For Personal Problems! Talk To Astrologer

મહિલાઓના પ્રણય સંબંધો


પ્રેમ સાશ્વત હોય છે અને સ્ત્રી-પુરુષ ક્યારેય અલગ થઈ શકતા નથી! છતાં પણ, પુરુષત્વ અને સ્ત્રીત્વ બળ વિજાતિય પાત્ર તરફ આંતરપરિવર્તનીય હોય છે. જોકે. તેઓ જ્યારે એકબીજાના પ્રેમના પ્રવાહમાં જોડાઈ જાય છે, અને પરસ્પર વિરુદ્ધ દિશામાં નથી હોતા ત્યારે જીવનનું એક પૂર્ણ ચક્ર તૈયાર કરે છે. છતાં પણ આ એક નકારી ન શકાય તેવું સત્ય છે કે, જીવનના અલગ અલગ પાસાઓમાં બંનેનો અભિગમ ભિન્ન હોય છે. પ્રેમ પણ તેમાંથી બાકાત નથી. સામાન્યપણે મહિલાઓ પુરુષો કરતા વધુ લાગણીપ્રધાન અને દિલથી જોડાયેલી હોય છે. જાતિય ભિન્નતા અને સામાજિક ભૂમિકા પણ બંનેમાં આ તફાવત ઉભો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આથી જ, એક જ રાશિના સ્ત્રી-પુરુષોમાં પણ સંબંધો પ્રત્યે ભાવનાત્મક પ્રતિભાવોમાં તફાવત જોવા મળે છે. ચાલો જાણીએ કે વિવિધ રાશિની મહિલાઓ કેવી રીતે પ્રેમ કરે છે અને અન્યો પાસેથી કેવી રીતે પ્રેમની અપેક્ષા રાખે છે.

મેષ

દરેક વ્યક્તિએ જાણી લેવું જોઈએ કે મેષ રાશિની મહિલાઓ અસુરક્ષા મામલે ખૂબ જ ઓછી બાંધછોડ કરે છે. આથી, આત્મવિશ્વાસ અને શાંતિ સરળતાપૂર્વક દર્શાવી શકતા જાતકો બહારથી થોડી કઠોર છતાં અંદરથી મૃદુ અને માસૂમ સ્વભાવની આ મહિલાઓના દિલમાં છાના પગલે પ્રવેશ કરી શકે છે. સારું બુદ્ધિચાતુર્ય ધરાવતી આ મહિલાઓ પર સારા દેખાવની લાંબા સમય સુધી અસર ન રહેતી હોવાથી ઉમદાપણું પણ હોવું મહત્ત્વનું છે. મેષ રાશિની મહિલાઓને પડકારો અને રોમાંચ ગમે છે. એકદમ રૂઢિવાદી છોકરીઓની જેમ આ રાશિની છોકરીઓને તેમના માતાપિતા તરફથી અસુરક્ષા મુદ્દે શીખામણો સાંભળવી નથી ગમતી. તેમને એવો જીવનસાથી ગમે છે જે ડ્રેગનનો વધ કરવા જેવા પડકારજનક સંજોગો સહિત કોઈપણ સ્થિતિને કાબુમાં મેળવી શકે. પોતાની દિશા જાતે જ નક્કી કરતી મહિલાઓના દ્રષ્ટાંત રૂપ મેષ જાતકો એવા પુરુષને પસંદ કરે છે જે પોતાના પગ પર ઉભો રહે અને પોતે નિષ્ફળતા કે નુકસાની જેવા જોખમોમાંથી પસાર થઈને પણ સફળતાના શિખરો સર કર્યા હોય. તે પોતાની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરી રહી હોય ત્યારે જીવનસાથી જોડેથી પુરતો સાથ-સહકાર મળવાની પણ તે અપેક્ષા રાખે છે. તેમના માટે શ્રેષ્ઠ પુરુષ સાથી એવો હોવો જોઈએ જે પોતાની રીતે સુરક્ષિત હોય અને તેની ઉર્જા તેમજ ઉન્માદને ન્યાય આપવા માટે પુરતી તક આપી શકતો હોય. મેષ રાશિની છોકરીઓને યુવાનીના ઉંબરે શરૂઆતના તબક્કામાં જ થતા પ્રેમ સંબંધો ગમે છે. આ જાતકોની શરૂઆત ખૂબ સારી હોય છે અને પ્રથમ મુલાકાતથી જ આ સંબંધોમાં ઓતપ્રોત બની જાય છે. પ્રેમમાં પડ્યા બાદ આ મહિલાઓ સામાન્યપણે તેમની ક્ષતિઓ પ્રત્યે ઘણી ઉદારવાદી હોય છે અને ખાસ કરીને જો તેની પોતાની જરૂરિયાતો સમજીને તેની કાળજી લેવામાં આવે તો જીવનસાથીનો ખૂબ જ વિચાર કરનારી અને તેને સમજી શકતી જીવનસાથી પુરવાર થાય છે.

