For Personal Problems! Talk To Astrologer

શું એર ઈન્ડિયા 76% હિસ્સો વેચશે?


Share on :


જે.આર.ડી. ટાટાએ 1932માં ‘ટાટા એરલાઈન્સ’ શરૂ કરી હતી. વિશ્વયુદ્ધ પછી 1946માં 29-7-1946ના રોજ તેને પબ્લિક લિમિટેડ કંપની તરીકે જાહેર કરવામાં આવી અને એર ઈન્ડિયા લિમિટેડ નામ અપાયું. આ કંપનીને 8-6-1948ના રોજ સરકારે પોતાના હસ્તક કરી અને એર ઈન્ડિયા નામ આપવામાં આવ્યું. આમ જોતા 1932થી શરૂ થયેલી ટાટા એરલાઈન્સ 8-6-1948ના રોજ એર ઈન્ડિયા બની ગઈ. અહીં 8-6-1948ના રોજ એર ઈન્ડિયાની સૂર્ય કુંડળીનો અભ્યાસ કરીને જ્યોતિષીય પાસાઓને અનુલક્ષીને કંપનીના ભાવી અંગે વિહંગાવલોકન આપવામાં આવ્યું છે.

સ્થાપના તારીખ – 8-6-1948
સમય – ઉપલબ્ધ નથી
સ્થળ – દિલ્હી

સૂર્ય કુંડળી

શું કહે છે જન્મના નક્ષત્રો
કંપનીની  સૂર્ય કુંડળીનો અભ્યાસ કરતા વૃષભ લગ્ન આવે છે અને લગ્નેશ શુક્ર બીજા સ્થાનમાં છે. આ ઉપરાંત કુંડળીમાં બીજા સ્થાનમાં શુક્ર, બુધ  અને ચંદ્રની યુતિ છે જ્યારે તૃતિય સ્થાનમાં શનિ, ચતુર્થ સ્થાનમાં મંગળ, છઠ્ઠા સ્થાનમાં કેતુ, અષ્ટમ સ્થાનમાં વક્રી ગુરુ અને બારમા સ્થાનમાં રાહુ છે. અષ્ટમ સ્થાનમાં રહેલો વક્રી ગુરુ દ્વિતિય સ્થાનમાં રહેલા શુક્ર, બુધ અને ચંદ્રને પૂર્ણ દૃષ્ટિથી જુએ છે.

એર ઇન્ડિયા માટે સખત સ્પર્ધાનો માહોલ
સૂર્યકુંડળીમાં ચંદ્ર અને ગુરુની પ્રતિયુતિ ગજકેસરી યોગનું ફળ આપે છે. શુક્ર લગ્નેશ અને છષ્ઠેશ છે તે ગુરુની પૂર્ણ દૃષ્ટિ હેઠળ હોવાથી એર ઈન્ડિયાને પ્રોડેક્શન આપે છે. ધનેશ તેમજ પંચમેશ બુધ પર ગુરુની પૂર્ણ દૃષ્ટિના કારણે કંપનીને આર્થિક સદ્ધરતા મળવાના પણ યોગ બને છે. પરંતુ ભાગ્યેશ અને કર્મેશ શનિ ચંદ્રના ઘરમાં શત્રુક્ષેત્રી છે. ઉપરાંત તેની પૂર્ણ દૃષ્ટિ ભાગ્યસ્થાન પર અને દશમ દૃષ્ટિ બારમે રહેલા રાહુ પર પડે છે જેથી શાપિત દોષ બને છે. ઉપરાંત છઠ્ઠે રહેલો કેતુ ધંધામાં અજ્ઞાત હરીફો, બળવાન હરીફો બનાવે અને તેના કારણે સમસ્યા થઈ શકે છે. 

શું તમે કારકિર્દીમાં અસંતુષ્ટ છો? તો કારકિર્દીમાં સફળતાના અાકાશને અાંબવા માટે અાજે જ જ્યોતિષીય પરામર્શ પ્રાપ્ત કરો. 

