ અને તુલા રાશિમાં ગુરુના શુભ ગોચરથી તે સમૃદ્વિ અને જાહેર જીવનમાં માન સન્માન પ્રાપ્ત કરશે. સૂર્ય સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે અને તે શુક્ર સાથે પ્રતિયુતિમાં છે. અા જ કારણોસર સપ્ટેમ્બર 2017થી ગોચરના ગુરુનું જન્મના સૂર્ય પરથી ભ્રમણ તેના જીવનને વધુ બહેતર બનાવીને સકારાત્મક પરિવર્તન લાવશે.  

અેપ્રિલ- સપ્ટેમ્બર 2018 વચ્ચે શત્રુઅો તેની છબીને હાનિ પહોંચાડશે 
પણ, ધન રાશિમાં ગોચરનો શનિ નવેમ્બર 2017થી કેટલાક વિધ્નો અને પડકારો લાવશે. ગોચરનો શનિ તેના જીવનને વધુ કષ્ટદાયક બનાવશે તથા જીવનમાં વધુ કટુતા અને વિધ્નો લાવશે. તેને નાજુક માર્ગ પર અાગળ વધવુ પડે અને માર્ચ 2018 બાદ વધુ અડચણોથી લડવાની તૈયારી રાખવી પડશે. તેને કિંમતી કે ઇચ્છિત પરિણામ નહીં મળે અને અેપ્રિલ 2018- સપ્ટેમ્બર 2018નો સમયગાળો માનસિક અસ્વસ્થતાનો બની રહેશે. તેની છબીને હાનિ પહોંચાડવા શત્રુઅો તેના પ્રયાસો વધારશે તથા તેઓથી ગેરવાજબી તકરાર કે વિવાદ પણ થશે.
 
શાહ 2018મા સ્વાસ્થ્યની તકલીફોથી ઘેરાયેલા રહેશે
જો કે, સાનુકૂળ દશા અને ગુરુના લાભદાયી ગોચરથી પ્રતિકૂળ અસરો કેટલાક અંશે ઓછી થતી જણાશે. અગ્યારમાં ભાવના સ્વામી ચંદ્ર અને અષ્ટમ ભાવના સ્વામી મંગળ વચ્ચે પ્રતિયુતિનું સર્જન થાય છે. તદુપરાંત, બુધ અસ્તનો છે અને બારમાં ભાવના સ્વામી સાથે સ્થિત છે. અા બન્ને પરિબળો તેના સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ કહેવાય. વર્ષ 2018 દરમિયાન મંગળ-કેતુની કર્ક રાશિમાં યુતિ તેના અારોગ્ય પર અવળી અસર પાડશે. અેપ્રિલ 2018- ઓક્ટોબર 2018ના સમયગાળામાં તેનું સ્વાસ્થ્ય તેની રાજકીય કારિકર્દીમાં મોટો અવરોધ બની રહેશે. તેના માર્ગમાં અનેક પડકારો અને વિધ્નો છતાં તે નીડર અને નિર્ભય બનીને સફળતા તરફના માર્ગ પર અાગળ વધશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે

તમારા પ્રશ્નોના ત્વરિત ઉપાય માટે અાજે જ અમારા તજજ્ઞ જ્યોતિષીઅોઅે સાથે સીધી વાતચીત કરો
21 Aug 2017


View All blogs

More Articles