વૃષભ
વૃષભ મહિલાઓ તેના રાશિ સ્વામી શુક્રથી પ્રભાવિત હોવાથી સહજપણે આ ગુણો તેના સ્વભાવમાં અને પસંદગીમાં જોવા મળે છે. આ જાતકોની કોઈ કાળજી લે તે ખૂબ જ ગમતું હોવાથી, વૃષભ મહિલાઓ એવા પુરુષને પસંદ કરે છે જે આ મહિલાઓ કંઈ વિશેષ અને સુંદર છે તેવો સતત અહેસાસ કરાવી શકે. આથી સ્વાદિષ્ટ ભોજન, લાંબી દાંડીના ફુલો, ચોકલેટ્સ, લોંગ ડ્રાઈવ, કેન્ડલ લાઈટ ડીનર જેવી રોમેન્ટિક માહોલ માટે પાયાની ગણાતી બાબતો તેમના માટે જરૂરી છે. વૃષભ મહિલાઓ બહારથી ખૂબ જ સરળ દેખાતી હોવા છતાં, તેઓ જીવન અને પ્રેમમાં કંઈક વિશેષ અનુભવ અને સ્થિરતા પર ખાસ ભાર મુકે છે. તેને સારું જીવન ગમે છે, માટે જીવનસાથી પસંદ કરવાની વાત આવે ત્યારે તે ચતુરાઈપૂર્વક અને વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને જ કોઈ નિર્ણય પર આવે છે. વૃષભ મહિલાઓને પ્રણય સંબંધોમાં માત્ર છીછરાંપણું પસંદ નથી. તે એવો જીવનસાથી ઈચ્છે છે જે મોભો, પ્રતિષ્ઠા, પસંદગી, વર્તન, સ્ટાઈલ, ઉત્સાહ અને સંવેદના ઉપરાંત પ્રબળ પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતો હોય. બેશકપણે તે પોતાના જીવનસાથીમાં વફાદારી અને સ્થિરતા જેવા ગુણોની પણ અપેક્ષા રાખે છે; તે સંબંધમાં કટીબદ્ધતા ઈચ્છે છે અને બદલામાં તે પોતે પણ કટીબદ્ધ રહેવા તૈયાર હોય છે. વૃષભ મહિલાઓ વફાદારીને પ્રાધાન્ય આપે છે. એક વખત તેને વિશ્વાસ બેસી જાય કે કોઈ વ્યક્તિ તેના માટે યોગ્ય છે તો પછી તેને જીવનસાથી બનાવવા માટે પોતાની જરૂરિયાતોનું બલિદાન આપવા માટે પણ અચકાતી નથી.

