For Personal Problems! Talk To Astrologer

જ્યોતિષશાસ્ત્ર અને અાતશબાજી?, અાશ્રર્યજનક જોડાણ, અાપનું વ્યક્તિત્વ શું કહે છે?અા બાબત સાંભળવામાં અાશ્ર્ચર્યજનક લાગશે પણ રાશિઅો દર્શાવે છે કે વ્યક્તિઅોને કઇ પ્રકારના ફટાકડા પસંદ છે અને તેનાથી તેઅોનું વ્યક્તિત્વ પણ જાણી શકાય છે. અા લેખમાં અમે અાપને રાશિને અાધારે જણાવીશું કે અાપ ક્યા પ્રકારના ફટાકડા જેવું વ્યક્તિત્વ ધરાવો છો. ચાલો જાણીઅે ગણેશજી પાસેથી.

મેષ: મિર્ચી બોમ્બ
– અાપ બહાદુર અને ગતિશીલ છો તેમજ કાનના પડદા પણ સહન ના કરી શકે તેવા પ્રચંડ અવાજો અાપને ગમે છે. તદુપરાંત તત્કાલ ક્ષણોનો સારી રીતે અાનંદ માણો છો. તેથી મિર્ચી બોમ્બ અાપના વ્યક્તિત્વને ખૂબ જ સારી રીતે દર્શાવે છે. તદુપરાંત જ્યારે તેને સળગાવવામાં અાવે ત્યારે અાપનો ગુસ્સો પણ અા સુપર બોમ્બની જેમ વિનાશક હોય છે.

વૃષભ: કોઠી
– તમે કલાત્મક કૌશલ્ય ધરાવો છો અને ખૂબજ સુંદર દ્રશ્યોને પસંદ કરો છો. પણ તમે ખૂબજ પ્રચંડ અવાજને નાપસંદ કરતા હશો. ફ્લાવર પોટ અાપના સુંદરતા અને દૃશ્યો પ્રત્યેના પ્રેમને ખૂબ સારી રીતે રજૂ કરે છે.

મિથુન: ટુ સાઉન્ડ રોકેટ
–  વેરાઇટી ધરાવતી વસ્તુઅો પ્રત્યે ઝુકાવ અને બે જોડકા બાળકો અે તમારી રાશિનું ચિહ્ન છે. તેથી જ્યારે બે અવાજ ધરાવતું રોકેટ હવામાં જાય છે ત્યારે નિશ્વિત રીતે અાપના ચહેરા પર અેક ચળકાટ જોવા મળે છે. અા ફટાકડો અાપની ગુણવત્તા અેવા બેવડા સ્વભાવને પણ સારી રીતે દર્શાવે છે.

કર્ક: રંગબેરંગી કોઠી
– અાપ લાગણીશીલ છો અને જ્યારે પ્રચંડ અવાજ સાંભળો છો ત્યારે ચીડાઇ જાવ છો. પણ સુખકારક અવાજ અને અદ્દભુદ દૃશ્યો તમને હંમેશા અાકર્ષિત કરે છે. તેથી જ અાપનું વ્યક્તિત્વ કોઠીને મળતું અાવે છે. અાપની વિનોદવૃત્તિ પણ અેકદમ તડતડાત કરતી હોય તેવી છે.

સિંહ: રંગબેરંગી સ્કાયશોટ
– લોકો અાપની તરફ ધ્યાન અાપે અેવું અાપ વધુ પસંદ કરો છો. તદુપરાંત દરેક ભવ્ય વસ્તુ પ્રત્યે વધુ ઝોક ધરાવો છો. બધા જ ફટાકડામાં સ્કાય શોટ અે સૌથી ભવ્ય ફટાકડો કહેવાય છે. તેથી બેશકપણે તમે પણ અા જ પ્રકારની ભવ્યતાને રજૂ કરતું વ્યક્તિત્વ ધરાવો છો.

કન્યા: જમીન ચકરી
– અાપ પાયાની વાતોથી સંકળાયેલા છો અને વ્યવહારુ પણ છો. અાપને દિવાસ્વપનમાં રાચવું જરા પણ પસંદ નથી. પણ અાત્મખોજ અે અાપના વ્યક્તિત્વ સાથે મજબૂત રીતે જોડાયેલી લાક્ષણિકતા છે. જમીન ચકરી અાપની ઝડપી વિચારશક્તિ, સખત મહેનત અને વાસ્તવિક દૃષ્ટિકોણના સંકેત અાપે છે.

શું અાપ પણ જીવનમાં રહેલી નકારાત્મક્તાને દૂર કરીને સુખી જીવન બનાવવા માગો છો? તો અાજે જ અમારો વ્યક્તિગત અને હાથથી લખેલો પૂછો કોઇપણ પ્રશ્ન રિપોર્ટ મેળવીને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરો.

