For Personal Problems! Talk To Astrologer

રાશિ પ્રમાણે જીવનશૈલી


વિવિધ રાશિઓની પ્રાધાન્યતાઓ જાણો. ચાલો જાણીએ કે, કોણ શ્રેષ્ઠ શોપિંગ પાર્ટનર બની શકે છે અને કોણ જીમમાં ઉત્તમ સાથી પુરવાર થઈ શકે છે! સાથે એ પણ જાણો કે, રમતગમત અને સ્વાસ્થ્ય બાબતે વિવિધ રાશિના જાતકોની પસંદ-નાપસંદ શું હોય.

મેષ

કોઈપણ બાબતે હંમેશા પહેલ કરવાની વૃત્તિ ધરાવતા આ રાશિના જાતકો આરંભે શૂરા હોય છે પરંતુ એક વખત પ્રયાસ શરૂ થયા બાદ તેમાં સતત રસ જાળવી રાખવો તેમના માટે અઘરું કામ છે. તેઓ શક્તિ અને ઉત્સાહથી છલકાતા હોય છે પરંતુ તેમનામાં અધીરાઈ અને બદલાતી માનિસકતા અવરોધો ઉભા કરે છે. મેષ જાતકો પોતાને ફીટનેસના દિવાના કહેવડાવવાનું પસંદ કરે છે. તેઓ અલગ અલગ રમતગમત અને શારીરિક કસરતોની પ્રવૃત્તિમાં ભાગ લે તો પણ નવાઈ નહીં. પરંતુ કસરત કે રમવા માટે તેમનું વળગણ યથાવત નથી રહેતું. જોકે કુદરતી રીતે જ તેમનામાં ખૂબ ઉત્સાહ છલકાતો હોવાથી સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશા આગળ વધવાની વૃત્તિ ધરાવે છે, ખાસ કરીને તેઓ દોડ, સાઈકલિંગ, બાઈકિંગ અને એરોબિક્સમાં વિશેષ રસ ધરાવે છે.

મેષ જાતકો કોઈપણ બાબતે સમકાલિન, ઝડપી અને પડકારજનક શબ્દો પર ભાર મુકે ત્યારે તેમનો ઓટોમોબાઈલ પ્રત્યેનો પ્રેમ પ્રતિબિંબિત થાય છે. મેષ જાતકોને સ્પોર્ટ્સ બાઈક અને સ્પોર્ટ્સ કાર ચલાવવી ગમે છે. તેઓ કોઈપણ વાહન ચલાવવા માટે પસંદ કરે તે રૂઆબદાર અને મોભાદાર લાગવું જરૂરી છે. કપડા, એક્સેસરિઝ, આભૂષણો અને પગરખાં જેવી અન્ય ચીજોની પસંદગી કરતી વખતે પણ તેમનો આ સ્વભાવ ઝળકે છે. તેઓ હંમેશા સ્ટાઈલને મહત્ત્વ આપે છે અને અદ્યતન શૈલીના આભૂષણો તેમજ વસ્ત્રો ખરીદે છે. માટે શોપિંગ પર જતી વખતે તેમને સાથે લઈ જવામાં ચતુરાઈ છે કારણ કે તેઓ આપને કોઈપણ વસ્તુ ખરીદવાનો અતિ આગ્રહ નહીં કરે પરંતુ આધુનિક ટ્રેન્ડ અને સ્ટાઈલથી અવગત કરી શોપિંગ માટે યોગ્ય સ્થળ જરૂર સુચવે છે.

વૃષભ
હઠીલા અને સ્થિર સ્વભાવના વૃષભ જાતકો વ્યવહારુ અભિગમ ધરાવે છે, માટે તેઓ શારીરિક તંદુરસ્તી અને નિયમિત કસરતના મહત્ત્વની કદર કરે છે. પરંતુ અન્ય ઘણી પ્રવૃત્તિઓ અને વિનોદવૃત્તિ તરફી તેમની મનોવૃત્તિના કારણે વૃષભ જાતકોની આ સૂઝનો અમલ કરવો મુશ્કેલ બની જાય છે. માટે વૃષભ જાતકો માટે તેમની પ્રવૃત્તિ અથવા વાંચનના સમયને કંટાળાજનક બનતો અટકાવવા માટે તેમાં વિરામ લેવાનું કે તેનું વિભાજન કરવાનું તેમના માટે અઘરું થઈ પડે છે. જોકે, જ્યારે કોઈપણ રમત કે મસ્તીની પ્રવૃત્તિની વાત આવે ત્યારે તેઓ પોતાની કસરતની ઉણપ પૂરી કરવા ઉપરાંત તેમાંથી આનંદ પણ માણે છે. તેઓ હોડી ચલાવવી, રસ્સીખેંચ, પર્વતારોહણ, પદયાત્રા, રોમાંચક પ્રવાસ અને બાગકામ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પોતાના સાહસ અને શક્તિની કસોટી કરવાનું તેમને ગમે છે. વૃષભ જાતકોને બાસ્કેટબોલ, વોલિવોલ, ક્રિકેટ, ગોલ્ફ, રગ્બી જેવી રમતો ખૂબ પસંદ હોય છે.

