For Personal Problems! Talk To Astrologer

તહેવારોની આ મોસમને રંગબેરંગી ટીપ્સથી યાદગાર બનાવો – મેષ


Saturn Transit, GaneshaSpeaks.com
શ્રેષ્ઠ રંગ
  • મેષ રાશિનો સ્વામી અગ્નિ તત્વનો ગ્રહ મંગળ છે. રાતા ગ્રહ તરીકે ઓળખાત મંગળની સપાટીના રંગો એટલે કે લાલ રંગના શેડ વાળા વસ્ત્રો ધારણ કર્યા હોય ત્યારે મેષ જાતકો સૌથી વધુ ખુશ જોવા મળે છે.
  • ઘેરા જાંબુડિયા રંગના વિવિધ શેડ્સ પણ મેષ જાતકો માટે વધુ ઉપયોગી પુરવાર થઈ શકે છે.


લાભ –
  • લાલ રંગથી આપને વિશેષ હૂંફ અને તેજ મળશે.
  • લાલ અને જાંબલી રંગના ઘેરા શેડ્સ ઉર્જાવાન અને બિન્દાસ સ્વભાવના મેષ જાતકો માટે વધુ સાનુકૂળ છે. આધ્યાત્મિક રીતે, લાલ રંગ ખંતીલા સ્વભાવ સાથે સંકળાયેલો છે – આ એવો ગુણ છે જે ઉતાવળીયા અને કઠોર સ્વભાવના મેષ જાતકોમાં હોવો ઘણો જરૂરી છે.
  • લાલ રંગ ઉર્જાશક્તિ, સારું સ્વાસ્થ્ય, હિંમત અને ઉત્સાહને પણ પ્રોત્સાહિત કરે છે.
  • લાલ રંગના કારણે ઉત્પન થતા અપાર બળને જાંબલી રંગમાં રહેલો વાદળી શેડ શાંતિ અને ધીરજ સાથે સાંકળે છે. આમ, જાંબલી રંગ મેષ જાતકોમાં ઉત્પન થતા પ્રચંડ જોશને અંકુશિત કરે છે.

વિશેષ ટીપ્સ
  • મેષ જાતકોએ લાલ રંગની અતિશયોક્તિથી દૂર રહેવું. તેઓ પોતાના ભાગ્યશાળી રંગના કારણે ઉત્પન શક્તિ અપાર શક્તિને અંકુશિત કરવા માટે હળવા રંગો જેમ કે સફેદ, બદામી કે અન્ય આછા રંગો સાથે લાલ રંગનું મેચિંગ કરીને તેનો પ્રભાવ થોડો હળવો કરી શકે છે.
  • ઘેરો લાલ કે ઘેરો જાંબલી રંગ મેષ જાતકોમાં ઉર્જાનું સ્તર ખૂબ વધારી દેતા હોવાથી તેમાં આછા જાંબલી શેડનો પણ સાથે ઉપયોગ કરી શકાય.
તહેવાર માટે ખાસ ટીપ્સ
  • આપના ફેસ્વિટ લૂકને એકદમ જીવંત બનાવવા માટે ઘેરા લાલ અથવા પરવાળા જેવા લાલ અને સફેદ રંગનું કોમ્બિનેશન આપને ખૂબ જ સારું લાગશે. જોકે, ઉષ્માભર્યો કિરમજી રંગ ઓછો ઉપયોગમાં લેવો જોઈએ.
  • મેષ રાશિની છોકરીઓ નવરાત્રીને વધુ જીવંત બનાવવા માટે સફેદ સાડી અથવા ચણિયો(ગાર્નેટ બોર્ડર સાથે) અને ધેરા ગાર્નેટ(લાલ માણેક જેવો રંગ) રંગની ચોળી પહેરી શકે છે.
  • મેષ રાશિના પુરુષો મનમોજી દિલમાં ખુશીઓનો પ્રકાશ ફેલાવવા માટે પેલ(આછા શેડના) લાલ ખેસ સાથે ઘેરા જાંબલી રંગના ઝભ્ભા પહેરી શકે છે.
  • જો આપ વેસ્ટર્ન આઉટફીટ પહેરી રહ્યા હોવ તો સફેદ કે આછા બદામી રંગની છાંટ સાથે લાલ ડ્રેસ છોકરીઓને સુંદર લાગશે તેમજ પુરુષો પેલ(આછા શેડ) રંગનો શૂટ અને ઘેરા જાંબલી રંગનો શર્ટ પહેરી શકે છે. સાથે હાથમાં ઘેરા લાલ રંગનો રૂમાલ રાખવાનું ન ભુલતા. આ રૂમાલ શર્ટની બહાર સહેજ દેખાય તેવી રીતે ખીસ્સામાં રાખવો.
  • એકદમ સફેદ રંગનો શર્ટ અને રાખોડી રંગનું ટ્રાઉઝર(પેન્ટ) તેમજ ગળામાં ઘેરા રંગની ટાઈ મેષ પુરુષ જાતકો માટે અન્ય એક સુંદર જોડી પુરવાર થશે.
  • જો આપને લાગતું હોય કે લાલ રંગ આપના માટે ભાગ્યશાળી રહે છે તો, આપ તેને એક્સેસરીઝમાં પણ ઉપયોગમાં લઈ શકો છો જેમ કે, શર્ટમાં સોનેરી કફ સાથે લાલ રંગની ધાર, મરૂણ રંગની સિલ્કની ટાઈ, લાલ રંગના સ્કાર્વ/ખેસ, લાલ પર્સ/હેન્ડબેગ, લોહી જેવા લાલ રંગના જૂતા પણ પહેરીને આપ પરિધાનમાં સરળતાથી લાલ રંગ ઉમેરી શકો છો.
 

22 Sep 2014

share
View All Astro-Fun