For Personal Problems! Talk To Astrologer

પ્રિયપાત્ર સમક્ષ કેવી રીતે પ્રેમનો પ્રસ્તાવ મુકશો?


આપને કદાચ વૃષભ જાતકો સાથે ક્યારેય પણ સગાઈ તોડવાની ઈચ્છા ન થાય અથવા વૃશ્ચિક પ્રેમને પરેશાન કરવાનું બેશકપણે આપને નહીં જ ગમે. પ્રેમમાં કોઈની સાથે આગળ વધવું અને ક્યાં અટકવું એ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો છે.

માનવજાત માટે અતિમહત્ત્વપૂર્ણ ગણાતો આ નિર્ણય લેતા પહેલા શું કરવું અને શું ન કરવું તે જાણો… જેથી પ્રેમનો પ્રસ્તાવ મુકતી વખતે પ્રિયપાત્રના પ્રેમની નિશાનીઓ લઈ આવવાના બદલે થપ્પડ ખાઈને નિરાશ થવાનો વારો ન આવે.

મેષ

આગ્રહી અને લાગણીશીલ સ્વભાવના મેષ જાતકોને પ્રેમમાં ‘આગેવાની’ કરવી ગમે છે. તેમની બાહ્ય પ્રકૃતિથી દૂર થયા બાદ તમે અસુરક્ષિતાની તેમની લાગણી ખૂબ સારી રીતે સમજી શકો છો. તેમને હંમેશા પોતાની પ્રસંશા ગમે છે અને હંમેશા લાગણીપૂર્ણ સંવાદો ગમે છે. જો તેમને કહેવામાં આવે કે “તમે જ એવી પ્રથમ વ્યક્તિ છો જેને હું પ્રેમ કરું છું”, તો તુરંત જ તેમના તરફથી સકારાત્મક પ્રતિભાવ મળે છે.

વૃષભ
વૃષભ જાતકો પ્રેમમાં શબ્દોને ખૂબ જ મહત્ત્વ આપતા હોવાથી આ જાતકોનું દિલ જીતવા માટે સુંદર અને ખાસ કરીને તેમની પ્રસંશાના કે તેમને ગમે તેવા શબ્દો બોલવા જરૂરી છે. આ શબ્દોમાં ભવ્યતા અને સમગ્ર દુનિયા જેવી વિશાળતા ઝળકવી જરૂરી છે. તેમનું ધ્યાન ખેંચવું સરળ નથી પરંતુ જો તેઓ આપના પર એક નજર કરી દે તો પછી ચોક્કસપણ જીવનભર સાથ નિભાવે છે. વૃષભ જાતકોને પ્રેમની ભેટ રૂપે સુંદર નેકલેસ કે પેન્ડન્ટ આપવા શ્રેષ્ઠ રહે છે.

મિથુન
મિથુન જાતકો આપના દિમાગને બે તરફ દોડતું કરી દે છે. તેઓ એક દિવસ હસીને વાત કરે છે તો બીજા દિવસે ગુસ્સે પણ થઈ જાય છે. બસ એક જ પ્રાર્થના કરવાની કે બધુ જ આપની તરફેણમાં પાર પડે અને તેનો મૂડ ખોટી દિશામાં ન વળી જાય. તેમના દિલમાં કે વિચારોમાં ચોક્કસપણે પ્રવેશવા માટે બૌદ્ધિકતા એક શ્રેષ્ઠ ઉપાય છે. વેલેન્ટાઈન ડે નિમિત્તે તેમને સારું પુસ્તક અથવા ઘડિયાળ ભેટમાં આપીને સરળતાથી દિલ જીતી શકો છો.

કર્ક
કર્ક રાશિના આપના પ્રિયપાત્રને રિસાળ અને શંકાશીલ બનાવવા ન માંગતા હોવ તો વધુ પડતો ભપકો કરીને આ જાતકોને પ્રભાવિત કરવાનો અતિ પ્રયાસ છોડી દેજો. તેમને ઘર પ્રત્યે ખૂબ લાગણી હોય છે. તેમને પોતાના ઘરમાં અને પોતાની સાથે રહેતા લોકોની વચ્ચે રહેવું ગમે છે. તેઓ સૌથી વધારે આરામ અને આનંદ ઘરમાં જ અનુભવતા હોવાથી ઘરની ઝંખના અને હૂંફ હંમેશા તેમની લાગણીના તાર છંછેડે છે. પોતાના પ્રેમની અભિવ્યક્તિ માટે આ ખૂબ જ યોગ્ય સમય ગણી શકાય. વેલેન્ટાઈન ડે નિમિત્તે તેમને કેટલાક જૂના અને હળવા સંગીત વાળા ગીતો ભેટ કરશો તો તેમને ખૂબ જ ગમશે.