ભૌતિકવાદી વૃષભ જાતકો દ્રઢપણે માને છે કે તેમની પાસે સારા વસ્ત્રો, મનપસંદ વાહનો જેવી ચીજો હોવી જોઈએ. તેમની આ ઈચ્છા કદાચ હંમેશા પુરી ન થાય તો પણ તેઓ આ માન્યતા છોડવાનું પસંદ નથી કરતા. આભૂષણોની વાત કરીએ તો, તેમને લોકો કરતા ચડિયાતા અને બેશકપણે મોંઘા દાગીના પસંદ હોય છે. તેમને હીરા અને હંમેશ માટે અદ્યતન લાગે તેવા ઘરેણા ખૂબ ગમે છે. જો તમારે ખરેખર કંઈક અલગ ચીજ ખરીદવી હોય તો શોપિંગ પર જતી વખતે વૃષભ જાતકોને સાથે લઈ જવા. કંઈક વિશેષ વસ્તુ મેળવવાની તેમની ઝંખનાના કારણે આ જાતકોની પસંદગી અસામાન્ય હોય છે. માટે ટોળામાં રહીને પણ અલગ દેખાવાની ઈચ્છા હોય તો વૃષભ જાતકોની સલાહ માનવી બહેતર રહેશે.

મિથુન
સતત સક્રિય અને અશાંત સ્વભાવના મિથુન જાતકોને રમતગમત અને શારીરિક કસરતો ગમે છે પરંતુ પાર્ટી તેમજ સામાજિક મેળાવડામાં ભાગ લેવાનું તેમને વધુ પસંદ હોય છે. જોગિંગ, સ્પિનિંગ, ડાન્સિંગ અને આનંદ આવે તેવી રમતો આ જાતકોને સૌથી વધારે પસંદ હોય છે. જોકે મોટાભાગના મિથુન જાતકો જીમમાં પણ કસરત કરીને આનંદ ઉઠાવી શકે છે. તેમને મશીન અને વજનદાર ઉપકરણો સાથે મહેનત કરવાનું ગમે છે એટલે નહીં પરંતુ જીમમાં સૌથી રસપ્રદ સાથી ઝડપથી શોધી કસરત પછી સ્વાદિષ્ટ નાસ્તાનો આનંદ કેવી રીતે માણવો એ તેઓ ખૂબ સારી રીતે જાણતા હોવાથી તેમને જીમમાં પણ આનંદ આવે છે. રમતની વાત હોય તો જોડીમાં રમી શકાય તેવી દરેક રમતો તેમને ગમે છે આથી બેડમિંટન, ટેનિસ, ચેસ અથવા બિલિયર્ડની રમતનો તેઓ ખૂબ આનંદ ઉઠાવે છે. આ ઉપરાંત સ્પર્ધાત્મક રમતો અને ગ્રૂપમાં થતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું પણ તેમને ખૂબ ગમે છે.

સમાજમાં ખૂબ સારી રીતે સક્રિય રહેવાની કળા પણ તેમનો અન્ય એક મહત્ત્વપૂર્ણ ગુણ છે – તેમજ વાટાઘાટો અને ભાવતાલ કરવાનું કૌશલ્ય પણ તેઓ જાણે છે. આ જાતકો માત્ર બ્રાન્ડનું નામ જોઈને ખરીદી કરનારા નથી હોતા. મિથુન જાતકો અને ખાસ કરીને મહિલા જાતકો જ્યારે ઓછા બજેટમાં, રસ્તા પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરવાની હોય ત્યારે સારા સાથી પુરવાર થાય છે. જોકે છતાં પણ, નબળા આભૂષણો કે નબળી કક્ષાનું ફર્નિચર અથવા અન્ય ચીજો ખરીદવી તેમને ગમતી નથી. ખરેખર તો, સામાન્ય સંજોગોમાં આનંદપ્રેમી મિથુન જાતકો શોપિંગ બાબતે રૂઢિવાદી, વ્યવહારુ અને ઉપયોગિતા પર ભાર મુકનારા હોય છે. માટે શોપિંગ વખતે તેઓ આપને કંટાળો પણ નહીં આવવા દે! કાર્યદક્ષતા અને આર્થિક બાબતે તેમની સાદાઈની પ્રાધાન્યતા વાહનની પસંદગી વખતે પ્રતિબિંબિત થાય છે.

કર્ક
કર્ક જાતકો કંઈક હાંસલ કરવાનું સપનું જુએ તો, પોતાની સંવેદનના તાલમેલ બેસાડવો તેમના માટે જરૂરી બની જાય છે! તેમના પ્રયાસો ઈચ્છિત પરિણામ ન આપતા હોય તેવું લાગે તેવી શક્યતાઓ આપને ઘણી વધારે જોવા મળશે. શા માટે? કદાચ તેની પાછળ અનિયમિતતા અને ધગશનો અભાવ હોઈ શકે છે! જોકે, તેમને જીમમાં જવા માટે કોઈ યોગ્ય સાથી મળી જાય તો પછી કદાચ વહેલી સવારે પણ કામ કરવાનું આવે તો તેઓ ઝડપથી તૈયાર થઈ જાય છે. મિત્ર કે પાર્ટનરના રૂપમાં ભાવનાત્મક સંબંધ તેમને જરૂરી પ્રોત્સાહન પુરુ પાડે છે જેથી કર્ક જાતકો તેમના લક્ષ્ય તરફ આગળ વધે છે. તેમને બાહ્ય વોટરસ્પોર્ટસ પણ ખૂબ જ પસંદ હોય છે. મૂળ જળ તત્વના આ જાતકોને વોટર પોલો, બોટ રેસ, પેરા સેઈલિંગ, આઈસ હોકી અને સ્કીઈંગ જેવી રમતોમાં ભાગ લેવાનું ખૂબ ગમે છે.