તુલા: તારામંડળ
અા રાશિનો સ્વામી શુક્ર હોવાથી તમે પણ નાપસંદ હોય તેવા અવાજથી દૂર રહેવાનું પસંદ કરો છો અને તારામંડળના સોન્દર્ય અને ઝગમગાટથી જ ખુશી પામવાની ઇચ્છા રાખો છો.

વૃશ્વિક: સુતળી બોમ્બ
– અાપ ખૂબ ધુની વ્યક્તિ છો જેને દરકે શક્તિશાળી વસ્તુને પસંદ કરે છે અને કદાચ ડરામણી વસ્તુ પણ ગમતી હોય. સુતળી બોમ્બનો પ્રચંડ અને જોરદાર અવાજથી અાપના રોમેરોમમાં રોમાંચ ખીલી ઉઠશે અને ચહેરા પર અેક કટુ સ્મિત છવાઇ જશે. તદુપરાંત ચહેરા પર ધૈર્ય સાથે સંયમી હાવભાવ સાથે અાપ અા પ્રચંડ અવાજથી બેઅસર છો તેવું પણ અન્યને દર્શાવશો.

ધન: ફટાકડાની લાર
– અાપ જીવંત વાતાવરણનો અાનંદ ઉઠાવનારા અને બિન્દાસ છો અને જે લોકો અાપની અા ખાસિયતથી અજાણ છે તેઅો ખરેખર જાણે ગુફામાં રહેતા હોય તેવું લાગે છે. અાપને લોકો સાથે ચટર પટર કરવું ખૂબ ગમે છે અને ભગવાન કાળજી રાખશે તેવું વલણ રાખો છો અને ઉતાવળિયો સ્વભાવ ધરાવો છો. અાપ અાપની ચારેય બાજુ ખુશી પ્રસરાવો છો અને કોઇપણ પ્રસંગમાં લોકોને કોઇને કોઇ રીતે અાશ્ચર્યચકિત કરી દેવાનું અદ્દભુત સામર્થ્ય ધરાવો છો. તેથી જ અા ફટાકડાની લાર અાપના વ્યક્તિત્વનું અાબેહુબ વર્ણન કરે છે.

મકર: 60 શોટ્સ
– અાપ અેક સાથે અનેક મહત્વકાંક્ષા ધરાવતા વ્યક્તિ છો અને અાપનું ખંત અે અાપની મુખ્ય ખાસિયત છે. અા 60 શોટ્સ અેક પછી અેક લોન્ચ થયા કરે છે અને વસ્તુ પ્રત્યેના અાપના પદ્વતિસર અભિગમને રજૂ કરે છે. તદુપરાંત ટૂંકા ગાળાની વસ્તુ નાપસંદ છે અને તેથી જ અા લાંબા સમય સુધી ચાલતી અાતશબાજી અાપને વધુ અાનંદ અાપે છે.

કુંભ: વિસલીંગ રોકેટ
– અાપ અાનંદપ્રમોદ પસંદ કરતા વ્યક્તિ હશો. અન્ય ફટાકડાઅો અાકાશને ઝળહળતું કરવા કે પછી કોઇના કાનમાં અવાજ કરવામાં વ્યસ્ત હશે ત્યારે અાપ અાકાશને તીણા અવાજ સાથે પ્રજવલિત કરવા માટે તત્પર બનશો.

મીન: સંગીતમય ફટાકડા
શું અાપ કરતા કોઇ વધુ સંગીતપ્રેમી હોઇ શકે? શક્યતા ખરી પણ માત્ર કેટલાક લોકો જ ફટાકડાના અા સંગીત કે અવાજ તરફ અાકર્ષિત થતા હશે. અા ફટાકડો અાપના શાંતિપ્રીય સ્વભાવને પણ સારી રીતે રજૂ કરે છે. મીન રાશિના જાતકો કર્ણપ્રિય સંગીત સાંભળીને હર્ષોલ્લાસની લાગણી અનુભવે છે.

ગણેશજીના અાર્શીવાદ સાથે
અાદિત્ય સાંઇ
ગણેશાસ્પીક્સ ટીમ

જીવનને કેટલાક ક્ષેત્રોને લઇને કોઇ પ્રશ્ન અાપને સતાવી રહ્યો છે? તો અાજે જ શંકા કે મુંઝવણ દૂર કરવા માટે જ્યોતિષી સાથે સીધી વાત કરો રિપોર્ટ મેળવીને વિદ્વાન જ્યોતિષીઅોનું માર્ગદર્શન અને ઉકેલ મેળવો.26 Oct 2016

share
View All Astro-Fun

More Articles