મિથુન
મિથુન રાશિની છોકરીઓના વ્યક્તિત્વમાં અનેક બાજુઓ જોવા મળે છે અને તે દરેક જાતકો એવો પુરુષ ઈચ્છે છે જે આ તમામ પ્રકારના વ્યક્તિત્વ સાથે સુસંગત હોય. તેમને પ્રેમમાં પડવાનો તબક્કો ગમે છે – જેમાં તેમને દિલની ચોરીથી માંડીને મજાક-મસ્તી સુધીની તમામ ઘટનાઓમાં ઓતપ્રોત થઈ જવાનું તેને પસંદ હોય છે. સંપૂર્ણ ઉત્સાહથી છલકાતી આ મહિલાઓને કોઈપણ મામલે અધુરો આનંદ પસંદ નથી ; તે નખરા અને ગમ્મત કરે છે; પરંતુ તેની બેવફાઈની શક્યતાઓ પણ નકારી શકાય નહીં.જ્યાં સુધી તેને જીવનસાથી તરફથી સમાન પ્રમાણમાં કટીબદ્ધતા અનુભવાશે, અને તેના સ્વાતંત્ર્ય તેમજ સુરક્ષાની જરૂરિયાતો સંતોષાતી જણાશે ત્યાં સુધી આ મહિલા તેના જીવનસાથી જોડે વફાદારી નિભાવશે. પસંદગી મામલે ખૂબ જ સજાગ રહેતી મિથુન રાશિની છોકરીઓ પોતાના તોફાની હરકતો માટે એવો સાથી ઈચ્છે છે જે નટખટ હોવા છતાં સમતોલ હોય. પુરુષમાં અકળતા અને સાહસનો ગુણ આ છોકરીઓને આકર્ષે છે. તેઓ હંમેશા પોતાની ક્ષિતિજો વિસ્તારવા માટે પ્રયત્નશીલ રહેતી હોવાથી, તે પોતાના જીવનસાથીને રમૂજી વાતો અને સતત બોલવાની આદતથી મનોરંજન પુરુ પાડી શકે છે. ખૂબ સારી રમૂજવૃત્તિ ધરાવતી આ જાતકો સામાન્યપણે સરળ સ્વભાવના, સામાજિક અને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં વાત કરતા પુરુષસાથી માટે જ બની હોય છે. ખરેખરમાં, મિથુન મહિલાઓ સતત જ્ઞાનનો ભંડાર વધારવા ઈચ્છુક હોવાથી, તેનું જીવન અનેક પ્રવૃત્તિઓ અને મિત્રોથી ભરેલું હોય છે. લોકો પર નજર રાખવી તેમનો શોખ છે એમ પણ કહી શકાય.

કર્ક
સંવેદનશીલ, ખૂબ જ સારી આંતરસ્ફૂર્ણા ધરાવતી કર્ક મહિલા જાતકોને એવા જીવનસાથીની જરૂર હોય છે જે તેની વિવિધ લાગણીઓ અને બદલાતા મૂડનો આદર કરી શકે. બહારથી કઠોર અને અંદરથી મૃદુ સ્વભાવની કર્ક છોકરીઓ શરૂઆતની કેટલીક મુલાકાતોમાં કદાચ ખૂબ જ શરમાઈ શકે છે પરંતુ છતાં પણ પોતે પ્રેમમાં હોવાનો સામેની વ્યક્તિમાં વિશ્વાસ ઉભો કરી શકે છે. જોકે, આ એવો સમય છે જ્યારે તે અન્ય વ્યક્તિ સાથે જે તાલમેલ બેસાડે તે પોતે સમજવાની પણ જરૂર હોય છે. તે પોતાનું દિલ ખોલીને વાત કરે તે પહેલા જીવનસાથી તરીકે પસંદ કરેલી વ્યક્તિ ભરોસાપાત્ર છે કે નહીં તે પણ તેણે ચકાસવું જરૂરી છે. કર્ક છોકરીઓ સ્થિરતા ઝંખે છે અને મોટાભાગે આત્મવિશ્વાસુ, સુરક્ષિત વ્યક્તિ તરફ આકર્ષાય છે અને તેનો જીવનસાથી કઠોર તેમજ સમર્પણ ભાવના વાળો હોવો જરૂરી છે. કર્ક મહિલાઓ પર દિમાગ નહીં પરંતુ દિલનું રાજ ચાલે છે, અને પ્રણય સંબંધોમાં તે નાના-નાના ડગલે આગળ વધવાનું પસંદ કરે છે. ખાસ તો પોતે યોગ્ય વ્યક્તિ તરફ આગળ વધી રહી છે તે ખાતરી કરવા માટે જ નાના ડગલે આગળ વધે છે. એક વખત પ્રેમમાં પડ્યા બાદ તે ખૂબ વફાદારી પણ નિભાવે છે. પ્રેમમાં સુરક્ષા અનુભવવા માટે તે સૌથી વધુ સમય લે છે, માટે એક વખત જો પ્રેમ થઈ જાય તો પછી તે જીવનસાથી પ્રત્યે સંપૂર્ણ સમર્પિત બનીને રહે છે. તેમના માટે પરિવાર અને મિત્રોનું ખૂબ મહત્ત્વ હોવાથી, તેમનો જીવનસાથી હંમેશા આ લોકો સાથે જોડાયેલો રહે તેવી તેઓ અપેક્ષા રાખે છે. આ બધી બાબતો પરથી કહી શકાય કે કર્ક છોકરીઓ પ્રણય સંબંધોમાં ઘણી ગંભીર હોય છે, માટે હળવાશથી બોલતા જાતકો તેમના દિલ પર રાજ કરી શકે છે.