મોટાભાગના કર્ક જાતકો નિયમિતપણે શોપિંગ પર નથી જતા, પરંતુ જો તેઓ શોપિંગના મૂડમાં આવી જાય તો તેમને કોઈ રોકી પણ શકતા નથી. શોપિંગ તેમના માટે મુક્તિનો અનુભવ હોય છે. તેઓ શોપિંગ કરતા હોય ત્યારે તેનો પુરો આનંદ માણી લેવા માંગે છે. ઘણા ચતુર ગણાતા કર્ક જાતકો, તેમના ખર્ચાનું મહત્તમ વળતર પણ મેળવી શકે છે. બીજા પર પોતાની પસંદગી લાદવાનો સહેજ પણ આગ્રહ ન રાખતા, ઉત્તમ શોપિંગ પાર્ટનર એવા આ જાતકો, શોપિંગ વખતે આપ કેટલો ખર્ચ કરી રહ્યા છો તેની ક્યારેય ટકોર પણ કરતા નથી. તેમને કિંમતી આભૂષણો ખરીદવા ગમે છે અને તેમના સંગ્રહમાં દરિયાઈ મોતી અને મોંઘા રત્નોનો સંગ્રહ મળી આવે છે. સામાન્યપણે બાહ્ય દેખાવને ખાસ મહત્ત્વ ન આપતા હોવા છતાં, કર્ક જાતકો મોંઘી અને ભપકાદાર કાર કે અન્ય વાહન ખરીદવામાં લાંબો વિચાર કરતા નથી. જોકે તેમ છતાં પણ તેઓ પોતાની જે જૂની કાર કે બાઈક સાથે લાગણીથી જોડાયેલા હોય તે ચલાવવામાં તેમને વધુ આનંદ આવે છે.

સિંહ
પોતાની અંદર રહેલા શક્તિ અને ઉત્સાહના ભંડારનો યોગ્ય દિશામાં ઉપયોગ કરતા સિંહ જાતકો એવી પ્રવૃત્તિઓ વધુ પસંદ કરે છે જેમાં તેઓ શારીરિક રીતે વધુ સક્ષમ બની શકે. જોકે છતાં પણ, કેલરી દહન કરવાની પરંપરાગત પદ્ધતિઓમાં તેમને ખાસ રસ પડતો નથી. આમ, સમકાલિન અને ‘ભિન્ન’ ગણી શકાય તેવી નિયમિત પ્રવૃત્તિઓ જેમ કે કિક-બોક્સિંગ, એક્વા-એરોબિક્સ, બોલરૂમ ડાન્સિંગ અથવા હોટ યોગ શરીર સૌષ્ઠવ જાળવી રાખવા માટે તેમને વધુ અનુકૂળ રહે છે. રમતગમતની વાત આવે ત્યારે સિંહ જાતકોને ભદ્ર સમાજની ગણાતી રમતોમાં વધુ રસ પડે છે. માટે આ જાતકો જેમાં શાહી અંદાજ હોય તેવી રમતોમાં ભાગ લે છે. આથી ખૂબ સારા મનોરંજન માટે પોલો, ઘોડેસવારી, ગોલ્ફ, યૅચિંગ અને કાર રેસિંગ જેવી રમતો તેમને વધુ અનુકૂળ રહે છે. તેઓ જુગાર અને કેસિનોની મુલાકાત લે તેવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં.

કર્ક રાશિ કરતા વિપરિત, સિંહ જાતકો બાહ્ય દેખાવને વધુ મહત્ત્વ આપે છે. કેટલાક ચોક્કસ પ્રકારના ભપકા કે ઠાઠમાઠને મહત્ત્વ આપતા સિંહ જાતકોને બિન્દાસ અને બેફીકર દેખાય તેવી સ્ટાઈલ વધુ ગમે છે માટે વસ્ત્રો, વાહન અને આભૂષણોની ખરીદી વખતે તેમની પસંદગીમાં આ ગુણ પ્રતિબિંબિત થાય છે. જો ખિસ્સામાં નાણાં હોય તો સિંહ જાતકોને લેમ્બોર્ગિની, રોલ્સરોયસ, બેન્ટલી અથવા જાતે તૈયાર કરેલી કોઈ વિન્ટેજ કાર લેવામાં તેઓ ગર્વ અનુભવે છે. ઘરેણાંની ખરીદી કરવા જાય ત્યારે આ જાતકો નાજૂક મોતીની વીંટી જેવી ચીજો પસંદ કરવાના બદલે ટૂંકો હાર, ડોકિંયુ, ચળકતા રત્ન જડેલી વીંટી કે સુંદર બ્રેસલેટ ખરીદવાનું વધારે પસંદ કરે છે. તેમજ જો શોપિંગ વખતે તેઓ આપને જોડે જવાનું આમંત્રણ આપે તો જરૂર જજો કારણ કે તેમની સાથે જવાથી આપને વિનય અને આનંદપૂર્ણ સંગાથનો અનુભવ થશે. જોકે તમે તેમને શોપિંગ પર સાથે લઈ જાવ ત્યારે પણ આવો જ અનુભવ થાય તેવું જરૂરી નથી!

