વર્ષની શરૂઆતમાં તમારી કલ્પનાશક્તિ અને સર્જનશીલતામાં વધારો થતા કલા-કૌશલ્ય સાથે સંકળાયેલા જાતકો માટે સોનેરી સમય પુરવાર થશે. પારિવારિક બાબતમાં આપ ઊંડો રસ લેશો તેમ જ ખોરંભે પડેલા કેટલાક કાર્યો અને વિવાદોનો નીવેડો લાવવા માટે આપ સક્રિય થશો. પ્રેમસંબંધોમાં જીભ પર સંયમ રાખવાની સલાહ છે. જાણે-અજાણે તમે પ્રિયપાત્રની મજાક કરશો તો ભારે પડશે. ખોટી ગેરસમજના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં તબિયતની કાળજી રાખવી તેમ જ અકસ્માતથી સંભાળવું. ખાસ કરીને વાહન ચલાવતી વખતે અતિ ઝડપ ન રાખવી. વધુ પડતો કામનો બોજ અને ખાનપાનમાં અનિયમિતતા તેમ જ બેદરકારીના કારણે આપનું આરોગ્ય બગડશે. મેદસ્વીતા, ડાયાબિટિસ અથવા લીવરને લગતી સમસ્યા હોય તેમને હાલમાં રાહતની શક્યતા છે. એપ્રિલ મહિના પછી તમે કામકાજ કે ફરવા માટે લાંબા અંતરની મુસાફરીનું આયોજન કરી શકશો. ધન પ્રાપ્તિના યોગ છે પરંતુ તમારા હાથમાં આવેલા નાણાં અચાનક ક્યાંક વપરાઈ જશે માટે નાણાંનું મેનેજમેન્ટ કરતા શીખવું પડશે અન્યથા ગમે તેટલી આવક હોવા છતાં તમારા હાથમાં સિલક નહીં હોય. ઉત્તરાર્ધના તબક્કામાં સમાજમાં આપને માન-સન્માન મળે. વેપારીઓને ઉઘરાણીના નાણાં વસૂલ થાય. વર્ષના અંતિમ મહિનમાં વિવિધ પ્રકારની ચિંતાઓ આપનું સ્વાસ્થ્ય બગાડશે. આંખોમાં ઝાંખપ, બળતરા કે અન્ય કોઇક તકલીફ ઊભી થાય. ખર્ચનું પ્રમાણ વધશે.
રાશિ ભવિષ્ય 2019 વૃશ્ચિક રાશિફળ: સમૃદ્ધિ અને સંપત્તિ
વર્ષની શરૂઆતમાં આપ ગૃહ સજાવટ અને પરિવારના સભ્યો માટે વસ્ત્રો, ભેટ સોગાદો તેમ જ તેમની સુખસગવડ માટે ખર્ચશો અથવા પોતાની સુખાકારી કે મોજશોખ પુરા કરવા માટે ખર્ચશો. આર્થિક આયોજનોમાં પ્રારંભિક તબક્કામાં શક્ય હોય ત્યાં સુધી રોકાણ અથવા મોટુ આર્થિક સાહસ ખેડવાનું ટાળજો અને જો તમારે નાણાં ખર્ચવા જ પડે તેમ હોય તો સાવચેતી રાખજો. માર્ચ મહિના પછી તમારી આવકના સ્ત્રોતોમાં થોડી અનિશ્ચિતતા વર્તાશે માટે તમારા જરૂરી ખર્ચને અનુલક્ષીને અગાઉથી નાણાંનું આયોજન કરવું. કોઈપણ રોકાણમાં ટૂંકાગાળાનો લાભ લેવામાં ફસાઈ ન જાવ તેની કાળજી રાખવી. મિત્રો મળવાથી આપને આનંદ થાય. આર્થિક બાબતો પર આપે વધારે ધ્યાન આપવું પડશે. જમીન મિલકતના દસ્તાવેજો પર સહીસિક્કા કરવામાં કાળજી રાખવી. આપ શારીરિક અને માનસિક સ્વસ્થતા સાથે આપના કાર્યો યોજના પ્રમાણે પૂરા કરી શકશો. નાણાંકીય લાભ થાય, પરંતુ માનસિક ઉત્પાત ઘણી સમસ્યાઓ સર્જી શકે છે. ઉત્તરાર્ધના સમયમાં સત્તા અથવા નાણાંના મદમાં આપ ખોટા માર્ગે ન ચડી જાવ તેની ખાસ કાળજી રાખજો. જાહેર જીવનમાં યશકીર્તિ મળે. ઓગસ્ટમાં પ્રોફેશનલ ખર્ચાની શક્યતા છે. વર્ષના અંતિમ મહિનામાં રોકાણકારોએ મૂડીરોકાણ કરવામાં સાવધાની રાખવી. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ અને યાત્રાધામની મુલાકાત થાય. છેલ્લા મહિનામાં તમારી આવકમાં ભારે અનિશ્ચિતતા વર્તાશે.
