For Personal Problems! Talk To Astrologer

રાશિ પ્રમાણે નવા વર્ષની ઊજવણી


વર્ષનો છેલ્લો દિવસ સૌના માટે ખાસ હોય છે કારણ કે આ દિવસ દરેકના જીવનમાં નવા પ્રારંભના અનેક વચનો અને આશાઓ સાથે નવું વર્ષ લઈને આવે છે જેમાં ઉજવણીની સંખ્યાબંધ પળો પણ સાથે આવે છે. દરેક રાશિના જાતકો નવા વર્ષને આવકારે છે, તેમજ વિતેલા વર્ષના અંતિમ દિવસની અનેક રીતે ઊજવણી કરે છે. કેટલાક લોકોને ખુલ્લા આકાશમાં ટમટમતા તારાઓના સાનિધ્યમાં રોમેન્ટિક ડીનર લેવાનું ગમે છે તો કેટલાક લોકોને મનભરીને પાર્ટીનો આનંદ માણવાનું ગમે છે. ચાલો જાણીએ કે, દરેક સૂર્ય રાશિના જાતકનો નવા વર્ષની ઊજવણીનો અંદાજ.

મેષ

મેષ જાતકોને પાર્ટીનો આનંદ માણવાનું ગમે છે માટે સ્વાભાવિકપણે તેઓ નવા વર્ષની સૌથી ખુશીઓ ભરી પાર્ટીનો હિસ્સો બનવાનું પસંદ કરશે. તેમના વિશાળ સામાજિક વર્તુળના કારણે તેઓ આ દિવસે મિત્રોથી ઘેરાયેલા રહે છે. તેઓ પાર્ટીમાં પ્રવેશે એટલે કોઈપણ પ્રકારની ઔપચારિકતામાં સમય વેડફવાના બદલે, સીધા જ ડાન્સ ફ્લોર પર જઈને આખી રાત સંગીતના તાલે ઝુમવાનું પસંદ કરે છે.


વૃષભ
વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર હોવાથી આ જાતકો પર તેનો ખૂબ જ પ્રભાવ જોવા મળે છે માટે તેમની નસે-નસમાં પ્રેમ વહે છે. પ્રેમની ભાષા જાણતા આ જાતકો વર્ષનો અંતિમ દિવસ પણ પ્રેમભરી પળો સાથે જ કરવા માંગે છે, માટે કોઈ ઉત્તમ રેસ્ટોરન્ટના ખૂણામાં પ્રિયપાત્ર સાથે શાંતિથી રોમાંસની પળો માણતા જોવા મળે છે. તેમને જોઈને જાણે પ્રેમની વ્યાખ્યા પૂર્ણ થતી હોય તેવું લાગે છે કારણ કે તેઓ એકબીજાના હાથમાં હાથ પરોવીને અને આંખોમાં આંખો મિલાવીને બેઠા હોય છે તેમજ એકબીજાના કાનમાં પ્રેમના મીઠા શબ્દો બોલતા જોવા મળે છે.


મિથુન
મિથુન સંપર્ક વ્યવહારની રાશિ છે માટે તેમને લોકોની વચ્ચે રહેવાનું એકબીજા સાથે વિચારોનું આદાનપ્રદાન કરવાનું ગમે છે. તેમના મતે પાર્ટીનો આનંદ એટલે ધમાકેદાર સંગીત અને સંખ્યાબંધ મિત્રો છે જેથી તેઓ આ ક્ષણોમાં મનભરીને આનંદ માણી શકે. ખૂબ મસ્તી કરીને તેઓ થાકીને લોથપોથ થઈ જાય ત્યારે બાજુમાં સોફા પર બેસીને હાથમાં ડ્રિંક લઈને દુનિયાના કોઈપણ વિષય પર ચર્ચા કરવાનું પણ પસંદ કરે છે.


કર્ક
કર્ક રાશિ લાગણીના સંબંધો સુચિત કરે છે માટે બેશક પ્રમાણે આ જાતકો તેમની રાશિના સ્વભાવ પ્રમાણે નવા વર્ષની ઉજવણી પણ કાકા-કાકી, પિતરાઈ અને ભાઈ-બહેનો, માતા-પિતા, દાદા-દાદી તેમજ મિત્રો અને જીવનસાથી જોડે કરે છે. આ સમગ્ર પરિવાર સાથે મળીને ખાણી-પીણીના જલસા સાથે નવા વર્ષને ખુશીઓથી વધાવી લે છે.


સિંહ
સિંહને રંગમંચ કે નાટકનો જીવ ગણવામાં આવે છે, માટે નવા વર્ષની ઉજવણી પણ તેમના માટે દૂરનું સામાન્ય સ્થળ કેવી રીતે હોઈ શકે? તેમની પ્રેમની અભિવ્યક્તિ પણ જીવન કરતા વિશાળ હોય છે, માટે તેઓ પોતાના બિચ હાઉસ પર જતી વખતે કે જ્યાં તેમણે પ્રિયપાત્ર સાથે મળીને શેમ્પેઈન અને ભોજન સાથે નવું વર્ષ ઉજવવાની તૈયાર કરી હોય ત્યારે જ અચાનક પ્રેમનો પ્રસ્તાવ મુકવાનો વિચાર આવે છે.