કન્યા
વફાદાર અને નિષ્ઠાવાન કન્યા જાતકો નિયમિત પરસેવો પાડવામાં માને છે. સ્વાસ્થ્ય અને તંદુરસ્તી મામલે સૌથી જાગૃત ગણાતી આ રાશિના જાતકો, હંમેશા ચુસ્તિ-સ્કૂર્તિમાં રહેવા માટે એરોબિક્સ, યોગ, જોગિંગ અથવા ડાન્સિંગનો સહારો લેતા હોય છે. તેઓ હંમેશા કુદરતી દેખાવ અને અનુભવ પર વધુ ભાર મુકે છે.. શારીરિક તંદુરસ્તી ઉપરાંત માનસિક પુનરુર્જિત થવું પણ જરૂરી એવું તેઓ માને છે. માટે તેઓ વારંવાર બાસ્કેટબોલ અને જીમ્નેસ્ટિકની રમતોમાં ભાગ લેવા ઉપરાંત બૌદ્ધિકતામાં વધારો કરતી રમતો પણ પસંદ કરે છે. તેઓ સ્વસ્થ રહેવા માટેના પ્રાકૃતિક ઉપાયો પણ અપનાવતા જોવા મળે છે જેમાં નિયમિત ભોજન અને પુરતી ઉંઘ પર પણ તેઓ ધ્યાન આપે છે.

કોઈપણ બાબતે પાયાથી ચોક્કસાઈનો આગ્રહ રાખતા કન્યા જાતકો શોપિંગ બાબતે પણ ખૂબ નાની નાની વાતો પર ધ્યાન આપે છે. જોકે છતાં અહીં પણ કેટલીક બાબતોમાં તેમનું બેવડું વલણ જોવા મળે છે. જો તેમને કોઈપણ વસ્તુ પસંદ પડી જાય તો સહેજ પણ ભાવિ આયોજન વગર જ તે ખરીદી લે છે, તો બીજી તરફ, અન્ય કોઈ ચીજની ખરીદી કરતા પહેલા પાંચ દુકાને પુછ્યા પછી જ નિર્ણય લે છે. દેખાવ તેમના માટે મહત્ત્વ ધરાવે છે પરંતુ માત્ર તેના પર જ ધ્યાન નથી આપતા. કન્યા જાતકોમાં માત્ર બે કિસ્સામાં જ ઘરેણાં ખરીદે છે – એક તો જો તેમને રોકાણ માટે યોગ્ય વિકલ્પ લાગે તો, અથવા જો તેમને કોઈ વસ્તુ ખૂબ જ પસંદ પડી જાય તો. કિંમતી ધાતુઓ અથવા કિંમતી રત્નોના આભૂષણોને તેઓ પહેલી પસંદગી આપે તેમાં કોઈ જ નવાઈ નહીં. ઈમિટેશન ચીજોમાં તેઓ થોડા ઓછા કિંમતી રત્નો, ટૂંકા અને મનને આકર્ષે તેવા અથવા પરંપરાગત દેખાવથી લોકોમાં ભિન્ન લાગે તેવા ઘરેણાં તેઓ પસંદ કરે છે. કન્યા જાતકોની વાહનની પસંદગી થોડી વિચિત્ર હોય છે, તેમને આનંદ અપાવી શકે તેવા મોંઘા મોડેલનું વાહન ન ખરીદી શકે તો તેઓ, રિપેરિંગ કરીને તૈયાર કરેલું વાહન પસંદ કરીને સામાન્ય બજેટની કાર કે બાઈક ચલાવવાનું પસંદ કરે છે.

તુલા
સ્થિર અને સંતુલિત મગજના તુલા જાતકોની જિંદગી અને પસંદગી મુખ્ય બે બાબતોને કેન્દ્રમાં રાખીને તેની આસપાસમાં જ જોવા મળે છે. પોતાના જીવનમાં પણ દરેક બાબતે તેઓ સંતુલન ઈચ્છે છે અને સ્વાસ્થ્ય તેમજ શારીરિક તંદુરસ્તી પણ તેમાંથી બાકાત નથી. મેડિટેશન, યોગ તેમજ શાંતિ અને સંતુલન આપતી અન્ય કસરતો તરફ તેઓ આકર્ષાય છે. તેમના મતે કસરત એટલે માત્ર કેલરી દહન કરવાની પ્રવૃત્તિ જ નહીં પરંતુ જેમાં જુસ્સો અને વધુ બહેતર લાગણીનો અંદરથી અનુભવ થવો પણ જરૂરી છે. તાઈ ચી, કલારિપયત્તુ અને કેન્ડો જેવી બિનપરંપરાગત કસરતો તુલા જાતકોને વધુ પસંદ પડે છે. એંકદર સ્વાસ્થ્ય માટે તુલા જાતકો આરામ, શાંતિ અને આનંદ, આ ત્રણેય બાબત પર ધ્યાન આપે છે – કારણ કે તેઓ હંમેશા સંતુલનના હિમાયતી હોય છે. રમતની વાત કરીએ તો, તેમને એથલેટિક પ્રવૃત્તિઓ ખૂબ જ પસંદ હોય છે જેમાં તેઓ પોતાના સંતુલનની કસોટી પણ કરી શકે છે. આથી. જિમ્નેસ્ટિક, સ્પિનિંગ, વિધ્નદોડ, સ્કેટબોર્ડિંગ અથવા સ્કેટિંગની રમત તેમના માટે વધુ અનુકૂળ રહે છે.

