For Personal Problems! Talk To Astrologer

તહેવારોની આ મોસમને રંગબેરંગી ટીપ્સથી યાદગાર બનાવો
વૃષભ

GaneshaSpeaks.com
શ્રેષ્ઠ રંગ
 • પૃથ્વી તત્વની ત્રણ રાશિઓમાં સૌથી પહેલા આવતી વૃષભ રાશિના જાતકો સુરક્ષાપ્રેમી હોય છે. કુદરત અને પૃથ્વી સાથે સંકળાયેલા તમામ રંગો ખાસ કરીને લીલો રંગ ધરતી માતાનું સૌથી પ્રારંભિક સ્વરૂપનું પ્રતિક છે. આથી, સ્ટાઈલિશ વૃષભ જાતકો માટે લીલો રંગ સૌથી શ્રેષ્ઠ, અનુકૂળ અને ભાગ્યશાલી રંગ પુરવાર થશે.
 • કુદરત સાથે સંકળાયેલા અન્ય રંગોમાં આછા શેડ જેમકે, રતાશ પડતો આછો પીળો, પીચ ફળ જેવો આછો રંગ, ગુલાબી રંગના વિવિધ શેડ, સફેદ અને આછો વાદળી રંગ કઠોર છતાં શાંત મગજના વૃષભ જાતકો માટે વધુ સાનુકૂળ રહેશે.
 • વૃષભ જાતકો એક વાત ન ભુલતા કે તમારી રાશિના સ્વામી ગ્રહ શુક્ર સાથે સંકળાયેલા રંગો પણ તમારા માટે ભાગ્યશાળી પુરવાર થઈ શકે છે. આ રંગોમાં પણ તમામ આછા અને ગુલાબી રંગના શેડ આવે છે. તમને એવા ઘણા વૃષભ જાતકો મળશે જેમનો પ્રિય રંગ ગુલાબી અથવા પીચ અથવા તેના જેવા શેડ હોય છે.

લાભ
 • લીલો રંગ હૃદય ચક્રનો રંગ પણ છે, આથી શુક્રના સ્વામીત્વ વાળી વૃષભ રાશિના જાતકોને તે શાંતિ અને સંતોષનો અહેસાસ ખૂબ સારી રીતે કરાવે છે.
 • જંગલ જેવો એટલે કે ઘેરો લીલો રંગ પણ જાતકના ઉત્સાહ અને ક્ષમતામાં વૃદ્ધિ કરે છે, આથી થોડા આળસુ અને ક્યારેક નિષ્ક્રિય થઈને બેસી રહેવાની વૃત્તિ ધરાવતા વૃષભ જાતકોને લીલા રંગનો આ શેડ પણ ખૂબ જ લાભદાયી પુરવાર થશે.
 • આ ઉપરાંત આછા, હળવા અને વાદળી રંગના મેઘધનુષી શેડ્સ, પીચ અને ગુલાબી રંગના શેડ પણ તેમને વધુ તેજસ્વી અને બહેતર વિકલ્પ આપશે. આ રંગો આપના દિલમાં વધુ રોમાન્સ અને પ્રેમની લાગણી જન્માવશે અને મજાની વાત એ છે કે વૃષભનો સ્વામી ગ્રહ શુક્ર પણ તેનાથી વધુ બળવાન થશે.

વિશેષ ટીપ્સ
 • પ્રતિભાશાળી સફેદ રંગ પણ વૃષભ જાતકો માટે વધુ ભાગ્યશાળી પુરવાર થશે અને વૃષભ જાતકો પરફેક્ટ લૂક માટે તેમાં કેટલાક ઘેરા રંગના શેડ્સની છાંટ ઉમેરી શકે છે.
 • ઉપરાંત, વૃષભ જાતકો સ્વપનામાં રહેતા, થોડા અંશે લોકોથી અળગા રહેતા સ્વભાવના હોવાથી મોટાભાગના વૃષભ જાતકો વર્ણપટમાં આછા રંગોને વધુ પસંદ કરે છે. પરંતુ, તેમણે આછા રંગોની અતિશયોક્તિથી બચવું પણ જરૂરી છે.
 • આ રાશિના જાતકોએ એવા જ રંગો પસંદ કરવા જોઈએ જે આછા એટલે કે વધુ તેજસ્વી હોય, અને જો તેમને રંગોનું મિશ્રણ કરવાની ઈચ્છા હોય તો પણ આછા રંગોના વર્ણપટને જ ધ્યાનમાં રાખવો જોઈએ. આછા રંગોનો વધુ ઉપયોગ કરવાથી વૃષભ જાતકોને સ્થિર લૂક મળી શકે છે.
 • શક્ય હોય ત્યાં સુધી, તેજસ્વી અને ઘેરા લાલ રંગો વૃષભ જાતકોએ ટાળવા જોઈએ.

