કન્યા રાશિ 2021 : તમારા માટે આ વર્ષ ઘણું લાભદાયી પુરવાર થશે
તમારા માટે આ વર્ષ ઘણું લાભદાયી પુરવાર થશે. આ વર્ષે આપના સપનાં તો સાકાર થશે જ સાથે સાથે, તમારા જીવનના મૂલ્યો સમજીને તમે જીવનમાં એક સફળ વ્યક્તિત્વ તરફ આગળી વધી શકો છો. તમારા માન-સન્માનમાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધે, લોકોમાં સ્વીકૃતિ મળે. પારિવારિક જીવનમાં પણ ખુશીએ પ્રવર્તશે. તમારા પરિવારના વડીલો તરફથી ખૂબ જ સારા આશીર્વાર મળે અને તેનાથી તમારા કાર્યોમાં પણ ઘણી સારી સફળતા પ્રાપ્ત થાય. આ વર્ષે તમારે આદતો બાબતે થોડું સંભાળવું જરૂરી છે કારણ કે કોઇની સાથે બિનજરૂરી વાદવિવાદની શક્યતા ઘણી વધારે છે. આ વર્ષે આપ તીર્થસ્થળોએ થવા કોઇ પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન અર્થે જાવ તેવા પ્રબળ યોગ છે. તેનાથી તમને માનસિકરૂપે ઘણી શાંતિ થશે અને તણાવમાંથી મુક્તિ મળશે. તમારું સ્વાસ્થ્ય સામાન્યપણે સારું રહેશે અને આ કારણે તમે વિવિધ પરિયોજનાઓને સમયસર પાર પાડી શકશો. તમારામાં સદભાવનાની લાગણી વધશે તેમજ આવકમાં વધારો થશે. નોકરી કરી રહેલા કન્યા જાતકો માટે વર્ષ 2021 કેટલાક પડકારો લઇને આવશે. વેપારી વર્ગ માટે આ વર્ષ ઘણું પ્રગતિદાયક પુરવાર થઇ શકે છે. સંબંધોમાં પ્રેમની લાગણી બળવાન થશે. તમારી મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે તમારે મહેનત વધારવાની જરૂરછે. મક્કમ નિર્ધાર સાથે તમારા ઉદ્દેશ તરફ આગળ વધશો તો સફળતાના ચાન્સ પણ સારા જ છે. જીવન પ્રત્યે તમારે પ્રેક્ટિકલ અભિગમ રાખવો જરૂરી છે. આનાથી તમને પ્રગતિની તકો મળે અને અન્ય રીતે પણ લાભદાયી રહેશે. પરિસ્થિતિ અનુસાર આચરણ કરશો તો આપના કાર્યો સરળ થઇ જશે. આ વર્ષે પ્રગતિના માર્ગે આગળ વધી શકો છો. વર્ષ 2021 સંતાનો માટે ખાસ અનુકૂળ જણાતું નથી માટે તમારે તેમના સ્વાસ્થ્ય અને તેમની સંગત પર વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે અન્યથા તમારા માટે ચિંતા વધી શકે છે. શૈક્ષણિક રીતે જોવામાં આવે તો કન્યા જાતકોને કંઇક નવું કરવાનો મોકો આ વર્ષમાં મળી શકે છે. ધ્યાન રાખજો કે, આવી તકો વારંવાર નથી આવતી માટે હાથમાંથી તક જતી ના રહે અન્યથા પસ્તાશો. તમારું ભાગ્ય અત્યારે મજબૂત રહેશે અને તેના કારણે તમારા અનેક કાર્યોમાં સફળતાના યોગો બની રહયા છે. તમે સુખી જીવનના શિખર સુધી પહોંચી શકો છો. તમારી પ્રગતિ અન્ય લોકોના માર્ગનો અવરોધ ના બને અને બીજાના ભોગે ના થાય તેનું ધ્યાન રાખવું કારણ કે જો આવા કોઇ સંજોગો હશે તો ભવિષ્યમાં તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે માટે તેમની બાબતોમાં તમે મોટાભાગે નિશ્ચિંત રહી શકો છો.