આપને જાણીને નવાઈ લાગશે કે, વિવેકી, સ્ટાઈલિશ અને મોટાભાગે સારી રીતે તૈયાર થઈને રહેતા તુલા જાતકોને શોપિંગ કરવું ગમતું નથી! તુલા રાશિના પુરુષ જાતકોને તેમની પત્નિ કે ગર્લફ્રેન્ડનો શોપિંગ ખર્ચ સહેજ પણ ગમતો નથી. બીજી તરફ, તુલા રાશિની મહિલા જાતકો, મોઘી અને ડિઝાઈનર ચીજો ખરીદવી કદાચ ગમે છે પરંતુ, પોતાની જાત કરતા તેમના નિકટવર્તીઓ માટે ખરીદી કરવી તેમને વધુ પસંદ હોય છે. જોકે આધુનિક ફેશન અને ટ્રેન્ડ જાણવા માટે તેમની પાસેથી સલાહ લઈ શકાયૉ, અને તેઓ ખુશીથી સલાહ આપે પણ છે. તેમજ, એક વાત ક્યારય ન ભુલવી કે, તેમને કંઈક ભિન્ન લાગે તેવી ભેટ સોગાદો મેળવવાનું ખૂબ ગમે છે – જેમાં ટૂંકા અને સુંદર આભૂષણો તેમને આપી શકાય. જોકે આમ તો, ઘરેણાં પહેરવા કે ખરીદવાનું તેમને વધુ પસંદ છે એવું નથી. આભૂષણોની ખરીદી મોટાભાગે તેઓ રોકાણના હેતુથી કરે છે. વાહન ખરીદવાની વાત હોય ત્યારે પણ તેમનો આ અભિગમ જોવા મળે છે. ખરેખર તો, મોટાભાગે તેમની પાસે વારસામાં મળેલું વાહન જ જોવા મળે છે.

વૃશ્ચિક
પોતે જે કંઈપણ કરે તેમાં સ્પર્ધાત્મક અને નિષ્ઠાવાન રહેતા વૃશ્ચિક જાતકો હંમેશા પોતાની શારીરિક શક્તિ અને માનસિક સ્વાસ્થ્ય વધુ બહેતર બનાવવાની પદ્ધતિઓ શોધતા હોય છે. આ ઉપરાંત, તેમનામાં શક્તિ અને આંતરસૂઝનો સંચાર કરી શકે તેવી કોઈપણ પ્રવૃત્તિ તેમને પસંદ હોય છે. આમ, શારીરિક તાલિમની વાત હોય તો, આ બાબતો તેમના માટે દિશાસૂચક બળ પુરવાર થાય છે. વિનાયશ-યોગ, પાવર-યોગ, પર્વતારોહણ અથવા મલ્ટીજિમ પ્રવૃત્તિઓ તેમના સ્વભાવ સાથે એકદમ બંધબેસે છે. રમતની વાત કરીએ તો, તીવ્ર એથલેટિક પ્રવૃત્તિઓ અથવા મેરેથોન રેસ કે જેમાં તેઓ પોતાના શક્તિ અને સામર્થ્યની કસોટી કરી શકે તેવી રમતોમાં આ જાતકો આનંદ મેળવે છે. આ ઉપરાંત, ચેસ કે મોનોપોલી જેવી રમતોમાં આ જાતકોને હરાવવાનું ઘણી વખત અઘરું પડી જાય છે. આ એવી રમતો છે જેમાં ચોક્કસ વ્યૂહરચના તો નક્કી કરવી જ પડે છે ઉપરાંત, તેમાં આ જાતકો પોતાની તજજ્ઞતા બહાર લાવી શકે છે. જો આ કોઈ જ રમતમાં તેઓ ભાગ ન લે તો, દિવસના અંતે આનંદ માટે તેઓ શક્તિશાળી બાઈક કે સમયની કસોટી પર ખરી ઉતરેલી કાર લઈને ડ્રાઈવિંગ પર નીકળવું તેમને ખૂબ ગમે છે. જોકે તેમણે પસંદ કરેલું વાહન મજબૂત, ભરોસાપાત્ર અને સારી રીતે જાળવણી થયેલું હોવાનું જરૂરી છે.

