For Personal Problems! Talk To Astrologer

અજિંક્ય રહાણે અોગસ્ટ- અોક્ટોબર 2017 વચ્ચે રેકોર્ડની રમઝટ બોલાવશે


Share on :


તાજેતરમાં ધર્મશાલા ખાતે રમાયેલી અોસ્ટ્રેલિયા વિરુદ્વની ચોથી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રહેલા અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ ભારતે અોસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જે અા પ્રતિભાશાળી ખેલાડીને અેક કેપ્ટન તરીકેની કાબેલિયતને દર્શાવે છે. તેના અા પરફોર્મન્સથી ભારતીય ટીમમાં લાંબા ગાળા માટે સ્થાન બનાવવામાં તેને સફળતા મળી શકે છે. નવેમ્બર 2011મા વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્વની ટેસ્ટ સ્ક્વોડમાં તેને સામેલ કરવામાં આવ્યો હતો જેમાં તેમણે 16 મહિના સુધી રાહ જોઇ હતી અને તેની જ સામે તેની અાગળ બીજા સાત ખેલાડીઅોના પ્રવેશને જોવાનો વારો આવ્યો હતો. તદુપરાંત તે સમયે તેનું વનડે અને ટી20માં પણ પરફોર્મન્સ નબળુ રહ્યું હતું. જો કે વર્ષ 2013માં દિલ્હીમાં અોસ્ટ્રેલિયા વિરુદ્વની ટેસ્ટમાં શિખર ધવન અને ગૌતમ ગંભીર અસ્વસ્થ જાહેર થતા તેની જગ્યાઅે રહાણેને તેનું નસીબ અજમાવવાનો મોકો મળ્યો હતો. ગેમમાં કંગાળ પ્રદર્શનને વિવેચકોઅે તે ટેસ્ટ માટે પ્રતિભાશાળી ખેલાડી નથી તેવું કહીને તેની સમક્ષ નિંદાત્મક વલણ અપનાવ્યું હતું જો કે ભારતીય ક્રિકેટ બોર્ડે તેના પરફોર્મન્સમાં ભરોસો રાખીને તેને 2013-14ની સાઉથ અાફ્રિકા ટૂરમાં ભારતીય ટીમ તરફથી રમવા માટે ચાન્સ આપ્યો હતો.     અા સમયે રહાણેઅે અા સોનેરી તકને ઝડપીને અાફ્રિકાના ડેલ સ્ટેઇન અને મોર્ને મોર્કેલ જેવા ઘાતક બોલરોની વેધક બોલિંગ સામે સીરિઝમાં તેના સામર્થ્ય અને કૌશલ્યથી 69.66ની અેવરેજે 209 રન ફટકાર્યા હતા. અગાઉ રહાણેઅે 2007-08માં રણજીમાં પ્રવેશ કરીને 100 ઇનિંગમાં 62.04ની અેવરેજ સાથે રન બનાવ્યા હતા. તેણે તેના પહેલા પાંચ સેશનમાં ત્રણ વાર 1000 રન બનાવીને પસંદગીકારોની નજરમાં સ્થાન બનાવ્યું હતું. અહીંયા ગણેશજી અા પ્રતિભાસંપન્ન ખેલાડીની કુંડળીનું વિશ્લેષણ કરી રહ્યા છે અને અોગસ્ટ- અોક્ટોબર 2017 વચ્ચે તે ગેમમાં અદ્દભુત પરફોર્મન્સ કરશે તેવું ફળકથન કરે છે. 

અજિંક્ય રહાણે
જન્મતારીખ: 6 જૂન 1988
જન્મસમય:ઉપલબ્ધ નથી
જન્મસ્થળ: અશ્વી કેડી (જીલ્લો – અહમદનગર), મહારાષ્ટ્ર, ભારત


રહાણે પર ગ્રહોનાં આશીર્વાદ
અજિંક્ય રહાણેની કુંડળીમાં ચંદ્ર મંગળ સાથે બેઠેલો છે જે કોઇપણ ખેલાડી માટે અાર્શીવાદ સમાન છે. અા ચંદ્ર- મંગળને કારણે તે વધુ દૃઢનિશ્ચયી, મક્કમ અને અાક્રમક યોદ્વા બનાવે છે. તદુપરાંત મંગળ રાહુ સાથે હોવાથી નાજુક ગુસ્સો તેની રગરગમાં છે જે તેને વિરોધીઅો સામે વિજયી બનાવે છે. ચંદ્ર-મંગળ અને કુંભ રાશિમાં રાહુ તેની કુંડળીને વધુ બળવાન બનાવે છે. હવે જ્યારે તેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે તાજેતરમાં અોસ્ટ્રેલિયા સામે જે જીત મેળવી છે તેનાથી કહી શકાય કે અાગામી સમયમાં તેના અાત્મવિશ્વાસમાં ભરપૂર વધારો થશે જેને કારણે અાગળ તે વધુ સારી રીતે ગેમમાં પરફોર્મન્સ કરી શકશે તેવું ગણેશજી જોઇ રહ્યાં છે.  