સિંહ
સિંહ રાશિની મહિલાઓ જ્યાં પણ જ્યાં ત્યાં લોકોની નજર તેના પર અટકી જાય છે. તે પોતાની શક્તિ, હૂંફ અને તેજથી સ્વાભાવિક રીતે પોતાની તરફ લોકોને આકર્ષે છે. કુદરતી રીતે જે ઉત્સાહી અને રમૂજી વૃત્તિની સિંહ મહિલાઓ કોઈપણ નિરસ જગ્યામાં જીવ લાવી દે છે. પ્રેમમાં પડવાની લાગણીથી સિંહ મહિલાઓને જાણે દુનિયા તેની જ આસપાસ રચાયેલી હોય તેવો અહેસાસ કરાવે છે. આ જાતકો હરહંમેશ સ્ટાઈલને મહત્ત્વ આપે છે માટે તે પોતાના જીવનસાથીમાં પણ એવી જ અપેક્ષા રાખે છે કે પ્રેમના દરેક તબક્કે તેનો કંઈક અલગ અંદાજ હોય. લોકોનું ધ્યાન ખેંચવા માટે પ્રયત્નશીલ રહે છે અને જો તેની અવગણના કરવામાં આવે કે તેના તરફ કોઈ ધ્યાન ન આપે તો તે ક્યારેય ભુલી શકતી નથી કે તે વ્યક્તિને માફ પણ કરી શકતી નથી. જ્યારે પરિવાર અને કારકિર્દી પર સિંહ મહિલાઓ ધ્યાન આપતી હોય ત્યારે પરિપૂર્ણ પ્રણયજીવન માટે તે ઉત્સુક જોવા મળતી નથી. છતાં પણ તે પોતાની શાશ્વત કટીબદ્ધતા પ્રત્યે વળગી રહેતી હોવાથી ગમેતે સંજોગોમાં અનુકૂળ થવાનો પ્રયાસ જરૂર કરે છે. તે ઘણી વફાદાર હોય છે અને પોતાની હૂંફ તેમજ ઉમદા સ્વભાવથી કોઈપણ વ્યક્તિના દિલમાં વસી જાય છે. સિંહ મહિલાઓએ એવા પુરુષો સાથે જ પ્રણય સંબંધો બાંધવા જોઈએ જ્યાં તેને આદર અને પ્રેમ મળે. તેના જીવનમાં એવી ક્ષણો પણ આવી શકે છે કે તે ભપકા પર ધ્યાન આપવાના બદલે તે દિલ તોડનારા સંકેતો પર નજર કરે.

કન્યા
કન્યા મહિલા જાતકો ચોક્કસાઈની ખૂબ જ આગ્રહી હોય છે અને તેનો જીવનસાથી પણ આ ગુણ હંમેશા બરાબર યાદ રાખે તે જરૂરી છે. બીજી તરફ, જો તેને પોતાનો જીવનસાથી નિઃસહાય સ્થિતિમાં હોય તેવું લાગે તો, તે નજીવી ખામીઓ જાણીજોઈને અવગણવા માટે પણ તૈયાર રહે છે. આ કારણે જ, તે સમગ્ર સ્થિતિનું એકલા જ નિયમન કરવાનું સામર્થ્ય ધરાવતી હોવા છતાં, તે સ્વતંત્ર અને વ્યક્તિત્વવાદી હોવાનો અહેસાસ કરી શકે છે, અને પ્રણય સંબંધોમાં તેને આદર મળતો હોવાનો અહેસાસ થાય તો તો તે સમગ્ર સ્થિતિને એકલા હાથે કાબુમાં રાખવા પણ તૈયાર રહે છે. તે શાંતિથી સમગ્ર સ્થિતિનું અવલોકન કરે છે, અને બંને વચ્ચે દરેક બાબતે એકદમ બરાબર સમન્વય છે તે વાત તેને ગળે ન ઉતરે ત્યાં સુધી તે પોતાના જીવનસાથીના દરેક નિવેદન અને કાર્યો પર સમયાંતરે પ્રશ્નો પુછતી રહે છે. કન્યા રાશિની છોકરીઓ બુદ્ધિશાળી હોય છે અને વ્યવહારુ વિચારસરણી ધરાવે છે, જેથી દરેક બાબતે તેને પુરતી ખાતરી ન થાય ત્યાં સુધી અન્યના દ્રષ્ટીકોણ સાથે સરળતાથી સહમત નથી હોતી. તે કોઈનો અહં પોષવામાં નથી માનતી, માટે તે પોતાના જીવનસાથીના દરેક શબ્દો કે મંતવ્યો સાથે સહમત હોય અથવા તેની દરેક વાતમાં હા પુરાવશે તેવી અપેક્ષા ન રાખવી જોઈએ. વ્યવહારુ વ્યક્તિત્વ ધરાવતી કન્યા રાશિની છોકરી તેના દિમાગ કરતા દિલની વાત વધુ માનશે તેવું સમજવાની ભુલ ક્યારેય ન કરવી જોઈએ, કારણ કે તે ઘણી લાગણીશીલ અને રોમેન્ટિક હોવા છતાં, પ્રેમમાં આંધળી નથી બનતી.