તહેવાર માટે ખાસ ટીપ્સ
 • તહેવારોની મોસમમાં આપને લૂકને વધુ જીવંત બનાવવા માટે ભાગ્યશાળી લીલો રંગ અને ગુલાબી રંગ સાથે પહેરો. શક્ય હોય એટલા આછા કે તેજસ્વી શેડ પસંદ કરવા, ઘેરા રંગ ટાળવા તેમજ જો આપને અન્ય કોઈ રંગની સહેજ છાંટ લાવવાનું થોડુ વિચિત્ર લાગે તો પણ સહેજ અન્ય રંગ ઉમેરજો.
 • આપ ડ્રેસ અથવા પરંપરાગત પરિધાનમાં સફેદથી ઘેરા ગુલાબી રંગ વચ્ચેના શેડ્સનું કોમ્બિનેશન પણ કરી શકો છો. આવા વસ્ત્રોમાં લીલા રંગની એક્સેસરિઝ વધુ સુંદર લાગશે.
 • છોકરીઓ માટે, આ તહેવારોમાં સુંદર મેકઅપ અને હેરસ્ટાઈલ સાથે બહાર નીકળવા માટે ખૂબ જ સારી તક બની રહેશે. આપ મેકઅપ અને હેર એક્સસરિઝમાં લીલા રંગના અલગ અલગ શેડ્સનો પ્રયોગ કરી શકો છો. તમે ગ્રીન આઈ પેન્સિલ કર્યા બાદ સિલ્વરી ગ્રીન આઈ શેડોનું ડસ્ટિંગ કરી શકો છો અને સાથે સાથે ચળકતા લીલા રંગની છાંટ પણ કરી શકો છો. જો તમને ટેટૂ અથવા તૈયાર છુંદણા પસંદ હોય તો સિલ્વર, ગુલાબી અને ચળકતા લીલા રંગના મિશ્રણનો ઉપયોગ કરી શકો છો.
 • સુંદર વસ્ત્રો માટે આપ પીળાશ પડતા લીલા રંગ ના ચણિયા સાથે હોલિવૂડ ચેરાઈઝ(ઘેરા ગુલાબીમાં સહેજ ઉજળા અને હળવા રંગ)નો દુપટ્ટો તેમજ તેજસ્વી રંગના બેકલેસ ચોલીનો પ્રયોગ કરી શકો છો.
 • જેઓ બિન્દાસ થઈને હળવા રહેવા માંગે છે તેવા પુરુષો માટે તહેવારોની આ મોસમ લાંબા અને પરંપરાગત લીલા રંગના, પીચ તેમજ ગુલાબી રંગના શેડ વાળા સુંદર ઝભ્ભા પહેરવા માટે ખૂબ જ યોગ્ય છે. તમે ઝભ્ભામાં વધુ આકર્ષણ અને ચળકાટ લાવવા માટે સિલ્ક અને સિલ્ક ફિનિશ મટિરિયલનો પણ પ્રયોગ કરી શકો છો.
 • સફેદ/ આખો રાખોડી શર્ટ અને વાદળી રંગનું બ્લેઝર અથવા ગળામાં ટાઈ વૃષભ જાતકો માટે ઉત્તમ પહેરવેશ રહેશે.
 • નિયમિત દિવસોમાં, વૃષભ જાતકો મોટાભાગે પરિસ્થિતિ અનુસાર વસ્ત્રો પહેરેલા જોવા મળશે કારણ કે શુક્ર તેમની રાશિનો સ્વામી ગ્રહ હોવાથી તેઓ જન્મજાત આ ગુણ ધરાવતા હોય છે.
 

04 Oct 2014

share
View All Astro-Fun