સિંહ
સિંહ જાતકોને ખુશ કરી તેમના દિલમાં પહોંચવા સુધીનો માર્ગ તૈયાર કરો ત્યાં સુધી તમારી પાસે મક્કમતા અને મનોબળ બંને હોવા જરૂરી છે. શાહી મિજબાની કે તેવા અંદાજમાં જ તેમની ખૂબ કાળજી લેવાથી આપને ઘણો લાભ થશે. મોંઘી હોટેલમાં ચટાકેદાર ડીનર આપનીને આપ સિંહ જાતકોને આકર્ષી શકો છો. આ ઉપરાંત સિંહ જાતકોની પ્રસંશા કરીને પણ આપ તેમના દિલ અને દિમાગમાં સ્થાન જમાવી શકશો. ગણેશજી કહે છે કે આ જેટલું લાગે છે એટલું અઘરું નથી.

કન્યા
અન્ય રાશિના જાતકોને પ્રેમજાળમાં ફસાવવા માટે કારગત રહેતી મોટાભાગની યુક્તિઓ કન્યા જાતકોના કિસ્સામાં ખોટી પુરવાર થાય છે. પોતાને વધુ પડતુ જ્ઞાન હોવાનો દંભ કરવો અથવા ખોટી બુદ્ધિમત્તા બતાવી તેમને સહેજ પણ પ્રભાવિત કરી શકાતા નથી. કન્યા જાતકો સાથે મસ્તી અને મજાકના મૂડમાં રહેવાથી તેમનું દિલ જીતી શકાય છે. તેમનું દિલ જીતવા માટે ભેટસોગાદો પણ ઘણો ઉપાય છે, પરંતુ આપના પ્રિયપાત્રને ભેટ લેવી પસંદ છે કે નહીં તે ચકાસી લેવું જરૂરી છે. જો તમે તેમની ઉપરવટ થવાનો કે તેમને દબાવવાનો પ્રયાસ કરશો તો ગણેશજી ચેતવી રહ્યા છે કે, તેનાથી ઘણા નબળા પરિણામો આવી શકે છે.

તુલા
તુલા જાતકો સ્વભાવે નખરાબાજ નથી હોતા પરંતુ તેમને જન્મજાત એવા સંગાથની જરૂર હોય છે કે જે ન હોય ત્યારે તેઓ ગુસ્સે થઈ જાય. જોકે તેમ છતાં પણ આ એવા લોકો નથી જેઓ જીવનમાં સ્થાયી થવામાં તેમની ઈચ્છા કરતા કંઈપણ ઓછુ ચલાવી લે. તમારે તુલા જાતકોને ખાતરી કરાવવી પડશે કે તમે જ તેમના માટે શ્રેષ્ઠ સાથી છો અને તમે પોતાના અનુકૂળતાના સ્તરે સંતુલન જાળવી શકો તો જ આ શક્ય બનશે. તેમની જરૂરિયાતના સમયમાં જો પ્રસંગોપાસ ભેટ સોગાદો અને શુભકામનાઓ પાઠવશો તો ગણેશજીના મતે તેમના દિલમાં આપ ખૂબ જ સરળતાથી જગ્યા બનાવી શકશો.

વૃશ્ચિક
વૃશ્ચિક જાતકો સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂકવાની પ્રક્રિયા હંમેશા આર યા પારની લડાઈ સમાન હોય છે. તેઓ ઘણા મજબૂત અને ઉત્સાહી લોકો હોય છે અને દેખાવ તેમ જ વર્તન પર ખૂબ જ ધ્યાન આપે છે. ખૂબ જ રહસ્યમય ગણાતી આ રાશિના જાતકોમાં શારીરિક અને બૌદ્ધિક પાસાઓ વધુ તેમને ગૂઢ બનાવે છે. બિહામણી ફિલ્મોમાં આવતા દૃશ્યો જોઈને તેઓ તેઓ ડરથી તમારો હાથ પકડીને બેસી જાય ત્યારે પ્રેમનો પ્રસ્તાવ મુકવો ઘણો યોગ્ય રહેશે કારણ કે તે સમયે તેઓ માત્ર તમારા પર જ ભરોસો મુકે છે. જોકે ગણેશજી ચેતવે છે કે આમા પણ જોખમ તો એટલું જ હોવાથી આપ સીનેમાઘરમાંથી ખૂશ થઈને હાથમાં હાથ પકડીને બહાર આવશો અથવા એકલા ઘરે જવાની પણ તૈયારી રાખજો.

