For Personal Problems! Talk To Astrologer

આ મહિને થશે ગુરુનું રાશિ પરિવર્તન, તમારા પર શું અસર પડશે તે જાણો


Share on :


ગ્રહો પોતાની ગતિએ ચાલતા રહે છે અને નક્ષત્ર મંડળમાં રાશિ પરિવર્તન કરતા રહે છે. તેનું આ રાશિ પરિવર્તન આપણા જીવન પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વિવિધ પ્રકારે અસર કરે છે. ગુરુ હાલમાં વક્રી ચાલી રહ્યો છે. પોતાની આ વક્રી ગતિની સાથે ગુરુ 30 જૂને ધન રાશિમાં પ્રવેશ કરશે. જોકે, અહીં પહેલાંથી જ કેતુ બિરાજમાન છે. ગુરુ અહીં આવવાથી ગુરુ અને કેતુની યુતિ થશે જેથી ચાંડાલ દોષનું નિર્માણ થાય છે. આ દોષના કારણે તમામ રાશિઓને ગુરુના કારણે મળતા શુભત્વમાં ઘટાડો આવે છે. ધન રાશિમાં ગુરુની વક્રિ ગતિ સાથે પ્રવેશન કારણે અલગ અલગ રાશિઓ પર તેનો પ્રભાવ વિભિન્ન પ્રકારે જોવા મળશે. રાશિવાર પ્રભાવ વિશે અહીં વિગતો આપી છે. સાથે જ, જાણો ગુરુના અશુભ પ્રભાવથી બચવાના કેટલાક ઉપાય.

મેષ

ેષ રાશિના જાતકોએ માટે આ પરિવર્તન તેમની રાશિથી નવમા સ્થાનમાં થશે. ગુરુની આ ગતિ તમારી રાશિ માટે શુભ ફળદાયી રહેશે. ભાગ્યનો સાથ આપને મળતો રહેશે. જોકે, અહીં કેતુ હોવાથી ક્યાંકને ક્યાંક કામ બગડવાની સંભાવના નકારી શકાય નહીં. છતાં પણ, તમારે ઇમાનદારી સાથે પોતાનું કામ પૂરું કરવું જોઇએ તેવી સલાહ છે. આ દરમિયાન આપ ધાર્મિક યાત્રા કરો તેવી સંભાવના પણ છે.


વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે ગુરુનું આ પરિવર્તન આઠમા સ્થાનમાં થઇ રહ્યું છે. આ સમય દરમિયાન કેતુ સાથે ગુરુની યુતિ થઇ રહી હોવાથી તમારે ઘણું સંભાળીને ચાલવાનું છે. આપના આર્થિક લાભમાં વૃદ્ધિ થઇ શકે છે પરંતુ સાથે સાથે ખર્ચનું પ્રમાણ પણ ખૂબ વધશે. ક્યારેક ક્યારેક તમારી વાતોથી અન્ય લોકોમાં ગેરસમજ ઉભી થવાની શક્યતા પણ છે.

મિથુન

ગુરુનો ધન રાશિમાં પ્રવેશ આપના દાંપત્યજીવન માટે થોડો બહેતર પુરવાર થશે. છેલ્લા કેટલાક સમયથી આવી રહેલી મુશ્કેલીઓમાં હવે ઘટાડો થવાના અણસાર છે. જોકે, આ પરેશાનીઓ સંપૂર્ણપણે દૂર કરવા માટે તમારે કેતુનુ રાશિ પરિવર્તન થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. આ સમય દરમિયાન તમારા વ્યવસાયિક ભાગીદારો સાથે સંબંધોમાં ઘનિષ્ઠતા અને સુલેહ રહેવાની સંભાવના છે.

કર્ક

કર્ક રાશિ માટે ગુરુનું આ રાશિ પરિવર્તન થોડું પડકારજનક રહેશે. આ સમયમાં, તમારે નોકરીમાં કામનું ભારણ વધુ રહેશે. વારંવાર તમને નોકરી છોડવાનો વિચાર આવી શકે છે પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો કે અત્યારે તમારી ધીરજની કસોટી થઇ રહી છે. સ્થિતિ લાંબો સમય ટકવાની નથી. આ સમય દરમિયાન ઓફિસમાં સહકર્મચારીઓ સાથે તમારે વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે.


