For Personal Problems! Talk To Astrologer

તહેવારોની આ મોસમને રંગબેરંગી ટીપ્સથી યાદગાર બનાવો



મિથુન
GaneshaSpeaks.com
શ્રેષ્ઠ રંગ
  • બુધનું સ્વામીત્વ ધરાવતા, પ્રતિભાશાળી અને સારી કમ્યુનિકેશન કળા ધરાવતા મિથુન રાશિના જાતકો માટે સૌથી શ્રેષ્ઠ રંગોમાં ધુપછાંવ, હળવા પીળા રંગોના શેડ વધુ અનુકૂળ રહે છે જે આછા લીલાથી પીળાશ પડતા લીલા રંગ વચ્ચેના શેડ હોય છે.
  • ઉપરાંત દરેક મિથુન જાતકો વિરોધાભાસી વિચારો અને માનસિકતા વચ્ચે રહેતા હોવાથી મેઘધનુષનો સંપૂર્ણ વર્ણપટ તેમના માટે યોગ્ય ગણી શકાય. આથી, તેઓ સંખ્યાબંધ રંગો અને સ્ટાઈલ પોતાની ઈચ્છાનુસર સરળતાથી અપનાવી શકે છે.
  • જાંબલી, ગુલાબી અને લીલા રંગના કેટલાક આનંદદાયી અને ઉત્સાહી રંગના શેડ્સ પણ મિથુન જાતકો માટે ઘણા યોગ્ય રહે છે.

લાભ
  • હંમેશા સક્રીય રહેતા મિથુન જાતકોને પીળો રંગ ખૂબ જ સારી અને તેમની જરૂરિયાત પ્રમાણેની બૌદ્ધિકતા પુરી પાડે છે.
  • મોટાભાગના મિથુન જાતકો મૈત્રીપૂર્ણ અને આનંદીવૃત્તિના હોવાથી પીળા અને લીલા રંગના વિવિધ શેડ્સ પણ તેમા માટે ઘણા લાભદાયી પુરવાર થાય છે.
  • મિથુન જાતકો તેમની પસંદગીમાં લોકોથી કંઈક હટકે અને આધુનિક વિચારધારાના હોવાથી, ચમકીલો વાદળી અને ચમકીલો પીળો રંગ પણ તેમના વાયુતત્વ માટે ઘણો યોગ્ય છે અને તેનાથી બૌદ્ધિકતા પણ સારી મળે છે.

વિશેષ ટીપ્સ
  • પીળો અને આછો લીલો રંગ મિથુન જાતકોનો ભાગ્ય રંગ હોવા છતાં મિથુન જાતકો જ્યારે રંગોને સ્ટાઈલમાં ઢાળી રહ્યા હોય ત્યારે વધુ પડતા ઉજળા રંગોની પસંદગીથી દૂર રહે તેવી સલાહ છે.
  • પહેલાથી જ ઘણા સક્રીય રહેતા મિથુન જાતકો પીળા રંગનો વધુ પડતો ઉપયોગ કરે તો તેમનામાં અતિશય ઝડપ આવી જાય છે જે જોખમી પુરવાર થઈ શકે છે.
  • પીળો રંગ સૌરચક્રનો પણ કારક રંગ ગણાતો હોવાથી, તે અહં સાથે પણ સંબંધ ધરાવે છે. વધુ પડતા પીળા રંગના ઉપયોગથી મિથુન જાતકો ખૂબ જ સ્વાર્થી અને સ્વપ્રેમી બની જાય છે.
  • ઘેરો લાલ અને કાળા રંગથી મિથુન જાતકોએ શક્ય હોય ત્યાં સુધી દૂર જ રહેવું જોઈએ.

તહેવાર માટે ખાસ ટીપ્સ
  • મોટાભાગના મિથુન જાતકો આછા અને પીળાશ પડતા લીલા રંગને વિશેષરૂપે પસંદ કરે છે અને ખાસ પ્રસંગોમાં તેઓ આ રંગોના શેડ વાળા વસ્ત્રોમાં જ જોવા મળે છે.
  • જ્યારે ઔપચારિક પરિધાન કરવાનું હોય ત્યારે, મિથુન જાતકો પીળા રંગની એક્સેસરીઝ અથવા પીળા રંગની ટાઈ અને દુપટ્ટા જેવી વિશેષ ચીજોનો ઉપયોગ કરી શકે છે. આ ચીજો કદાચ તેમના પગથી માથા સુધીના ડ્રેસિંગના રંગોથી તદ્દન અલગ પણ હોઈ શકે છે.
  • મિથુન રાશિની મહિલા જાતકો તેમના માટે બે ભાગ્યશાળી રંગો એટલે કે પીળા અને લીલા સાથે ઉમદા અને શાંત ગણાતા જાંબલી રંગનું મિશ્રણ કરીને પોતાનામાં ચુંબકીય આકર્ષણ બનાવી શકે છે – જેમ કે, પીળાશ પડતા લીલા રંગની સાડી સાથે જાંબલી રંગની બોર્ડર હોય અને સાથે સોનેરી પીળા રંગની ચોલી(બ્લાઉઝ) હોય તો ખૂબ જ સુંદર દેખાય છે.
  • મિથુન જાતકો બહુરંગી વસ્ત્રોનો ટ્રેન્ડ પણ ખૂબ સારી રીતે જાળવી શકે છે – જોકે તે સમયે એકવાત ખાસ યાદ રાખવી કે આપના વસ્ત્રોમાં પીળા કે ગુલાબી રંગની તુલનાએ લીલા રંગના શેડ્સનું પ્રમાણ વધુ જળવાઈ રહેવું જોઈએ.
  • મિથુન રાશિના પુરુષ જાતકો આછો પીળો અથવા આછો લીલો ઝભ્ભો પહેરી શકે છે અને સાથે સોનેરી ખેસ તેમજ ઓફ-વ્હાઈટ(આછા બદામી) રંગની સુરવાળ તેમને ખૂબ જ સુંદર લાગશે.
 

30 Sep 2014

share
View All Astro-Fun