નોંધપાત્ર નેતૃત્વશક્તિના ગુણોથી સંપન્ન ખેલાડી
પણ રાહુ તેના દુષ્પ્રભાવથી તેની કારકિર્દીમાં સમસ્યાઅો, હતાશા, નિરાશા અને અંધાધૂધી લાવી શકે છે. જન્મના ચંદ્રથી પાંચમા સ્થાને બુધ સાથે શુક્રનો પ્રભાવ તેને અેક સારો અેથ્લેટ બનાવે છે અને તેને ગેમના કોઇપણ ફોર્મેટમાં ત્વરિત અનુકૂલન સાધવાની ક્ષમતા તેમજ ચપળતા પ્રદાન કરે છે. નોંધપાત્ર છે કે શનિ ગુરુ પર દૃષ્ટિ કરી રહ્યો છે જે તેની ગેમના વિવિધ પાસાઅોને સારી રીતે સમજવાનું અસાધારણ સામર્થ્ય રજૂ કરે છે. સૂર્ય વૃષભ રાશિમાં છે અને મંગળ તેના પર દૃષ્ટિ કરે છે. તેથી તે અદ્ભુત નેતૃત્વશક્તિના ગુણોથી સંપન્ન છે અને તેના અા ગુણોનો પરચો તેમણે તાજેતરમાં ધર્મશાલા ખાતે અોસ્ટ્રેલિયા વિરુદ્વ રમાયેલી ટેસ્ટ મેચમાં અાપ્યો હતો. 


રહાણેની અાઇપીઅેલમાં ધમાકેદાર અોપનિંગ
અાઇપીઅેલ દરમિયાન ગ્રહોનો પ્રભાવ સ્પષ્ટપણે ચિતાર અાપે છે કે તે અાઇપીઅેલમાં અદ્દભુત સંતુલન, સ્ટ્રોક્સમાં ચોક્કસાઇ અને ચપળતા સાથે રમશે. તે રનોનો જંગી સ્કોર પણ ખડકશે. જો કે સારી શરૂઅાતને મોટા સ્કોરમાં પરિવર્તિત કરવામાં તે અસમર્થ રહેશે અને તેથી જ સુસંગતતા તેના માટે સમસ્યા બની શકે છે. અા નકારાત્મક પરિબળ છતાં તે અાઇપીઅેલ ટીમનો મહત્વપૂર્ણ ભાગ બની રહેશે. 

જૂન 2017 બાદ તેનું પરફોર્મન્સ જોવાલાયક રહેશે
જૂન 2017ના મધ્યાંતર બાદ રહાણે પાસેથી અાંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાક અદ્દભુત પરફોર્મન્સની અપેક્ષા રાખવામાં કંઇજ ખોટું નથી. અા અપેક્ષા ચોક્કસપણે ફળે તેવું ગણેશજી કહે છે. વર્ષના ઉત્તરાર્ધમાં ભારતીય ટીમના કેટલાક મહત્વપૂર્ણ મેચમાં ટીમને જીત અપાવવામાં તે ખૂબજ અગત્યની ભૂમિકા ભજવશે તેવું ગણેશજી જોઇ રહ્યાં છે. 

2017ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ઇજાઅોની સંભાવના
વર્ષ 2017ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ગણેશજી જુવે છે કે રહાણેને ઇજાઅો થવાની સંભાવના વધુ રહેશે અને સ્વાસ્થ્યની પણ વધુ કાળજી રાખવી પડશે. તેની ખાનપાનની રીત અને જીવનશૈલી ઉપરાંત ફિલ્ડ પર કસરત દરમિયાન તેમજ વધુ પડતા સાહસો ના ખેડે તેની પણ તેને પૂરતી તકેદારી રાખવી પડશે. 

અોગસ્ટ- અોક્ટોબર 2017 વચ્ચે રેકોર્ડની વણઝાર કરશે
વર્ષ 2017 તેના માટે ખૂબજ અગત્યનું બની રહેશે તેવું ગણેશજી કહે છે. તેની કારકિર્દી દરમિયાન ક્યાંક મંદ ગતિ તો ક્યાંક ત્વરિત પ્રતિક્રિયાનો માહોલ બનશે. કારકિર્દી પણ વ્યસ્તતાથી ભરપૂર હશે. અોગસ્ટ- અોક્ટોબર 2017ના સમય દરમિયાન તે કેટલાક નોંધપાત્ર રેકોર્ડ બનાવીને ક્રિકેટ જગતમાં કિર્તીમાન સ્થાપિત કરશે. અાગામી સમયમાં અાવનારી અનેક જવાબદારીઅો માટે તેણે સુસજ્જ રહેવું પડશે.  

ગણેશજીના આશીર્વાદ સાથે

20 Apr 2017


View All blogs

More Articles