રાશિ ભવિષ્ય 2019 વૃશ્ચિક રાશિફળ: અંગત અને જાહેર સંબંધો
આ વર્ષે મોટાભાગના સમયમાં તમે સંબંધોમાં સૂલેહ માણશો. જોકે પ્રેમસંબંધોમાં શરૂઆતના દોઢ મહિનામાં સાચવવું પડશે. જો ગુસ્સામાં આવીને દલીલબાજીમાં ઉતરશો તો સંબંધોમાં ભંગાણ માટે તમે પોતે જ જવાબદાર રહેશો. મિત્રો અને ભાઈબહેનો સાથેના સંબંધોમાં એપ્રિલ મહિના પછી વિશેષ ઘનિષ્ઠતા આવશે. કદાચ ઉત્તરાર્ધમાં તમારું મિત્રવર્તુળ વધે અને કેટલાક મહત્વપૂર્ણ નવા મિત્રો ઉમેરાય તેવી શક્યતા છે. સગાંવહાલા કે મિત્રો તરફથી ઉપહાર મળે. પરિવારજનો સાથે તમે મનોરંજક સ્થળો, સીનેમા કે શોપિંગનો આનંદ માણશો. પ્રોફેશનલ લાઈફની સાથે સાથે આપ પરિવારજનો તરફ વિશેષ ધ્યાન આપશો જેથી પરિવારમાં તમારું માન-સન્માન વધી શકે છે. વર્ષના અંતિમ ત્રણ મહિનામાં ઉપરી વર્ગથી સંભાળીને રહેવું. કોઈની સાથે કમ્યુનિકેશનમાં સાચવજો અન્યથા તમારી વાણી અને શબ્દોનું ખોટુ અર્થઘટન થઈ શકે છે. સંતાનોના પ્રશ્ન વિષે ચિંતા થાય. ઓક્ટોબર મહિનામાં નવા વસ્ત્રો, આભૂષણો, ગૃહસજાવટની ચીજો તથા પત્ની કે બાળકો માટેની ચીજવસ્તુઓમાં ખર્ચ થશે. ખાસ કરીને સંતાનો મનોરંજનની ચીજો પાછળ ખર્ચ કરાવશે. પરિવાર સાથે કોઈ રમણીય સ્થળે કે હિલસ્ટેશન પર ફરવા નીકળી જશો.
