For Personal Problems! Talk To Astrologer

હનુમાન જયંતિ 2018: કષ્ટભંજક દેવની આરાધનાનો અનમોલ અવસર એટલે હનુમાન જયંતિ


Share on :


“સબ સુખ લહે તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુકો ડરના”

તેમજ

“મનોજવં મારુત તુલ્ય વેગં જિતેન્દ્રિયમ્ બુદ્ધિમતાં વરિષ્ઠમ્ વાતાત્મજં વાનર યૂથ મુખ્યં શ્રી રામદૂતમ્ શરણં પ્રપધ્યૈ”


ઉપરોક્ત પંકતિઓ જોતા જ આપણને લાગે છે કે જેના શરણ માત્રમાં જીવનના તમામ સુખો સચવાયેલા છે.  જે આપણી પાસે  હોય તો કોઈનો પણ ડર આપણને સતાવતો નથી તેવા શ્રી હનુમાનજી જિતેન્દ્રિય, બુદ્ધિમાં શ્રેષ્ઠ, બળમાં શ્રેષ્ઠ, વાયુપુત્ર, વાનરોમાં મુખ્ય તેમજ ભગવાન શ્રી રામના અત્યંત પ્રિય અને શ્રી રામના દૂત છે. શ્રી હનુમાનજીને કળીયુગમાં જાગતા દેવ એટલે કે સાક્ષાત હાજર દેવ તરીકે ઉપમા આપવામાં આવી છે. આથી જ મુસીબતના સમયમાં તેમનું માત્ર સ્મરણ કરવાથી પણ મુશ્કેલી, અવરોધો દૂર થાય છે અને નવો માર્ગ મળે છે. આવા શ્રી હનુમાનજીનો જન્મ ચૈત્ર શુકલ પૂર્ણિમાના રોજ થયો હતો. આ વખતે 31-3-2018ને શનિવારના રોજ હનુમાન જયંતિ છે.

અાજના અા શુકનવંતા દિવસે, અમારા વિદ્વાન જ્યોતિષીઓએ હસ્તલિખીત તૈયાર કરેલ તમારો જન્માક્ષર રિપોર્ટ અાજે જ મેળવો

મંગળવારે જન્મ, મંગળ કાર્યો કરનારા, મંગલમય અને કષ્ટ ભંજન દેવ શ્રી હનુમાનજીને શતકોટિ વંદન. હનુમાનજીનો જન્મ ચૈત્ર શુકલ પૂર્ણિમાના રોજ થયો હતો. ચૈત્રી પૂર્ણિમાના રોજ હંમેશા ચિત્રા નક્ષત્ર આવે છે. ચિત્રા નક્ષત્રનો સ્વામી મંગળ છે માટે હનુમાનજીની આરાધાના મંગળવારે અને શનિવારે કરવામાં આવે છે. તેમ કરવાથી જાતકને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. હનુમાનજી ભગવાન શિવજીના રુદ્રાવતાર છે. રામાવતારમાં પોતાના પ્રભૂ શ્રી રામને મદદ કરવાના આશયથી તેઓ હનુમાનજી તરીકે અવતાર લઈને પોતાના આરાધ્ય દેવ શ્રી રામની સેવા કરે છે. શ્રી રામના આરાધ્ય દેવ ભગવાન શિવજી છે જ્યારે ભગવાન શિવજીના આરાધ્ય દેવ શ્રી રામ છે. રામેશ્વરની સ્થાપના શ્રી રામ ભગવાને કરી હતી. શ્રી રામ કહે છે કે, રામસ્ય ઈશ્વર ઈતિ રામેશ્વર. જ્યારે પ્રભૂ શિવ કહે છે કે, રામ  યસ્ય ઈશ્વર ઈતિ રામેશ્વર. આમ બંને એકબીજાને પોતાના ઈશ્વર માને છે.

પ્રભુ શ્રી રામ રાવણ સામેના યુદ્વમાં કઇ રીતે વિજયી બન્યા? વધુ વાંચો.

ચિત્રા નક્ષત્ર મંગળનું હોવાથી મંગળવારે હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવે તો સાહસ, આત્મબળ, આત્મચિંતન, બળ, બુદ્દિ અને વીરતામાં વધારો થાય છે. ઘણા શહેરોમાં હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની શોભાયાત્રા પણ નીકળે છે.

આ હનુમાન જયંતિએ શ્રી હનુમાનજીની પૂજા-આરધાના માટે નીચે કેટલાક સૂચનો આપ્યા છે

1. હનુમાનજીને તેલ, સિંદુર, અડદ ચઢાવવા. આંકડાની માળા ચઢાવી શકાય.
2. હનુમાનજીના મંદિરમાં રામ રક્ષા સ્તોત્ર વાંચવાથી આપને મજબૂત સુરક્ષા કવચ પ્રાપ્ત થશે.
3. પીપળાના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસા કરવાથી લાભ થાય.
4. મારુતિ સ્તોત્રનું પઠન કરવાથી બળ અને આત્મવિશ્વાસ વધે તેમજ મનમાં રહેલો ડર દૂર થાય.
5. પંચ મુખી હનુમંત કવચનો પાઠ કરી શકાય.
6. બજરંગબાણનું પઠન કરી શકાય.
7. હનુમંત અષ્ટકનો પાઠ કરી શકાય.

અાજે જ હનુમાનપૂજન યંત્ર મંગાવીને તેની શ્રદ્વાપૂર્વક પૂજા કરીને જીવનમાં રહેલી સમસ્યાઓ પર અંકુશ મેળવો.

જીવનમાં શાંતિ અને સમુદ્વિનું અાગમન કરવા માટે હમણાં જ રામ રક્ષા યંત્રની ખરીદી કરો 


ગણેશજીના આશીર્વાદ સાથે,
પ્રકાશભાઈ પંડ્યા

તમારી અંગત સમસ્યાઓના નિવારણ માટે અાજે જ વિદ્વાન જ્યોતિષીઓ સાથે સીધી વાતચીત કરો

30 Mar 2018


View All blogs

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

More Articles