તુલા
તુલા રાશિની છોકરીઓ મોટ ભાગે લોકોને આંજી દે તેવું વ્યક્તિત્વ ધરાવે છે સામેની વ્યક્તિના દિમાગમાં જે તથ્યો હોય તેનાથી કંઈક વિશેષ જાગૃત પણ હોય છે. તેમના આચરણથી મોટાભાગના લોકો છેતરાઈ જાય છે અને તેમને ખૂબ ઘમંડી માને છે. પરંતુ યાદ રાખો કે, તે પસંદગીમાં થોડી આગ્રહી હોય છે, તે પોતે એટલું સ્પષ્ટ અને સુંદર દિમાગ ધરાવે છે કે તે જેની સાથે જોડાઈ શકે તે વ્યક્તિ શોધવા માટે પુરતો સમય લે છે. તે પોતાના જીવનસાથી જોડે દિલના સ્પંદનો મિલાવી શકે પછી અનેક વિષયો પર આજીવન તેઓ બંને ખૂબ જ સારી રીતે ચર્ચા કરી શકે છે. આ જાતકો સારી ચર્ચાથી દૂર ભાગતા નથી. તુલા છોકરીઓ તેમના સાથીઓ ઘણું બધુ શીખવે છે, ખાસ કરીને ચર્ચાની કળામાં તેઓ સારું જ્ઞાન આપી શકે છે. અને એક વાત હંમેશા યાદ રાખવી કે તેઓ કોઈપણ દલીલમાં સારી અને નરસી બંને બાજુએથી બચાવ કરવા માટે સક્ષમ હોય છે, કારણ તે ભિન્નતા પારખી શકતા મગજના કારણે તે દરેક મુદ્દાઓ પર સરળતાથી ટિપ્પણી કરી શકે છે અને પોતાની દલીલના સમર્થનમાં માહિતી એકઠી કરી શકે છે. જોકે છતાં પણ આ બાબત તેના માટે સમસ્યારૂપ બની શકે છે કારણ કે તુલા રાશિની છોકરીઓ ભાગ્યે જ દલીલબાજીમાં વિરામ લેવામાં માને છે. દરેક બાબતે સુંદરતા અને ગુણવત્તા પ્રેમી તુલા છોકરીઓ, રોમેન્ટિક આદર્શવાદી હોય છે, અને પોતાના સપનાના સાથીની શોધમાં, તેના પર અપેક્ષા રાખીને બેઠેલા સંખ્યાબંધ લોકોના દિલ તોડી શકે છે. છતાં પણ તે પોતાના સાથી પર પ્રભૂત્વ જમાવવાની કે પોતાની મરજી ઠોકી બેસાડવાની વૃત્તિ નથી ધરાવતી.

