For Personal Problems! Talk To Astrologer

ગૌતમ અદાણી માટે વર્ષ ૨૦૧૩નું ફળકથન


Share on :

ગૌતમ અદાણીએ પોતાની મહેનત અને લગનથી ભારતીય ઉદ્યોગ સાહસિકોમા સારી નામના મેળવી છે. ગુજરાતી જૈન કુટુંબ માં 24/06/1962ના રોજ અમદાવાદ શહેરમાં તેમનો જન્મ અને ઉછેર થયો છે. ફૉર્બ્સ માર્ચ-2012 ની બિલિયોનરની યાદીમાં 189 નંબર પર અને ભારતમાં 11 મા નંબર પર તેઓ સ્થાન ધરાવે છે.

ગૌતમ અદાણીએ ડાયમંડ સોર્ટર અને ત્યારબાદ ડાયમંડ બ્રોકર તરીકે પણ કામ કર્યું છે. તે પછી પ્લાસ્ટિક અને પૉલિવિનિલ ક્લોરાઈડ જેવી પ્રોડક્ટમાં પણ હાથ અજમવ્યો છે. પરંતુ ત્યારબાદ ગૌતમ અદાણીએ જે કર્યુ તેનો ઈતિહાસ સાક્ષી છે. તેમણે અદાણી ગ્રુપની સથાપના કરી જે અત્યારે એનર્જી લૉજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઑઈલ તથા ગેસ શારકામના વ્યવસાયમાં તેઓ અગ્રેસર છે.આવા ગૌતમભાઈ અદાણી વિશે ગણેશજી શું કહેવા માગે છે તેની ચર્ચા કરીએ.


ગૌતમ અદાણીની સૂર્ય કુંડળી
જન્મ તારીખ ૨૪-૦૬-૧૯૬૨, અમદાવાદ

સ્વગ્રહી મંગળ, સ્વગ્રહી શનિ, ચંદ્ર-ગુરુ નો લક્ષ્મીયોગ લઈ ને જન્મ લેનાર ગૌતમભાઈ અદાણીની સૂર્ય કુંડલી પ્રમાણે મિથુન લગ્ન ઉદિત થાય છે.સ્વગ્રહી મંગળ હોવાને કારણે તેઓ ખૂબ જ મહેનત અને જુસ્સાથી કામ કરવામાં માને છે અને તેમને પાવર, ઈલેક્ટ્રિકના વ્યવસાયમાં મળેલી સફળતા સ્વગ્રહી મંગળને આભારી છે.

સ્વગ્રહી શનિ હોવાને કારણે ધીરજ, લાંબાગાળા આયોજન અને કૉઈ પણ પ્રોજેક્ટને જોવાની દ્રષ્ટિ ખૂબ જ અદભૂત છે અને ચંદ્ર-ગુરુ નો યોગ જેમા ચંદ્ર નવમાંશમા વૃષભમા ઉચ્ચનો અને ગુરુ નવમાંશમા મીનમાં સ્વગ્રહી થાય છે જે કુંડલીને વધારાનું બળ પૂરું પાડે છે.

આવનાર સમયમાં ગ્રહો અને નક્ષત્રો શું કહેવા માગે છે તેની ચર્ચા કરીએ તો 31/05/2013 સુધી ગુરુ મહારાજ વૃષભમાં રહેશે જે તેમના જન્મના બુધ પરથી પસાર થશે જેને કારણે તેમના વ્યવસાયમાં અને ટ્રેડિંગમાં ખૂબ જ ફાયદો કરશે. ત્યારબાદ 01/06/2013 થી 2013 ના અંત સુધી ગુરુ મહારાજ મિથુનમા રહેશે જે તેમના જન્મના સૂર્ય પરથી પસાર થશે જેને કારણે તેમનો સૂર્ય બળવાન થશે અને સરકારથી ફાયદો થવાની શક્યતા વધી જ્શે.

24/12/2012 થી 2013 ના અંત સુધી શનિ-રાહુ ની યુતિ તુલા રાશિમા થશે જેને કારણે તેમનો પાંચમો ભાવ દુષિત થશે જે અદાણી પૉર્ટસ એન્ડ સ્પેશલ ઈકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી પાવર લિમિટેડ. અદાણી એન્ટરપ્રાઈઝિસ લિમિટેડ જેવી સ્ક્રિપ્ટોમાં ખૂબ જ વોલેટીલિટી બતાવશે અને ટ્રેડિંગમાં જોઈએ તેટલી મજા નહીં આવે. જો તમે લાંબા ગાળાના રોકાણકાર હશો હો તો વાંધો નહીં આવે. પણ આવનાર સમયમાં ગૌતમભાઈ અદાણી ને અલગ અલગ પ્રકારના પડકારોનો સામનો કરવો પડશે અને થોડીક માનસિક પરેશાની વધશે. પરંતુ એકંદરે ગુરુ મહારાજ અને ગણેશજી બંને નો સાથ ગૌતમભાઈ અદાણીને મળી રહેશે.

12 Feb 2013


View All blogs

More Articles