કન્યા
કન્યા જાતકો ચોક્કસપણે નવા વર્ષની ઉજવણીની પાર્ટીનું આયોજન કરનારા હોય છે માટે જો ઉજવણીપૂર્વે બધુ જ આયોજન કરવામાં તેઓ હાંફળા-ફાંફળા થઈને દોડધામ કરતા જોવા મળે તો પણ નવાઈ નહીં. સમગ્ર આયોજનમાં કોઈ જ ખામી ન રહી જાય અને તમામ મહેમાનો પુરેપુરો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરી તેમને પરફેક્ટ યજમાન બનવાની ઈચ્છા હોય છે. જોકે સાથે સાથે તેઓ પોતે પણ આ ઉજવણીમાં ભાગ લે એવું તેમને યાદ અપાવવું પડે છે.


તુલા
તુલા જાતકો સુંદરતાના કદરદાન હોય છે માટે તેમને ધમાકેદાર સંગીત અને ભરચક ભીડમાં રહેવાનું નથી ગમતું. ચોક્કસપણે તેઓ કંટાળાજનક નથી હોતા પરંતુ તેઓ પોતાની શક્તિ ઘરની જ પાર્ટી, મનપસંદ સંગીત, લોન્જ પર મુકેલા આરામદાયક સોફા, અને રોમેન્ટિક રોશનીમાં ખર્ચવા માંગે છે. સ્વાદિષ્ટ ભોજન અને રસપ્રદ સંગાથ જ તેમના આનંદમાં વૃદ્ધિ કરી શકે છે.


વૃશ્ચિક
વૃશ્ચિક જાતકો નવા વર્ષની વધાવવા માટે કેટલાક મસ્તીભર્યા આયોજનો કરે છે અને તેના પાર્ટનર પણ આ મસ્તીની પળોમાં પુરો સાથ આપવાની તૈયારી ધરાવે છે. તેઓ લોન્જ પર તાત્કાલિક કોઈ પરફોર્મન્સ આપે અથવા ડાન્સફ્લોર પર અવનવા કરતબો બતાવે તેવી પણ શક્યતા છે. તેનાથી તદ્દન વિપરિત તેઓ પ્રિયપાત્ર સાથે નાઈટક્રૂઝમાં જઈને ખુલ્લા આકાશમાં ટમટમતા તારાઓ તેમજ આતશબાજી નિહાળીને પણ નવા વર્ષનું સ્વાગત કરે તેવી શક્યતા છે.


ધન
ધન રાશિ કોઈપણ બાબતે શિખરે પહોંચવાનો સંકેત આપે છે અને આજ ગુણ ધન જાતકોમાં નવા વર્ષની ઉજવણી બાબતે પણ જોવા મળે છે. તેમને પોતાના પગ તળે આખુ શહેર જોવાનું ગમે છે માટે નવા વર્ષે પોતાના વિસ્તારમાં આવેલા ગગનચુંબી ટાવર કે ઈમારતો પર ચડીને તારાઓથી છલકાતા આકાશ અને ઝાંખી રોશનીથી ઝગમગતા શહેર વચ્ચે ઉભા રહીને મધ્યરાત્રીએ નિરાંતે ઊંડા શ્વાસ લઈને ઉજવણી કરવાનું તેમને ગમે છે.


મકર
નવા વર્ષની ઉજવણીની વાત આવે એટલે મકર જાતકો તેની ક્ષિતિજો લંબાવી દે છે કારણ તે આવા ખાસ પ્રસંગોમાં તેઓ પોતે પણ ઘણી મોટી અપેક્ષાઓ રાખે છે. ખાસ કરીને જો તેઓ જો સાથી વ્યવસાયિકો અને સહભાગીઓ માટે પાર્ટીનું આયોજન કરી રહ્યા હોય તો દરેકને ભરપૂર આનંદ મળે તેની ચોક્કસાઈ માટે દરેક પ્રકારની પૂર્વતૈયારીઓ કરે છે અને તેમની દરેક તૈયારીઓ ખૂબ જ મજા પડી જાય તેવી અને મનોહર હોય છે.


કુંભ
કુંભ જાતકો એવા સાહસિક અને આવેશી વૃત્તિના હોય છે જેમને નવા વર્ષની ઉજવણી કોઈ રોમાંચપૂર્ણ અને વિચિત્ર પ્રવાસ દ્વારા કરવી ગમે છે. ચંદ્રના પ્રકાશમાં સાગરમાં ડુબકી લગાવીને અથવા ઘાસથી ઢંકાયેલા શિખરો પર ચડવાની સ્પર્ધા કરીને તેઓ પોતાની અંદર જોશ ભરવાનું પસંદ કરે છે. બેશકપણે આ પ્રવૃત્તિઓમાં તેમના મિત્રોને પણ સમાવે છે કારણ કે તેઓ નથી ઈચ્છતા કે કોઈપણ વ્યક્તિ આ રોમાંચક અનુભવથી વંચિત રહે.


મીન
જ્યાં રોમાંસની પળો ન હોય તેવી નવા વર્ષની ઉજવણીની કલ્પના કરવી પણ મીન જાતકો માટે અશક્ય છે. દરિયાકાંઠે તેઓ પ્રિયપાત્ર સાથે કેન્ડલ લાઈટ ડીનર લેતા હોય, તેમના પગને દરિયાના મોજાં સ્પર્શીને પાછા વળતા હોય અને પાછળ હળવું સંગીત વાગતું હોય એવી ઉજવણી તેમને નવા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ લાગે છે. તેમના દિમાગમાં ખૂબ જ સારું આયોજન હોય છે પરંતુ, તેને પોતાના માટે સાર્થક કરવા અંગે તેઓ અનેક પ્રકારની કલ્પનાઓમાં રાચે છે.

30 Dec 2014

share
View All Astro-Fun

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.