સિંહ

સિંહ રાશિના જાતકો માટે ગુરુનું આ રાશિ પરિવર્તન તેમની રાશિથી પંચમ સ્થાનમાં થશે. આ સમય દરમિયાન સંતાન સંબંધિત કોઇપણ ચિંતામાં ઘટાડો આવી શકે છે. જોકે, ગર્ભવતી મહિલાઓને આરોગ્યની વિશેષ કાળજી લેવાની સલાહ છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે પણ સારો સમય શરૂ થઇ રહ્યો છે. સંશોધન જેવા ઉચ્ચ અભ્યાસમાં એક ડગલું આગળ વધી શકશો.

કન્યા

આપની રાશિના જાતકોને સંપત્તિ સંબંધિત જે પણ કાર્યો ઘણા લાંબા સમયથી અટકેલા હતા તેમાં હવે ગતિવિધી તેજ થશે. આ સમય દરમિયાન નવું વાહન ખરીદવાની યોજના સાકાર થઇ શકે છે. જોકે, તમારે નવી જમીન, મકાન અથવા વાહન કોઇપણ ખરીદીમાં ઉતાવળે નિર્ણય ના લેવો જોઇએ.

તુલા

તુલા રાશિના જાતકો ગુરુના આ રાશિ પરિવર્તનના ફળરૂપે નવા પ્રવાસો ખેડે તેવી શક્યતા છે. જોકે, આ સમય દરમિયાન જો તમે ધ્યાન નહીં રાખો તો, કોઇપણ પ્રકારે સમસ્યા આવી શકે છે. ભાઇબહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે. છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં આવેલું અંતર હવે ઘટવા લાગશે.

વૃશ્ચિક

તમારા માટે ગુરુના આ રાશિ પરિવર્તનની અસરના કારણે ખર્ચમાં ઘટાડો આવશે. પરિવારના સભ્યો સાથે છેલ્લા કેટલાક સમયથી પરેશાની આવતી હોય તો, તેનું સુખદ નિરાકરણ આવશે. આ ગોચર દરમિયાન તમારે ખાસ તો વાહન ધીમે ચલાવવાનું છે. રોકાણ કરતા પહેલાં સો વાર વિચાર કરીને નિર્ણય લેજો, અન્યથા ખોટી જગ્યાએ રોકાણ થતા નાણાં ફસાઇ શકે છે.


ધન

ધન રાશિમાં જ વક્રી ગુરુનો પ્રવેશ થઇ રહ્યો છે. આ ગુરુ તમારી પોતાની રાશિમાં આવી રહ્યો છે અને અહીં કેતુ પહેલાંથી જ બિરાજમાન છે. આ ગોચર દરમિયાન તમારે આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. જોકે, તમારી વિચારધારા વધુ સકારાત્મક થશે તેમજ અનેક બાબતોમાં તમારી સલાહને ઉત્કૃષ્ટ માનવામાં આવશે.

મકર

તમારી રાશિના જાતકો માટે આ રાશિ પરિવર્તન પછી ખર્ચમાં વધારો આવી શકે છે. જોકે, તમારા ઘણા પૈસા કોઇ ધાર્મિક અથવા સેવાકીય કાર્યોમાં ખર્ચ થશે. ઘરમાં કોઇ માંગલિક પ્રસંગનું આયોજન પણ થઇ શકે છે. આ તબક્કા દરમિયાન વિદેશમાં રહીને વેપાર કરનારા અથવા વિદેશી કંપનીઓ સાથે વેપારમાં સંકળાયેલા લોકોને વિશેષ ફાયદો થઇ શકે છે.

કુંભ

કુંભ રાશિના જાતકો માટે આ પરિવર્તન નુકસાનદાયક નહીં રહે. ધીમે ધીમે તમારી આવકમાં વધારો થઇ શકે છે. આ સમય દરમિયાન, તમે પોતાના સોશિયલ નેટવર્ક પર ખર્ચ કરો તેવી સંભાવના છે. તમે સામાજિકરૂપે ખૂબ સક્રિય થઇ શકો છો. તમારા મિત્રોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

મીન

મીન રાશિના જાતકોને વ્યવસાયમાં વધુ ફાયદો થઇ શકે છે. આ સમયમાં, કાર્યસ્થળે તમને વધારાનું કામ સોંપવામાં આવે તેવી શક્યતા છે. જોકે, આ વધારાના કામને તમે સમસ્યા તરીકે જોશો તો પરેશાની આવી શકે છે. તમારે આ સમયમાં ધીરજપૂર્વક આગળ વધવાનું છે. માતાના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા રહેશે.

More Articles