For Personal Problems! Talk To Astrologer

અાકાશ-શ્લોકાનું ભાવિ દાંપત્યજીવન – લાગણી-હૂંફના સંબંધોથી સુખદ જીવનના સંકેત


Share on :


વિશ્વના ધનાઢ્ય લોકો ગમે તે જગ્યાએ જાય ત્યાં હંમેશા લાઇમલાઇટમાં રહે છે ત્યારે તાજેતરમાં દેશના સૌથી સંપત્તિવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી મોટા પુત્ર અાકાશ અંબાણીની હીરા કારોબારના માંધાતા અને અગ્રણી અેવા ઉદ્યોગપતિ રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથેની સગાઇ ખાસ ચર્ચાને ચકડોળે છે. તેઓએ 26 માર્ચના રોજ વેવિશાળ કર્યા છે અને ડિસેમ્બરના અંતે પ્રભુતામાં પગલા માંડે તેવી શક્યતા છે. અા સમયે ગણેશજીઅે તેઓના ભાવિ દાંપત્યજીવનનો ચિતાર પ્રાપ્ત કરવા માટે અાકાશ અંબાણીની કુંડળીનું વિશ્લેષણ કર્યું છે અને તેઓ અાપણને વધુમાં કહી રહ્યા છે. 

અાકાશ અંબાણીની જન્મ કુંડળી
જન્મતારીખ: 23 અૉક્ટોબર 1991
જન્મતારીખ:  અજ્ઞાત
જન્મસ્થળ: મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત

પ્રેમનું અાદાન પ્રદાન કરવાની અદમ્ય ઝંખના
જન્મનો શુક્ર સિંહ રાશિમાં હોવાથી, અાકાશનો તેના પ્રિયપાત્ર પ્રત્યેનો પ્રેમ વિપુલ માત્રામાં જોવા મળશે. તેથી જ તે સામે પક્ષેથી પણ પ્રેમ અને હૂંફ પામવાની અદમ્ય ઝંખના ધરાવતો હશે. તે તેના ભાવિ દાંપત્યજીવનમાં વધુ ઉદાર, વીરોચિત અને રમૂજી રહેશે. ગ્રહોની ચાલને કારણે તે બન્ને વચ્ચેનું કમ્યુનિકેશન પણ અર્થસભર રહેશે. 

શું તમે સંબંધોમાં રહેલી નિરાશાને દૂર કરવા માટે ઇચ્છુક છો? તો અાજે જ 2018નો વ્યક્તિગત જીવન અને સંબંધોનો રિપોર્ટ મેળવો. 

સુખી દાંપત્યજીવનના અણસાર 
વધુમાં, જન્મનો ચંદ્ર સાતમા ભાવમાં સ્થિત છે જે અાકાશ અને શ્લોકા વચ્ચે અદ્દભુત અાત્મીયતાના સંકેત આપે છે. તેઓનું જીવન અનેક સાહસોથી ભરપૂર રહેશે. તેઓ અનેક અનુભવોમાંથી પસાર થશે. તેઓ અા દરેક ક્ષણોને વિશિષ્ટ રીતે યાદગાર બનાવવા માટે પ્રયત્નશીલ રહેશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.

શું તમે ભાવિ અંગે અસમંજસમાં છો? તો તમે પૂછો કોઇપણ પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને શંકાઓ દૂર કરી શકો છો.

લાગણીનું અતૂટ બંધન
અાકાશ અંબાણી અને શ્લોક મહેતાની કેમિસ્ટ્રી ખરા અર્થમાં જામશે. તે બન્ને વચ્ચે લાગણીઓનો અતૂટ સેતુ રચાશે. શ્લોકાને તેના શ્વસુર પક્ષ સાથે ગાઢ સમજણ હશે.  તેઓના દાંપત્યજીવનમાં શરૂઅાતી બે વર્ષ સંગીન રીતે પસાર થશે. અાગામી સમયમાં તેઓનું જીવન સુખદ બની રહેશે. તેઓના લાગણીસભર બંધનની જોડાયેલા રહેશે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે

અાપની વ્યક્તિગત સમસ્યાઓનું નિવારણ પ્રાપ્ત કરવા માટે અમારા વિદ્વાન જ્યોતિષ સાથે સીધી વાતચીત કરો. 

28 Mar 2018


View All blogs

More Articles