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિની છોકરીને સમજી શકવી તે કોઈ સરળ કામ નથી. સામાન્ય રીતે પોતાને વિશેષ સ્થાન કે મહત્ત્વની ઝંખના રાખતી, અને બહુ ઝડપથી ખૂબ નિકટ આવવામાં શંકાઓ રાખતી આ છોકરીઓ કેટલીક વખત તેમના સંભવિત જીવનસાથીને ખૂબ જ રાહ જોવડાવે તેવું પણ બની શકે છે. તેને પ્રેમની આદત હોય છે, છતાં પણ પ્રેમી સમક્ષ સંપૂર્ણ સમર્પણ કરવામાં ગભરાય છે, કારણ કે તેને પ્રેમની તરફથી નિરાશા કે બેવફાઈ મળવાનો ડર હોય છે. તેની સ્ટાઈલમાં પણ અપેક્ષાનુસાર સાથીની શોધ કરતી હોવાનો અંદાજ જોવા મળે છે, અને સમય જતા સાથી પ્રત્યે તેના પ્રેમ અને વિશ્વાસમાં વધારો થાય છે. આ અસરથી, જે સાથી તેને નિર્ણય લેવા માટે પુરતો સમય અને અવકાશ આપે તે વ્યક્તિ તેના માટે ખૂબ યોગ્ય પુરવાર થાય છે. કોઈપણ રાશિના જાતક સાથે તેને સંબંધો બંધાયા બાદ પ્રેમમાં નિષ્ફળતાની શક્યતા નથી રહેતી. તે વફાદાર અને ભરોસાપાત્ર હોય છે અને પ્રેમમાં નિકટતા તેમ ઉત્કટતાથી તે પોતાના સંબંધો વધુ પ્રગાઢ બનાવે છે. જે જીવનસાથી જોડીથી કદાચ વધુ અપેક્ષા ન રાખે તો પણ સમાન પ્રમાણમાં અનંત પ્રેમ, આનંદ અને સમર્પણ તો ઈચ્છે જ છે. મોટાભાગે મજબૂત વ્યક્તિત્વ ધરાવતા જાતકો પ્રત્યે ચુંબકીય રીતે આકર્ષાતી વૃશ્ચિક રાશિની છોકરીઓ અસમાન્ય આત્મવિશ્વાસ, જાતિય ઈચ્છા અને મહત્વાકાંક્ષાઓ ધરાવે છે. જોકે ઘણી ચતુર સ્વભાવની આ છોકરીઓ હંમેશા વ્યવહારુ અભિગમ પણ ધરાવે છે અને તેના દિમાગમાં હંમેશા ભવિષ્યનો વિચાર પણ ચાલતો રહે છે. તેમનામાં ક્યારેક બદલો લેવાની ભાવના પણ જોવા મળે છે.

ધન
ધન રાશિ મુક્ત જુસ્સાનો સંકેત આપે છે, અને આ જાતકો સાચા અર્થમાં પ્રવાસ પ્રેમી હોય છે જેમને મુસાફરીમાં પણ આરામ અનુભવાય છે. આ રાશિના મૂળ લક્ષણો પ્રમાણે, ધન છોકરીઓ જીવનમાં અનેક ઈચ્છાઓ ધરાવે છે, અને તેના સાથીમાં પણ આ ગુણ હોવો આવશ્યક છે. ધન છોકરીઓની સાહસ અને વિસ્તરણ માટે અનંત ઈચ્છાઓ પૂર્ણ કરી શકે તેવા પાત્રને શોધવું એ કોઈ અઘરું કામ નથી પરંતુ આ છોકરીઓ એવી હોય છે કે જેને ક્યારેય અટકાવી શકાતી નથી. ધગશવાળી, બુદ્ધિશાળી અને સ્વતંત્ર મિજાનની અગ્નિ તત્વની આ છોકરીઓ કોઈપણ બાબતમાં અતિઝડપથી ઝંપલાવે છે. સ્વામી ગ્રહ ગુરુના પ્રભાવ હેઠળ, તેઓ હંમેશા ખૂબ મોટો વિચાર કરે છે. આથી તેને હંમેશા ચોક્કસ દૂરંદેશી ધરાવતા સાથીની જરૂર હોય છે. તેમજ જ્યારે તે કપરા સમયમાંથી પસાર થતી હોય ત્યારે પોતે પુરતો સક્ષમ હોવાની ખાતરી અપાવી શકે તેવો પણ હોવો જરૂરી છે. ક્યારેય તોછડાઈ ન કરતી ધન છોકરીઓ તેનામાં છુપાયેલી રમૂજવૃત્તિ અને તીખી ટિપ્પણીઓથી પોતાના જીવનસાથીને પોતાના પ્રેમમાં પાગલ બનાવી શકે છે. જોકે આ રાશિ આશાવાદી પણ હોવાથી, ધન છોકરીઓ હંમેશા તેના સાથીમાં છુપાયેલા સામર્થ્યનો યોગ્ય ઉપયોગ અને નિયમન પણ કરી શકે છે. ધન છોકરીઓના પ્રણય સંબંધોમાં શારીરિક આકર્ષણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. છતાં. આ છોકરીઓમાં એવી નિર્દોષતા હોય છે કે તેના પર કોઈપણ વ્યક્તિ મોહિત થઈ જાય છે. મુક્ત સ્વભાવની આ છોકરીઓ,ને સાચો પ્રેમ મળી જાય તો તેની સમક્ષ ઝુકવામાં પણ તે અચકાતી નથી.

