For Personal Problems! Talk To Astrologer

નવા વર્ષને આવકારવાના આઠ દેશના અવનવા અંદાજ


નવા વર્ષની રાત્રીએ ઘડિયાળમાં ૧૨ના ટકોરે જ્યારે વર્ષ બદલાય ત્યારે દુનિયાભરમાં તેને આવકારવાની અનોખી, વિશિષ્ટ અને રસપ્રદ પરંપરા હોય છે. જમવું, તોડવું કે પહેરવું કે પછી અન્ય કોઈપણ પ્રવૃત્તિ દ્વારા નવા વર્ષને આવકારવાના અલગ અલગ રિવાજો હોય છે. વર્ષ ૨૦૧૪ વિદાય લઈ રહ્યું છે અને ૨૦૧૫ને વધાવવા માટે જ્યારે દુનિયાભરના લોકો થનગની રહ્યા છે ત્યારે, ચાલો જાણીએ કે દુનિયાના વિવિધ દેશોમાં નવા વર્ષનું સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે. અહીં દર્શાવેલા ૮ દેશોમાં લોકો કેવી રીતે નવા વર્ષને આવકારે છે તે વાંચેની આપને પણ ઘણો આનંદ આવશે….
Ganeshaspeaks.com યુનાઈટેડ સ્ટેટ્સઃ નવા વર્ષની મધ્ય રાત્રીએ સૌ કોઈ ઉન્માદથી ડાન્સ કરે છે અને ચિચિયારીઓ પાડે છે જેથી વિતેલા વર્ષની કોઈપણ ખરાબ શક્તિ કે પ્રભાવ પાછળ રહી જાય. આપ્તજનો અને પ્રિયપાત્રોને ચુંબન કરીને પારસ્પરિક બંધનને વધુ ગાઢ બનાવે છે.
Ganeshaspeaks.com મેક્સિકોઃ મધ્યરાત્રીએ દ્રાક્ષ સાથે 12 ઈચ્છાઓ મનમાં નક્કી કરો. લોકોમાં એવી માન્યતા છે કે, આમ કરવાથી આપને નવા વર્ષે ખૂબ જ પ્રેમ મળે છે.
Ganeshaspeaks.com એક્વાડોરઃ જૂની નકારાત્મકતાઓથી છુટકારો મેળવવા, લોકો ફટાકડા સાથે જુના અખબારો લપેટીને તે સળગાવે છે અને તમામ દુષ્પ્રભાવો તેમજ આસુરી શક્તિઓ ધુમાડામાં ઉડી જવાનો આનંદ માણે છે.
Ganeshaspeaks.com ઈંગ્લેન્ડઃ અહીં આખી રાત આનંદ, શરાબ અને મોજમસ્તીમાં વીતે છે પરંતુ, નવા વર્ષના પહેલા દિવસની સવાર ઘણી મહત્વની હોય છે, કારણ કે સૌથી પહેલા આપના ઘરનો ઊંબરો ઓળંગનારી વ્યક્તિ સારી હોય તેની ખાતરી કરી લેવી કારણ કે તેના થકી જ આપના જીવનમાં સૌભાગ્ય આવે છે તેવી અહીં માન્યતા છે.
Ganeshaspeaks.com લિથુઆનિયાઃ યોગ્ય જીવનસાથીની શોધ કરી રહેલી મહિલાઓને કદાચ આ સૌથી વધુ યોગ્ય લાગશે. તમને પસંદ હોય તેવા ૧૨ પુરુષોના નામ અલગ અલગ કાગળની ચબરખી પર લખો. રાત્રે તેને તમારા ઓશિકા નીચે મુકો અને સવારે તેમાંથી એક ખેંચો. જેનું નામ બહાર આવે તેની સાથે આપના લગ્ન થવાની સંભાવના છે.
Ganeshaspeaks.com વેનેઝુએલાઃ અહીંની માન્યતા અનુસાર સૌભાગ્ય માટે પીળા રંગના અન્ડરવિયર પહેરવામાં આવે છે. લોકો એવું પણ માને છે કે, જ્યારે તમે કોઈ કાગળમાં પોતાની ઈચ્છા લખીને તેને મધ્ય રાત્રીએ સળગાવી દો તો તે મનોકામના જરૂર પુરી થાય છે.
Ganeshaspeaks.com ડેન્માર્કઃ ડેન્માર્કમાં, સ્થાનિક લોકો તેમની પાસે રહેલી કોઈ જુની ચીની વસ્તુ મિત્રના ઘર બહાર મુકી આવે છે. તેના કારણે નવા વર્ષે આપના મિત્ર વર્તુળમાં વધારો થશે તેવી માન્યતા છે.
Ganeshaspeaks.com જાપાનઃ કહેવાય છે કે હાસ્ય સૌથી શ્રેષ્ઠ દવા છે. આથી જ અહીંના લોકો જાહેર સ્થળોએ એકઠા થાય છે અને આખી રાત સતત ઘંટડી વગાડીને ખૂબ જ હસે છે. એવી માન્યતા છે કે આમ કરવાથી ખરાબ શક્તિઓ દૂર જતી રહે છે.

27 Dec 2014

share
View All Astro-Fun