કન્યા રાશિફળ 2021 માટે પ્રણયજીવન, સંબંધો અને દાંપત્યજીવન
પ્રેમ અને સંબંધોની વાત કરવામાં આવે તો 2021માં કન્યા જાતકો માટે આ વર્ષ આંશિક ફળદાયી જણાઇ રહ્યું છે. આ વર્ષમાં તમારા પ્રણયજીવનમાં તમારે પ્રામાણિકતા અને વફાદારીનો પરિચય આપવો પડશે. તમારા પ્રિયપાત્રનો વિશ્વાસ જીતવો પડશે અને વાસ્તવમાં તમારા જીવનમાં તેમના સિવાય કોઇ નથી તેવું બતાવવું પડશે કારણ કે પ્રણયજીવન હંમેશા સત્ય પર ટકેલું હોય છે. તમે બંને સાથે મળીને કોઇ ચેરીટીનું કામ કરી શકો છો. પારસ્પરિક વિશ્વાસ વધશે તો સંબંધોમાં ઘનિષ્ઠતા પણ ઘણી વથશે. વર્ષના મધ્યમાં વચ્ચે ક્યારેક કેટલાક પડકારો પણ આવે પરંતુ જો થોડા ખાટામીઠા પ્રસંગો આવશે તો તમારા સંબંધોની મજા બમણી થઇ જશે માટે ચિંતા કરવી નહીં. કોઇ અન્ય વ્યક્તિની દરમિયાનગીરીથી તમારી વચ્ચે તણાવ આવી શકે છે માટે બીજાની વાતોમાં આંધળો વિશ્વાસ કરવો નહીં. વિવાહિત જાતકો માટે આ વર્ષ ઘણું આશાસ્પદ કહી શકાય. તમને જીવનસાથી જોડે વધુને વધુ જોડાયેલા રહેવાની અનેક તકો મળે. તમારી વચ્ચે અગાઉથી તણાવ હોય તો દૂર થશે.
કન્યા રાશિફળ 2021 માટે નાણાં અને આર્થિક બાબતો
કન્યા જાતકો માટે આર્થિક સ્થિતિનો વિચાર કરવામાં આવે તો, શરૂઆત સામાન્ય રહે પરંતુ શરૂઆતના મહિનામાં કોઇ અવાંચ્છિત રીતે ધન પ્રાપ્તિના યોગો બની શકે છે. કોઇ વિશેષ પરિસ્થિતિમાં કેટલાક જાતકોને પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થવાના પણ યોગ છે અને કેટલાક લોકો મોટી કમાણી કરવા માટે અનૈતિક માર્ગ અપનાવવાનું વિચારી શકે છે. આવા કોઇપણ માર્ગોથી બચવાની આપને સલાહ છે. આવી સ્થિતિમાં તમે કાયદા વિરુદ્ધ જશો તો ભવિષ્યમાં ઘણું મોટું નુકસાન થઇ શકે છે. ગુપ્ત રીતે ધન પ્રાપ્તિના યોગ નકારી શકાય નહીં. તમારી એવી ઇચ્છા રહેશે કે કોઇપણ કાર્ય અટકે નહીં અને આવશ્યકતા અનુસાર નાણાં આવતા રહે અને આ ઇચ્છા પૂરી પણ થશે. નાણાંનું સંચાલન કરવા માટે સૌથી ઉત્તમ ઉપાય એ છે કે કોઇ મિલકતમાં તમે રોકાણ કરો જેથી લાંબા સમયે તેમાં મોટું વળતર પ્રાપ્ત થઇ શકે અને તમે લાભ ઉઠાવી શકો. આ વર્ષ પાછલા ચરણમાં આર્થિક લાભની વધુ આશા રાખી શકો છો.