મકર
મકર રાશિની છોકરીઓમાં અમાપ બળ હોય છે અને સાથે સાથે તે શાંત તેમજ ધાક બેસડનારી પણ હોય છે. તમામ રાશિઓમાં લક્ષ્ય પર સૌથી વધારે ધ્યાન આપતી આ રાશિ હોવાથી, મકર છોકરીઓ માત્ર છીછરા પાણીમાં છબછબિયા કરનારી નથી હોતી. આ છોકરીઓ એકલા રહેવાના બદલે સતત સાથી બદલવામાં માને છે. આ રાશિ જાતકની જાહેરછબી સાથે સંબંધ ધરાવતી હોવાથી, મકર છોકરીઓ પોતાની પ્રતિષ્ઠા અંગે પણ ઘણી જાગૃત હોય છે અને પોતાનો જીવનસાથી ચોક્કસપણે ભૌતિક સમૃદ્ધિ ધરાવતો હોય તેવું ઈચ્છે છે. આ રાશિ દસમા ભાવ એટલે કારકિર્દી સાથે સંબંધ ધરાવે છે માટે સીઈઓ સ્તરની વ્યક્તિ સાથે તેને સંબંધ બંધાય તો પણ નવાઈ નહીં. મહત્વાકાંક્ષા અને સંવેદનશીલ સ્વભાવની આ મહિલાઓને એ શીખવાની જરૂર છે કે તેઓ કાળજી, લાગણી અને પ્રેમથી પોતાના સંબંધો પોષી શકે નહીં અને તેણે આમ કરવું પણ ન જોઈએ. બહારથી આ મહિલાઓ ઘણી નખરાબાજ દેખાતી હોવા છતાં પણ આ મહિલાઓના દિલમાં છુપાપેલી વફાદારી અવગણી શકાય નથી. ઉપરાંત એ પણ યાદ રાખવું જરૂરી છે કે બહારથી સુરક્ષિત દેખાતી આ મહિલાઓ અંદરથી પોતાની જાત અંગે પણ ઘણી શંકાશીલ હોય છે. તેમના માટે પરિવારનું મહત્ત્વ ઘણું વધારે હોય છે અને પોતે સુરક્ષા અનુભવી શકે તે માટે તેમણે સ્થિર આધારની પણ જરૂર હોય છે. આત્મવિશ્વાસથી છલકાતા પ્રેમી આ મહિલાનો આદર અને દિલ જીતી શકે છે. અનેક અવરોધો આવવા છતાં પણ સિદ્ધિ હાંસલ કરી શકે તેવા પુરુષો મકર મહિલાને પસંદ હોય છે. કોઈપણ બાબતે તેઓ જોખમ લેવા નથી માંગતી. આ મહિલાએ એકલા હાથે જ કોઈ સમિતિની જેમ આયોજન કરવાની ક્ષમતા ધરાવે છે. પોતે સાચો નિર્ણય લે એ તેમને ખૂબ જ ગમે છે. પ્રણય સંબંધોમાં તે પ્રભૂત્વની વૃત્તિ નથી રાખતી, પરંતુ ગમે તે બાબતે હથિયાર હેઠાં મુકવામાં પણ નથી માનતી.