ધન
ધન જાતકો સ્વર્ગના તત્વચિંતકો હોય છે અને આધ્યાત્મિક સ્થળ તેમની સાથે જોડાવા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પ્રેમ અને સંબંધોની સામાન્ય કલ્પનાઓ કરતા તેમના સપનાના સંબંધો કંઈક અલગ જ હોય છે. ગણેશજીને લાગે છે કે આ જાતકોના જીવનસાથી તેમને એક પ્રેમી કરતા કંઈક વિશેષ અપીલ કરે તેવા હોવા જોઈએ. તેમના સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુકતા પહેલા કોઈ રોમાંચક સ્થળે લઈ જાવ અથવા કોઈ રોમોન્ટિક ડેટ(મુલાકાત) ગોઠવો તે વધુ યોગ્ય રહેશે. જોકે તેમને પુરતી સ્વતંત્રતા અને બોલવાની તક આપજો અન્યથા તેમની પ્રતિક્રિયા ઘણી કઠોર હોઈ શકે છે અથવા તેઓ આપના પ્રત્યે ઉદાસિનતા સેવે તેવી શક્યતા છે. પ્રેમનો એકરાર કરવામાં તેઓ ઘણા ધીમી ગતિએ આગળ વધતા હોવાથી આપના સંબંધોમાં ધૈર્ય મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે.

મકર
મકર જાતકોના દિલમાં સ્થાન મેળવવું થોડું અઘરું કામ છે. જો આપના પ્રત્યે તેમને લાગણી ન અનુભવાય તો પછી તેમને મનાવવાનું કામ ખૂબ જ અઘરું થઈ પડે છે. મકર જાતકો શું અને કેવી રીતે ઈચ્છે છે તે અંગે ખૂબ જ સ્પષ્ટ અને ચોક્કસ હોય છે. તેઓ કાળજી લેનારા અને મજબૂત મનોબળના જાતકો હોય છે અને તેમના જવાબદારીપૂર્ણ સ્વભાવની કદર થાય તેવું પણ ઈચ્છતા હોય છે. જો તમે તેમની સાથે સંબંધ બાંધો અને તેમના માટે હક દાખવો છો તેવું પુરવાર કરી દો તો તેઓ ધીમે ધીમે અને તબક્કાવાર આપની સાથે જ જોડાયેલા હોય તેવું વર્તન કરવા લાગશે. ગણેશજી ચેતવે છે કે, તેમની સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુકો ત્યારે તાત્કાલિક જવાબની ક્યારેય અપેક્ષા ન રાખતા, કારણ કે કોઈ નિર્ણય સુધી પહોંચવા માટે પુરતો સમય લે છે.

કુંભ
કુંભ જાતકોને સમાજમાં રહેવાનું ખૂબ જ પસંદ હોવાથી તેઓ આવા લોકોને ખૂબ પ્રેમ કરે છે. માટે બેડરૂમ ઉપરાંત સામાજિક રીતે પણ સારા સંબંધો જાળવી શકતા જાતકો તેમના માટે બહેતર જીવનસાથી પુરવાર થઈ શકે છે. તેમને સામાજિક મેળવાડા, વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા અને સમયાંતરે એકાંતની પળો પણ ગમે છે. જાહેર મેળાવડામાં તેઓ પોતાની પ્રેમની લાગણીઓ વ્યક્ત કરતા ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ જ્યારે તેમની સાથે આપ એકલા હશો ત્યારે તેમનું વર્તન તેનાથી ઉલટુ જ હશે. તેમને કોઈ પાર્ટીમાં લઈ જાવ અને મોકો જોઈને પ્રેમનો પ્રસ્તાવ મુકી દો, જો બધુ જ બરાબર પાર પડશે તો તેઓ જરૂર આ સંબંધ સ્વીકારશે.

મીન
સંખ્યાબંધ મીન જાતકો લાગણીના પ્રવાહમાં તણાઈ જનારા હોય છે, અને તેઓ પોતાની જાત પર શંકા કે ગુંચવાડાના દલદલમાં ખૂંપેલા રહે છે. હુંફાળો સ્પર્શ કે પ્રસંશાના ફુલો તેમના પર આશ્ચર્યજનક પરિણામો આપી શકે છે. તેમના કોઈના તરફથી સ્વીકૃતિ મળે અને સુખ મળે તે ખૂબ જ ગમે છે. તેમજ એક વાત ક્યારેય ન ભુલતા કે, તેમનામાં રહેલી લાગણીની અગ્નિ પ્રગટાવવા માટે તેમને ચિંતનની જરૂર પડે છે. ઝાંખા પ્રકાશ વાળો ઓરડો, હળવા સંગીત વાળું માહોલ, ઘરે બનાવેલું સ્વાદિષ્ટ ભોજન અને તેનાથી વધુ મધુર પ્રેમના શબ્દોનો સંગાથ હશે તો આપ પ્રેમનો પ્રસ્તાવ પુરો કરે તે પહેલા જ મીન જાતકો ચોક્કસપણે જીવનસાથી તરીકે આપને સ્વીકારી લેશે.

26 Jan 2017

share