For Personal Problems! Talk To Astrologer

વિજય માલ્યા માટે વર્ષ ૨૦૧૩નું ફળકથન


Share on :

18/12/1955 ના રોજ કોલકાતામાં જન્મેલા વિજય માલ્યા અલગ અને અનોખું વ્યક્તિત્વ ધરાવતા ઉદ્યોગપતિ છે. તેઓ ભારતના માનનીય સંસદ સભ્ય અને યુબિ ગ્રુપ ના ચેરમેન છે, અને યુબિ ગ્રુપ અલગ- અલગ વિવિધ પ્રકારના સેક્ટર જેવા કે ડીસ્ટીલેશન ,દારૂ ,ઉડ્ડયન, ફાર્માસ્યુટિકલ્સ ,રિયલ એસ્ટેટ , એન્જિનિયરિંગ, ખાતરો, બાયોટેકનોલોજી અને ઈન્ફૉર્મેશન ટૅકનોલૉજી સાથે જોડાયેલું છે.

ભારતીય બીયર બજાર નો 50% હિસ્સો કિંગફિશર બીયરે ક્વર કર્યો છે. યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ યુબિ ગ્રુપની ફ્લેગશિપ કંપની કહી શકાય.ઐતિહાસિક સીમાચિહ્નરૂપ એ છે કે તે વિશ્વમાં સૌથી વધુ વોલ્યુમ ધરાવતી કંપનીનું નામ છે.


વિજય માલ્યાની સૂર્ય કુંડળી
જન્મ તારીખ ૧૮-૧૨-૧૯૫૫, કોલકાતા

કિંગફિશર એરલાઈન્સને કારણે તેઓ વિવાદમાં છે પણ તેમણે 2004 માં ટીપુ સુલ્તાનની તલવાર અને 2009 માં મહાત્મા ગાંધીની પાંચ અંગત વસ્તુઓ જેવી કે ચશ્મા, પોકેટ ઘડિયાળ, ચામડાની સેન્ડલ,જે ગાંધીજીએ હાથે બનાવી હતી અને એક પ્લેટ અને બાઉલ કે જે તેમણે તેમના છેલ્લા ભોજન સમયે ઉપયોગમાં લીધા હતા તેવી ઐતિહાસિક કીમતી વસ્તુઓની ખરીદી કરીને ભારતનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે. આમ વિજય માલ્યા કંઈક હટકે કરવાની ટેવ ધરાવે છે.

સૌથી પહેલા એ વાત કરીએ કે વિજય માલ્યા છેલ્લા થોડા સમયથી શા માટે વિવાદમાં છે – તેનું કારણ એ છે કે 31/04/2008 થી 17/11/2009 દરમ્યાન મકરનો રાહુ વિજય માલ્યાના જન્મ ના ચંદ્ર પરથી ત્યાર બાદ 18/11/2009 થી 06/06/2011 દરમ્યાન ધનનો રાહુ વિજય માલ્યાના જન્મના સૂર્ય-બુધ-શુક્ર પરથી, ત્યાર બાદ 07/06/2011 થી 23/12/2012 દરમ્યાન વૃશ્ચિકનો રાહુ વિજય માલ્યાના જન્મના શનિ-રાહુ પરથી પસાર થઈ રહયો છે આમ રાહુનું આટલું લાંબુ ગોચર ભ્રમણ મોટા ગ્રહો પરથી થવાને કારણે તેમનો સમય સારો ના ગયો. પરંતુ હવે શું ?

આવનાર સમયમાં ગ્રહો અને નક્ષત્ર શું કહેવા માગે છે તેની ચર્ચા કરીએ તો 31/05/2013 સુધી ગુરુ મહારાજ વૃષભમાં રહેશે જે તેમના જન્મના કેતુ પર અને શનિ-રાહુ ની સામે રહેશે જે એટલો ફાયદો નહિ કરે ત્યારબાદ 01/06/2013 થી 2013 ના અંત સુધી ગુરુ મહારાજ મિથુનમાં રહેશે જે તેમના જન્મ ના સુર્ય-બુધ-શુક્ર સામેથી પસાર થશે જે તેમને પાછા યોગ્ય મુકામ પર લાવશે.

24/12/2012 થી 2013 ના અંત સુધી શનિ-રાહુ ની યુતિ તુલા રાશિમાં થશે જે તેમના જન્મના મંગળ પર થવાથી તેમણે તબિયતનું ધ્યાન રાખવું પડશે કારણ કે એકસીડ્ન્ટ થવાના યોગ ગણેશજી જૉઈ રહયા છે. એક્દરે પડકારો સાથે પ્રગતિના યોગ કહી શકાય.

12 Feb 2013


View All blogs

More Articles