કુંભ
કુંભ રાશિ જૂથ, મિત્રો અને માનવીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. કુંભ જાતકો માટે પોતાના જીવનસાથીને દરરોજ આકર્ષક દેખાવમાં જોવા કરતા તેમના દિલ સાથે જોડાણને તેઓ વધારે મહત્ત્વ આપે છે. કુંભ છોકરીઓ સમાજમાં રહેવાનું ખૂબ પસંદ કરે છે અને આ બાબતે સ્વાતંત્ર્ય પણ ઈચ્છે છે. તેના સંપર્કોની યાદી ઘણી લાંબી હોય છે. ખ્યાતિ કરતા ગુણવત્તા પર વધુ ધ્યાન આપતી આ છોકરીઓ સમય, સ્પર્ધા અને સંસ્કૃતિ જેવા તમામ પાસાઓ ધ્યાનમાં રાખીને સાથી પસંદ કરે છે. પરંતુ સૌપ્રથમ તો તેને મિત્રતા કરવી ગમે છે અને તે માર્ગે જ આગળ વધવા માગે છે. આ મહિલાઓ તેમના પ્રણય સંબંધોમાં ખૂબ જ આનંદ, રચનાત્મકતા અને રમૂજ ઉમેરી શકે છે. કોઈપણ ચર્ચામાં તેમની સ્વાવલંબન શક્તિ ઝળકે છે. પ્રગતિશીલ વિચારક તરીકે તેઓ ગર્વ અનુભવે છે, અને પડકારો ઝીલવાનું તેમને પસંદ હોય છે, તેઓ વાટાઘાટો કે ચર્ચામાં નામના મેળવી શકે છે. મહિલા કુંભ જાતકો અકળ, બુદ્ધિશાળી અને વિચક્ષણ હોય છે. ખૂબ સારી અવલોકનકર્તા આ મહિલાઓને પોતાના પુરુષ સાથીમાં વાસ્તવિકતા ખૂબ ગમે છે. તે આધુનિક ગેઝેટ્સ અને કમ્યુનિકેશનની અદ્યતન સિસ્ટમ દ્વારા પોતાના જીવનસાથી જોડે સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે. છતાં પણ પોતે પ્રેમમાં છે તેવી ખાતરી કરવા મામલે તેઓ ઘણી કપટબાજ પણ હોય છે. મિત્રો સાથે અંગત ચર્ચાઓમાં એક ક્ષણે તેઓ તલ્લીન બની શકે છે જ્યારે બીજી ક્ષણે જ ત્યાંથી દૂર પણ જતી રહે છે જેમાં સંપર્ક વ્યહારમાં કોઈ ટેકનિકલ ખામી કે ફોન ન લાગવા જવા જેવા કારણો પણ જવાબદાર હોઈ શકે છે.

મીન
મોટી આંખો ધરાવતી મીન રાશિની મહિલા જાતકોને જોતા જ લાગે છે કે તે કોઈ સામાન્ય મહિલા નથી. મોટાભાગે લાગણીમાં ડુબેલી અને આનંદ સાથે અશ્રુ કે હાસ્યમાં ઝડપથી જોવા મળતી આ મહિલાઓ કંઈપણ ગુમાવવાનું પસંદ નથી કરતી. શરમાળ અને બીજાની લાગણીઓનો વિચાર કરતી આ મહિલાઓને પ્રેમમાં પડવાનું ગમે છે – કમકે કેમ પ્રેમની વાતો તો તેઓ જરૂર પસંદ કરે છે. આ રાશિનો સ્વામી નેપ્ચ્યૂન છે જે આનંદનો ગ્રહ છે માટે મોટાભાગની મીન છોકરીઓને પ્રેમમાં પગરણ કરવા અને તેમાં આગળ વધવાનું ગમે છે. મોહક અને આંતરસ્ફૂર્ણા ધરાવતી મીન મહિલાઓની કલ્પનાશક્તિ ઘણી સારી હોય છે માટે મીન છોકરીઓને દરેક બાબતે આનંદ અને જાદુઈ પ્રભાવનો અહેસાસ કરાવવાનું ગમે છે. તેમની ખૂબ જ સારી રચનાત્મકતા, દુનિયાને બહેતર બનાવવાની ઈચ્છા, અને તમામ રચનાઓ પ્રત્યે પ્રેમની લાગણી તેમને સંપૂર્ણ વ્યક્તિ બનાવે છે. ઉમદા, કાળજીપૂર્ણ અને સંવેદનશીલ સ્વભાવની ભરોસાપાત્ર અને ઉત્સાહી પ્રેમિકા બની શકે છે. જોકે, તેમની આંખો આગળથી ભ્રમણાનો પડદો ઝડપથી ખસી જતો હોવાથી લોકો મીન જાતકોને પરિસ્થિતિથી ભાગનારા માને છે. આ મહિલાઓ સૌથી નાપસંદ કરાયેલા લોકો તરફ પણ ખેંચાઈ શકે છે જેમાં સૌથી ત્રાહિત લોકો અથવા નબળું પાસા ધરાવતા લોકો પણ હોઈ શકે છે. કમનસીબે, આ વૃત્તિથી તેઓ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ભોગ બની શકે છે. કોઈની તાબે થવાના તેમના સ્વભાવના કારણે જો તેઓ હારી ગયા હોવાનું અનુભવે તો જીવનસાથીના પગની ધૂળ બનીને રહેવા પણ તૈયાર થઈ જાય છે.

28 Jan 2017

share
View All Astro-Fun