કન્યા રાશિફળ 2021 કારકિર્દી, નોકરી અને વ્યવસાય
નોકરિયાત કન્યા જાતકો માટે વર્ષ 2021ની શરૂઆત થોડી ધીમી રહેશે અને કદાચ તમારી વર્તમાન નોકરીમાં બદલવાના પ્રયાસમાં સફળતા મળી શકે છે. બીજી નોકરી ઝડપથી મળે પરંતુ તેમાં મહેનત વધારે રહેશે અને સામે પક્ષે આવક પણ વધશે. આખું વર્ષ તમારા માટે કોઇને કોઇ પ્રકારે સકારાત્મક સમાચાર લઇને આવશે માટે કામ પર સંપૂર્ણ ધ્યાન જાળવી રાખવું અને મહેનત કરવામાં પાછા પડતા નહીં. ખાસ કરીને ફેબ્રુઆરી, મે અને જૂન તેમજ સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો સમય નોકરીમાં થોડા ચડાવઉતારનો સંકેત આપે છે. જો તમે વેપાર કરતા હોવ તો, તમારે ખાસ વધુ પરેશાન થવાની જરૂર નથી કારણ કે આ વર્ષ તમને આર્થિક લાભ અપાવનારું રહેશે. તમારી યોજનાઓનો અમલ કરી શકો અને તેનાથી કમાણી પણ થશે જેથી આત્મવિશ્વાસ અને ધગશ બંને વધશે. તમે કોઇપણ કાર્યો સૂપેરે પાર પાડી શકો અને સમયસર કરી શકો. વર્ષના મધ્યમાં તમારા વેપારને વધુ મજબૂત બનાવવા માટે કેટલીક નવી તકો મળી શકે છે માટે તેનો સદુપયોગ કરવો. વર્ષના છેલ્લા મહિનામાં ઘણું સારું ફળ મળી શકે છે.
કન્યા રાશિફળ 2021 માટે શિક્ષણ અને જ્ઞાનની બાબતો
કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી જણાઇ રહ્યું છે. તમને કેટલાક એવા વિષયોમાં વધારે રુચિ રહેશે જે સમાજને નવી દિશા આપનારા સાબિત થશે. તમે કોઇપણ વિદ્યાશાખામાં અભ્યાસ કરી રહ્યા હોવ તો પણ, કેટલાક નવા વિષયોમાં ચોક્કસ રુચિ વધી શકે છે જેમાં સમાજ સેવા, સામાજિક પરોપકારના કાર્યો, નૈતિક શિક્ષણ અને પ્રાચીન ધરોહરો સંબંધિત વિજ્ઞાનમાં તમે વધુ આગળ વધવાનો પ્રયાસ કરો. શિક્ષણના ક્ષેત્રમાં કેટલાક ચડાવઉતારની સ્થિતિ રહે અને ઘણી વખત તમારું ધ્યાન ભંગ પણ થાય પરંતુ જો શિક્ષણનું શિડ્યૂલ ખૂબ સારી રીતે બનાવીને તેને ચુસ્ત રીતે વળગી રહેશો અને આગળ વધશો તો તમારી ટર્મ સારી રીતે પૂરી કરી શકશો. ઉચ્ચ શિક્ષણનો પ્રયાસ કરતા જાતકોને પણ સારા પરિણામો મળી શકે છે અને તેનાથી તમારી ખુશી દ્વિગુણિત થશે. જેઓ વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા ઇચ્છુક હોય તેમને આ દિશામાં વધારે પ્રયાસો કરવા પડશે.
કન્યા રાશિફળ 2021 માટે સ્વાસ્થ્ય
સ્વાસ્થ્ય બાબતે જોવામાં આવે તો, વર્ષ 2021માં કન્યા જાતકો એકંદરે તંદુરસ્તી માણી શકશે. શરૂઆતના મહિનામાં થોડી નાજુક તબિયત રહે જેમાં ખાસ કરીને કોઇપણ પ્રકારે ઇજા થઇ શકે છે અથવા અકસ્માત, દુર્ઘટના વગેરેનો શિકાર થાઓ અથવા નાના ઓપરેશનની સંભાવના આવી શકે છે. આમ, શરૂઆત તમારે થોડી સાવધાની સાથે કરવાની છે. માર્ચ, મે અને સપ્ટેમ્બરમાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી આપના માટે બહેતર પુરવાર થશે. બાકીનો સમય આપના માટે એકંદરે સારો જણાઇ રહ્યો છે. બસ, ખાવા-પીવામાં અને કસરત પર ધ્યાન આપશો તો, કોઇપણ વિપરિત સ્થિતિમાંથી પણ સરળતાથી બહાર આવી શકશો. તમારું શરીર પણ એક મંદિર સમાન છે માટે તેને પણ મંદિરની જેમ જ શુદ્ધ રાખવું જરૂરી છે તે વાત ક્યારેય ભૂલતા નહીં.
14 Sep 2020
View All articles