આકર્ષક અને મોટાભાગે મોહિત કરી દેતા વૃશ્ચિક જાતકો વસ્ત્રોની ખરીદીમાં ખૂબ જ ભિન્ન અને ચોક્કસ પસંદગીવાળા હોય છે. તેમની કેટલીક નક્કી પસંદગીઓ હોય છે, અને તે અંગે કોઈ સલાહ આપે તે જરાય પસંદ નથી હોતું. સામાન્યપણે વૃશ્ચિક મહિલા જાતકોનો કબાટ ઘણો પસંદગીપૂર્ણ હોય છે, અને અનેક લોકો માટે તે ઈર્ષાનું કારણ પણ બની શકે છે. કેટલાક વૃશ્ચિક જાતકો વસ્ત્રો અને એક્સેસરીઝની ખૂબ જ સારી પસંદગી ધરાવે છે, અને ઘણા જાતકો પોતાની પાસે રહેલા સૌથી સુંદર અને ભાગ્યેજ મળતા આભૂષણો કે કિંમતી રત્નોના કારણે ગૌરવ અનુભવતા હોય છે. પરીક્ષણ કરાયેલી બ્રાન્ડ્સ તેમને જરૂર આકર્ષે છે પરંતુ, તેમનો આ વિશ્વાસ અનન્ય ચીજ મળે એટલા માટે નહીં, પરંતુ ટકાઉપણાનો ભરોસો મળે એટલા માટે હોય છે. મોટાભાગની વૃશ્ચિક મહિલાઓને શોપિંગ ખૂબ જ પસંદ હોય છે. જોકે આ રાશિના ઘણા પુરુષો, શોપિંગ પ્રવૃત્તિઓમાં વત્તા ઓછા પ્રમાણમાં અલગ અભિગમ ધરાવે છે. જોકે તમારી ખરીદીનું બિલ ચુકવવામાં ક્યારેય અણગમો દર્શાવતા નથી અને સહેજ પણ આનાકાની વગર ખિસ્સુ હળવું કરે છે. કદાચ તેઓ વધુ પડતી પ્રસંશા કરવામાં પણ માનતા નથી!

ધન
શક્તિના ભંડાર તરીકે ઓળખાતા ધન જાતકોમાં ખૂબ શક્તિ અને ટકી રહેવાની તાકાત હોય છે અને રોજિંદા કાર્યોને પણ થોડા ગંભીરતાથી લેવાની વૃત્તિ ધરાવે છે. તેઓ કોઈપણ બાબતના મૂળ સુધી પહોંચવાની આવડત ધરાવતા હોય છે, અને પોતાના દરેક પગલાંનું ખૂબ જ ચતુરાઈપૂર્વક આયોજન કરે છે.. સાહસિક અને હંમેશા અખતરા કરવા માટે તૈયાર રહેતા આ જાતકો, જોકે, નાની નાની બાબતોનો અતિરેક કરવા લાગે ત્યારે નિષ્ફળ રહે છે. સૌથી વધુ સ્પર્ધાત્મક પરિસ્થિતિ કે જ્યાં તેમને પોતાનું સામર્થ્ય બતાવવાની અને વધારવાની તક મળે ત્યાં તેઓ ખીલી ઉઠે છે. સાહસો, ગ્રૂપમાં થતી પ્રવૃત્તિઓ, સ્ક્વૉશ, લૉન ટેનિસ, સ્વિમિંગ, ઘોડેસવારી અને બાસ્કેટબોલ, હાઈકિંગ કે ટ્રેકિંગ જેવી જોશીલી રમતો તેમની સંવેદનાઓને સ્પર્શી જાય છે. જો આટલામાં તેમને સંતોષ ન મળી શકે તો પોતાના વૈભવી વાહનમાં તેઓ નવા નવા સ્થળે તેઓ ફરવા નીકળી જાય છે.

તમામ રાશિમાં સૌથી સારા વસ્ત્રો પહેરનાર જાતકને એવોર્ડ આપવાનો હોય તો ચોક્કસ આ રાશિના જાતકો મેદાન મારી જાય. ધન રાશિના જાતકો યોગ્ય સમયે યોગ્ય વસ્ત્રો પહેરવાની ખૂબ જ સારી સૂઝ ધરાવતા હોય છે. ધન રાશિની મહિલાઓને ખરીદીમાં ખૂબ પારંગત માનવામાં આવે છે કારણ કે કઈ વસ્તુ ક્યારે અને ક્યાંથી ખરીદવી એ તેઓ સારી રીતે જાણતા હોય છે. આભૂષણોની ખરીદીમાં પણ તેમનો ગુણ ઝળકે છે. તેમનામાં ભાવતાલની કળા પણ ખૂબ સારી હોવાથી તેઓ કોઈપણ વસ્તુ તદ્દન વાજબી ભાવે લાવી શકે છે. બીજી તરફ, ધન રાશિના પુરુષો શોપિંગ વખતે એકબાજુ શાંતિથી બેસીને સમગ્ર દૃશ્ય નિહાળવામાં વધુ આનંદ અનુભવે છે. આમ, શોપિંગ કરતી વખતે જો ખાસ કરીને બંનેના વિચારો મળતા આવતા હોય તો તેમને સાથે લઈ જવામાં કંઈ જ ખોટું નથી!.

