For Personal Problems! Talk To Astrologer

કર્ક જાતકો – તહેવારોની આ મોસમમાં આપના ભાગ્યશાળી રંગો અનુસાર પરિધાન કરો



કર્ક
GaneshaSpeaks.com
શ્રેષ્ઠ રંગ
  • ઝડપી ગતિનો ગ્રહ ચંદ્ર આ રાશિનો સ્વામી છે માટે કર્ક જાતકોની રંગોની પસંદગીમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે જે તેમની જીવનશૈલી અને ઉંમર સાથે બદલાય છે.
  • છતાં પણ કર્ક જાતકોને જ્યારે વસ્ત્રો માટે રંગોની પસંદગીની વાત આવે તો મોતી જેવો શ્વેત અને ચળકતા ચાંદી જેવા રંગના શેડ તેમના માટે વધુ બહેતર રહે છે.
  • ગમે ત્યારે આપને કર્ક જાતકો ખાસ કરીને એકદમ સફેદ અને ઓફવ્હાઈટ રંગોમાં વિશેષ રૂચિ ધરાવતા જોવા મળશે.
  • તેમના માટે અન્ય અનુકૂળ રંગોમાં જાંબલી, રીંગણી, ચળકતો રાખોડી, લાલ અને આસમાની લીલા રંગના આછા શેડ વધુ યોગ્ય રહે છે.

લાભ
  • આછા જાંબલી રંગના શેડ્સ અને તેમાં પણ ખાસ કરીને રીંગણી તેમજ રીંગણી રંગ કર્ક જાતકોને ઉર્જા અને શક્તિનો સ્ત્રોત પુરો પાડે છે. તેમજ કર્ક જાતકો ચોક્કસપણે આ રંગોથી સારો લાભ લઈ શકે છે.
  • કર્કના સ્વામી ચંદ્રના પ્રતીકરૂપે સફેદ અને રૂપેરી(ચળકતો સફેદ) રંગ દર્શાવવામાં આવે છે. આથી, કર્ક જાતકો માટે આ રંગો ભાગ્યશાળી ગણાય છે.
  • કર્ક જાતકોનું જન્મરત્ન મોદી ગણાય છે અને તે અલગ અલગ શેડ્સમાં મળે છે જેમાં રાખોડી સફેદથી અત્યંત આછા ગુલાબી શેડ વાળા સફેદ રંગ સુધીના શેડ્સ આવતા હોય છે. રંગોના આ શેડ્સ શાંતિ, સંવેદનશીલતા અને આધ્યાત્મિકતામાં વૃદ્ધિ કરે છે.
  • કર્ક જાતકોમાં કોઈપણ પ્રકારની નકારાત્મક અને નિરાશાવાદી બાજુને તેજસ્વી રંગો દ્વારા દૂર કરી શકાય છે અને સફેદ રંગ તેમનામાં નવો આશાવાદ જગાવે છે. ચંચળ સ્વભાવના કર્ક જાતકોને સફેદ રંગ માનસિક સ્પષ્ટતા અને સ્થિરતા પણ પ્રદાન કરે છે.
  • સફેદ કુદરતી રંગ હોવાથી તે નકારાત્મકતા, ચિંતા અને ભાવનાત્મક અતિરેક દૂર કરે છે. કર્ક જાતકોમાં આ લક્ષણો વધુ પ્રમાણમાં રહેતા હોવાથી તેમના માટે આ રંગો વધુ અનુકૂળ રહેશે.

વિશેષ ટીપ્સ
  • કર્ક રાશિ જળતત્વની હોવા છતાં, ઘેરા વાદળી રંગના શેડ્સથી તેમણે શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવું જોઈએ. છતાં પણ તેઓ આછા વાદળી અથવા પાણી જેવા વાદળી કે લીલા રંગનાં વસ્ત્રો પહેરી શકે છે કારણ કે તેમના શાંત મગજને તે અનુકૂળ રહે છે.
  • સંવેદનશીલ મનના કર્ક જાતકો માટે હળવા, નિર્મળ, આછા અને આંખોને સહેજપણ ભપકાદાર ન લાગે તેવા રંગો વધુ યોગ્ય રહેવાથી તેઓ જે પણ વસ્ત્રો, એક્સેસરીઝ કે અન્ય કોઈ રીતે આ રંગોનો ઉપયોગ કરે તો વધુ સારું પરિણામ મળી શકે છે.
  • પરંપરાગત શૈલી ધરાવતા કર્ક જાતકો માટે પેચ સ્ટાઈલ પણ ઘણી સારી રહેતી હોવાથી તેઓ પોતાને અનુકૂળ રંગો સાથે તેનો પ્રયોગ કરી શકે છે.
  • કર્ક જાતકો માટે સફેદ અને એકદમ આછા શેડ્સ સૌથી યોગ્ય છે તેમાં કોઈ જ બેમત નથી છતાં પણ, એકના એક રંગોનો વારંવાર ઉપયોગ કરવાનું તેમને ચોક્કસપણે કંટાળાજનક લાગી શકે છે.

તહેવાર માટે ખાસ ટીપ્સ
  • કર્ક જાતકોએ અચુકપણે પોતાના વોર્ડરોબમાં ઉજળા રંગો અને કેટલીક વખત નવી સ્ટાઈલ્સનો પ્રયોગ કરવો જ જોઈએ, તેમાં આપ અવનવી એક્સેસરીઝને ઉપયોગ કરીને પણ પરિધાનને રસપ્રદ બનાવી શકો છો.
  • સફેદ અને આછો ગુલાબી રંગ તહેવારોમાં પહેરવા માટે કર્ક રાશિની મહિલા જાતકો માટે સૌથી શ્રેષ્ઠ કોમ્બિનેશન છે. ઉપરાંત, તેઓ બહુરંગી શેડ્સ સાથે એકદમ સફેદ કપડા પહેરીને અલગ લૂક ચોક્કસ મેળવી શકે છે.
  • ચંદ્રના સ્વામીત્વ વાળી અને જળ તત્વની કર્ક રાશિના જાતકો માટે રૂપેરી રંગ ખરેખર યોગ્ય હોવાથી તહેવારોની મોસમમાં તેઓ આ રંગના વસ્ત્રો વધુ સરળતાથી અપનાવી શકે છે. કર્ક રાશિના પુરુષ જાતકો રૂપેરી રાખોડી રંગના ઝભ્ભા સાથે ઓફવ્હાઈટ રંગના રૂપેરી બોર્ડર વાળા ખેસ અને વાદળી રંગના જીન્સ પહેરે તો ખૂબ જ સુંદર લાગશે. મહિલા જાતકો આછા વાદળી અને સફેદ લહેંગા અને, રૂપેરી રંગના દુપટ્ટા પહેરે તો આકર્ષણ જમાવી શકશે. ચમકદાર રંગોની સાડી સાથે રૂપેરી બોર્ડર પણ આપને ખૂબ સારા વિકલ્પ તરીકે મળી શકે છે.
  • જો આપ પશ્ચિમી વસ્ત્રો પસંદ કરતા હોવ તો, કર્ક જાતકો માટે જાંબલી રંગના શેડ્સ સાથે સફેદ પણ ખૂબ સુંદર લાગશે. જાંબલી શર્ટ અથવા સફેદ શર્ટ સાથે જાંબલી ટાઈ આપને ખૂબ સુંદર લૂક આપશે. આ ઉપરાંત છોકરીઓ જાંબલી ડ્રેસ અથવા સફેદ ઊંચી હિલની મોજડી પણ સુંદર લાગી શકે છે.
 

03 Feb 2015

share
View All Astro-Fun