શું કહે છે ગોચરના ગ્રહો?
ગોચરના ગ્રહોનો અભ્યાસ કરતા ભાગ્યેશ અને કર્મેશ શનિ ધન રાશિમાં અષ્ટમ સ્થાનમાંથી ભ્રમણ કરે છે જેના કારણે કર્મસ્થાન અને ધનસ્થાન ઉપરાંત ધન સ્થાનમાં રહેલા ચંદ્ર, બુધ અને શુક્ર ડિસ્ટર્બ થાય છે. ગોચરનો રાહુ ત્રીજા સ્થાનમાં શનિ પરથી કેતુ ભાગ્ય સ્થાનમાંથી પસાર થાય છે. સૂર્ય અને બુધ મીન રાશિમાંથી લાભ સ્થાનમાંથી પસાર થાય છે. લગ્નેશ અને છષ્ઠેશ શુક્ર બારમે મેષ રાશિમાંથી પસાર થાય છે. સપ્તમેશ અને વ્યયેશ મંગળ આઠમા સ્થાનમાંથી ગુરુ  પરથી ભ્રમણ કરે છે. ગોચરનો ગુરુિ તુલા રાશિમાં જન્મના કેતુ પરથી ભ્રમણ કરે છે.

એર ઈન્ડિયાનો આગામી સમય કેવો રહેશે?
ભાગ્યેશ અને કર્મેશ શનિ પરથી રાહુનું ભ્રમણ કાર્યક્ષેત્રમાં અવરોધો ઉભા કરે છે. ઉપરાંત ચંદ્ર (પરાક્રમેશ), શુક્ર (લગ્નેશ- કંપનીની પરિસ્થિતિનો કારક અને છષ્ઠેશ – એક્ટિવિટિ અને કાર્યક્ષેત્રનો  કારક થાય છે) અને બુધ (ધનેશ અને પંચમેશ – કંપનની આર્થિક પરિસ્થિતિનો કારક થાય છે) પર પારગ્રહ શનિ અને મંગળની પૂર્ણ દૃષ્ટિ હોવાથી એર ઈન્ડિયા માટે પ્રબળ આર્થિક સંકટની સંભાવના રહે જે હાલમાં જોવા મળી રહી છે. ઉપરાંત એક્ટિવિટીના સ્થાનમાં કેતુ પરથી ગુરુનું ગોચર થોડા અંશે વચગાળાનો માર્ગ આપી શકે છે. આ ગુરુ ચંદ્ર (કંપનીની એક્ટિવિટી), શુક્ર (કંપનીની પરિસ્થિતિ) અને કાર્યક્ષેત્ર તથા બુધ (કંપનીની આર્થિક સ્થિતિ) પર તુલા રાશિમાં રહેલો ગોચરનો ગુરુ નવમી દૃષ્ટિથી જુએ છે. તે કર્મક્ષેત્રને પણ જુએ છે. સરકાર માટે કારક ગ્રહ સૂર્ય મીન રાશિમાં ચાલે છે જેથી કંપની પ્રેક્ટિકલ માર્ગ અપનાવી શકે છે. સૂર્ય 14-4-2018 થી 14-5-2018 દરમિયાન મેષ રાશિમાં રહેશે અને ત્યારબાદ 14-6-2018 સુધી વૃષભમાં રહેશે. આ સમય દરમિયાન એર ઈન્ડિયા પોતાનો 76  ટકા હિસ્સો વેચે તેવી સંભાવના નકારી શકાય નહીં. કારણ કે, 12-10-2018 સુધીનો સમય કંપની માટે એકંદરે મધ્યમ છે. તે પછી વૃશ્ચિક રાશિમાં ગુરુનું ભ્રમણ શરૂ થશે.  આમ ગ્રહોની સ્થિતિનું વિશ્લેષણ કરતા એર ઈન્ડિયાનું ખાનગીકરણ થવાની સંભાવના ઘણી પ્રબળ જણાઈ રહી છે.

શું તમે નોકરી બદલવા માંગો છો? શું તમારો અા નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય? દ્વિધામાં અટવાઇ ગયા છો? તો અમે તમારી મદદ કરી શકીએ છીએ. અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ પાસેથી પરામર્શ પ્રાપ્ત કરીને મનમાં રહેલી દરેક દ્વિધાઓ અને શંકાઓને દૂર કરીને યોગ્ય નિર્ણય લો. 

ગણેશજીના આશીર્વાદ સાથે
પ્રકાશભાઈ પંડ્યા

અાપની સમસ્યાઓના નિવારણ માટે હમણાં જ જ્યોતિષીઓ સાથે વાત કરો. 

06 Apr 2018


View All blogs

More Articles