મકર
કસરત અને તંદુરસ્તીના કાર્યક્રમોથી કેટલો ફાયદો થાય છે તેના વખાણ સ્વાસ્થ્યને સમર્પિત મકર જાતકો કરતા વધુ સારી રીતે બીજુ કોઈ ન કરી શકે. મકર જાતકો કોઈપણ ધમાકેદાર મ્યુઝિક પાર્ટીમાં ભાગ લેતા પહેલા પણ આકરા કામ કરીને પરસેવો પાડવાની ક્ષમતા ધરાવે છે. તેઓ પોતાના પર રહેલી તમામ જવાબદારીઓ સારી રીતે નિભાવતા હોવાથી, તંદુરસ્ત રહેવા માટે વિવિધ પદ્ધતિઓ વચ્ચે ખૂબ સારું સંતુલન જાળવી શકે છે. વેઈટ્સ, કાર્ટિઓ, યોગ, એરોબિક્સ અથવા વોકિંગ તેમને પસંદ હોય છે અને મકર જાતકોએ તેમના વ્યસ્ત શિડ્યુલને ધ્યાનમાં રાખી આ બધા સાથે તાલ મિલાવવો પડે છે. આ ઉપરાંત તેઓ, ટ્રેકિંગ, ફૂટબોલ અથવા કોઈ કુદરતી ઉપચારમાં પણ સફળતાપૂર્વક ભાગ લઈ શકે છે, પરંતુ આ બધુ જ તેમના કામમાંથી સમય મળે તો જ તેઓ કરે છે. આ ઉપરાંત પોતાની શક્તિ અને જુસ્સાની કસોટી થાય તેવી સ્પર્ધાત્મક રમતો પણ તેમને આકર્ષે છે.

સ્વભાવે વ્યવહારુ અને દૂરંદેશી મકર જાતકો, શોપિંગમાં લાગણીથી ડુબી જતા લોકોની શ્રેણીમાં નથી આવતા. મકર રાશિની મહિલા અને પુરુષો ખૂબ ધીરજવાન શોપિંગ સાથી બની શકે છે, અને મૂડમાં હોય ત્યારે યોગ્ય ચીજ શોધવા પાછળ કલાકો તો શું કદાચ દિવસો પસાર થઈ જાય તો પણ તેમને કોઈ વાંધો નથી હોતો. જ્યારે તેમની પસંદગીની ચીજની વાત હોય ત્યારે આ ગુણ એકદમ બરાબર બેસે છે – કદાચ આ માટે તેઓ એટલી ધમાલ પણ મચાવી દેશે કે આપ થાકી અને કંટાળી જશો. પરંતુ અંતે જે પરિણામ આવશે તે જોઈને કદાચ આપને ઈર્ષા આવી જશે. જોકે, મોટાભાગે અન્ય પ્રસંગોમાં તેઓ પોતાના કામમાં ખૂબ જ પરોવાયેલા રહેતા હોવાથી શોપિંગ માટે અલગ સમય ફાળવવામાં પરેશાની અનુભવે છે માટે શોપિંગ તેમના આખા દિવસના કામમાં વધારાનું કામ જ બની જાય છે! ઘરેણાંની વાત કરીએ તો, આ બાબતે તેમની પ્રાધાન્યતા ઘણી ઓછી હોય છે. પરંપરાને પસંદ કરતા હોવાથી આ જાતકો પરંપરાગત ડિઝાઈનના તેમજ હંમેશા ટ્રેન્ડમાં રહેતા અને છતાં પણ ખૂબ સુંદર દેખાતા આભૂષણો પસંદ કરે છે.

કુંભ
કુંભ જાતકો સ્વભાવે જિદ્દી છતાં મૃદુ સ્વભાવના હોય છે જેઓ મોટાભાગે પોતાના દેખાવની વિશેષ કાળજી રાખે છે. પોતાને સુંદર અને સુવ્યસ્થિત રાખવાનું તેમને ગમે છે, અને તેઓ કુદરતી રીતે જ સુંદરતા અને આકર્ષકતા ધરાવતા હોવાથી આ શક્ય પણ છે. જોકે તેમણે તંદુરસ્તીનું લક્ષ્ય હાંસલ કરવા માટે વધુ શિસ્તપાલન અને સમપર્ણ રાખવું જરૂરી છે. તેમજ તેમના સ્વાસ્થ્ય સંબંધિત રોજિંદી પ્રવૃત્તિઓમાં થોડો બૌદ્ધિક અભિગમ અપનાવી તેને વળગી રહે તે જરૂરી છે. તેમના માટે માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ છે. આથી, યોગ અને પાઈલેટ જેવી પ્રવૃત્તિઓ આ જાતકો માટે અનુકૂળ રહે છે. આ ઉપરાંત લોકકાર્યોની કોઈપણ પ્રવૃત્તિ જેમકે ચેરીટી વોક, મેરેથોન અને ટીમમાં રમાતી રમતો પણ આ જાતકોનું ધ્યાન ખેંચે છે અને સાહસપૂર્ણ રમતો જેમકે સ્નોબોર્ડિંગ, વિંડ સર્ફિંગ, સ્કાય ડાઈવિંગ અથવા બંગી જમ્પિંગ પણ તેઓ પસંદ કરે છે.

કુંભ જાતકો શોપિંગમાં સૌથી શ્રેષ્ઠ સાથી પુરવાર થાય છે. માત્ર આઈડિયા કે મંતવ્યો જ નહીં પરંતુ, આ જાતકોને જ્યાં પણ શોપિંગ માટે જવાનું નક્કી કરે ત્યાં પુરેપુરો આનંદ ઉઠાવવામાં માને છે! ડ્રેસિંગમાં તેમની સ્ટાઈલ લોકોથી અલગ અને વિચિત્ર હોવા છતાં વિશિષ્ટ હોય છે જેમાંથી પણ આપને શોપિંગના ઘણા આઈડિયા મળી શકે છે. માટે શોપિંગ વખતે તેમને સાથે લઈ જવામાં સહેજ પણ અચકાશો નહીં કારણ કે શરૂઆતમાં તેઓ અચકાતા કે સ્વકેન્દ્રી લાગે છે પરંતુ એકંદરે તેમના સંગાથનો આપને ક્યારેય અફસોસ નહીં થાય. ઘરેણાંની વાત હોય તો, તેઓ પ્રકૃતિની વધુ નજીક રહેવાનું પસંદ કરે છે. માટે કિંમતી રત્નો, છીપ, કોડી અને મોતી તેઓ તેમજ કિંમતી ચળકતી ધાતુઓ તેઓ પસંદ કરે છે. ઉપરાંત, ઓટોમોબાઈલ્સની પસંદગીમાં પણ તેમનું આવું જ વલણ જોવા મળે છે. પોતાના સપનાનાં વાહન અંગે તેઓ માલિકીભાવ ધરાવતા હોવાથી પોતાનું વાહન હોવાથી તેઓ ગર્વ અનુભવે છે અને તે વાહન ચલાવવાનું તેમને ખૂબ ગમે પણ છે.

મીન
મોટાભાગના મીન જાતકો આરામથી બેસવાનું પસંદ કરે છે, માટે તેઓ આરામને જ કસરત માને છે. જોકે, મોટાભાગના મીન જાતકો તેમના દેખાવ અંગે ઘણા સજાગ હોવાથી, તેઓ તેમની તંદુરસ્તી માટે અવારનવાર કોઈને કોઈ પ્રવૃત્તિ કરે છે. સુંદર અને ચળકતા પાણીથી આકર્ષાતા મીન જાતકોને જળાશયોની બાજુમાં કલાકો સુધી રહેવાનું ગમે છે. તેમાં પણ જો તેઓ દરિયાકાંઠે હોય તો તેનાથી ઉત્તમ બીજુ કશું જ નથી! આથી, જીમમાં નિયમિત કસરત કરવા ઉપરાંત, મીન જાતકો ઘણી વખત સ્વિમિંગપૂલ અથવા દરિયાકાંઠે તરવા કે એક્વા-એરોબિક્સ માટે જાય છે અને કેલરી દહન માટે તેમના માટે આ સૌથી આનંદદાયક પદ્ધતિ છે. મોટાભાગના મીન જાતકોને હૂંફાળુ પાણી, તરવાનું તેમજ ગ્લાઈડિંગ ખૂબ જ પસંદ હોય છે, આથી જ તેમને વોટરસ્કિઈંગ, રિવર રાફ્ટિંગ અને ડીપ-સી ડાઈવિંગ જેવી રમતો આકર્ષે છે.

શોપિંગની વાત આવે ત્યારે, કહી શકાય કે મીન જાતકો શોપિંગ મામલે ખૂબ જ ઉત્સાહી હોય છે. તેમને ખરીદી કરવાનું અને લોકોને ભેટ આપવાનું ગમે છે, અને ઘણી વખત તેઓ પોતાની આંખને ગમી જાય તેવી ચીજો તુરંત ખરીદી લે છે. જોકે છતાં પણ ગમે તે ચીજ મીન જાતકોને ગમી જાય તેવું પણ નથી. તેઓ પસંદગીમાં ચોક્કસ બાબતોના આગ્રહી હોય છે અને તે અનુસાર જ સુંદર ચીજો ખરીદે છે. જેમ કે, તેમણે ઘરેણાં ખરીદવાના હોય તો, તેઓ હંમેશા સોનાના દાગીના પસંદ કરે છે! પછી જો તે દાગીના કદાચ ખોટા હોય અને માત્ર સોનાનો ઢોળ ચડાવેલો હોય તેમજ તેમની પસંદગી પ્રમાણે વાદળી કિંમત રત્ન જડેલા હોય તો આ દાગીના તેમને અચુક આકર્ષે છે. વાહનમાં તેમની પસંદગી અંગે કંઈપણ કહી શકાય નહીં. તેમની પાસે જે પણ વાહન હોય તેની તેઓ હંમેશા અવગણના જ કરે છે અને નાછૂટકે જરૂર પડે ત્યાં સુધી તેઓ રિપેરિંગ કે સર્વિસ પણ નથી કરાવતા.

06 Nov 2013

share
View All Astro-Fun