રાશિ ભવિષ્ય 2019 વૃશ્ચિક રાશિફળ: પ્રણય અને દાંપત્ય જીવન
વર્ષના આરંભમાં આપની જીદ, આવેશ, ઉગ્રતાના કારણે સંબંધોમાં કજીયો ઉભો ન થાય તેની તકેદારી રાખજો. સ્ત્રીપાત્ર સાથે કોઈક કારણસર અબોલા થાય. ફેબ્રુઆરીના ઉત્તરાર્ધ પછી પ્રિયપાત્ર સાથે રોમાંચક ક્ષણ માણવાની તક મળશે. તમારામાં વિજાતીય આકર્ષણ વધુ રહેવાથી નવા સંબંધોની શરૂઆત કરવા માંગતા જાતકો પ્રેમની અભિવ્યક્તિ વધુ સારી રીતે કરી શકશે. નવા પાત્રો પણ આપના જીવનમાં પ્રસન્નતાનો ઉમેરો કરશે. મોટાભાગના સમયમાં વિવાહિતોને દાંપત્યજીવનમાં સૌહાર્દપૂર્ણ માહોલ રહેતા આપને માનસિક હળવાશ થશે. આપ માનસિક અને શારીરિક રીતે સુસજ્જ હશો. નવા મિત્રો બનશે તેમની મૈત્રી આપને લાંબા ગાળે લાભકારી સાબિત થશે. જુન અને જુલાઈ મહિના દરમિયાન સ્નેહીજનો અને મિત્રો સાથે પિકનિક- હોટેલ કે સિનેમા- નાટકમાં હળવી પળો માણશો. વર્ષના અંતિમ ચરણમાં ખાસ કરીને આપ્તજનો સાથે વાણી અને વ્યવહારમાં તમારે વિશેષ સૌમ્ય બનવું પડશે. જોકે, પિતા સાથે તમારો વ્યવહાર વધુ સારો થઈ શકે છે.
રાશિ ભવિષ્ય 2019 વૃશ્ચિક રાશિફળ: નોકરી અને વ્યવસાય
નોકરી વ્યવસાયના સ્થળે પણ આપ ઉત્સાહ અને તાજગીનો અનુભવ કરો. નોકરીમાં આપ નવા પ્રોજેક્ટ કે વિશેષ કાર્ય સરળતાથી પાર પાડી હરીફોની બોલતી બંધ કરી દેશો. નોકરિયાત વર્ગને ફાયદો થશે. ઓફિસમાં આપની વિરુદ્ધ કાવાદાવાઓ કરનારા ફાવી શકશે નહીં. વર્ષના મધ્યમાં વેપાર-ધંધામાં વધુ પડતો ધનખર્ચ થાય. તમારે ક્લાયન્ટ્સની જરૂરિયાતો સંતોષવા માટે પ્રોડક્ટ અથવા સેવાની ગુણવત્તા સુધારવા રિસર્ચ અથવા એનાલિસિસમાં ખર્ચ કરવો પડે અથવા નફો ઘટાડવો પડે તેવી સંભાવના છે. શરૂઆતમાં નસીબ કોઇપણ કામમાં યારી ન આપતું લાગે પરંતુ માર્ચના અંત પછી આ સ્થિતિમાં સુધારો આવશે. વર્ષના મધ્યમાં નોકરી-વ્યવસાયના ક્ષેત્રે આપની કામગીરીના વખાણ થાય. નોકરીમાં પણ સહકર્મીઓ અને ઉપરીઓનો આપના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાવા લાગશે. પદોન્નતિનો માર્ગ મોકળો થાય. આપનું વર્ચસ્વ વધે. સરકારી કાર્યો સરળતાથી પાર પડે અને તેનાથી લાભ થાય. વર્ષના છેલ્લા ચરણમાં નોકરી- ધંધાના સ્થળે આપને ક્લાયન્ટસ્ કે ઉપરી અધિકારીઓ પાસેથી કામની ફળશ્રુતિ રૂપે સારો શિરપાવ મળશે. કામકાજ અર્થે નાની મુસાફરીનું આયોજન શક્ય બને.
રાશિ ભવિષ્ય 2019 વૃશ્ચિક રાશિફળ: મુસાફરી અને આરોગ્ય
વર્ષની શરૂઆતમાં આપને ખાસ કરીને સંતાનોના આરોગ્ય અને અભ્યાસ અંગે થોડી ચિંતા રહેશે. જેઓ સંતાન પ્રાપ્તિના પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે તેમને પણ શરૂઆતના દોઢ મહિના સુધી ગ્રહોનો સાથ ઓછો મળશે. ગર્ભવતી મહિઓએ ફેબ્રુઆરી મધ્ય સુધી વિશેષ સાવધાની રાખવી પડશે. ત્યારપછીના તબક્કામાં તમે તન- મનથી સ્વસ્થતા રહેશો. પ્રથમ ત્રિમાસિકગાળામાં શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળવી કારણ કે ઈજાની શક્યતા વધુ રહેશે. મુસાફરીમાં પેટને લગતી અજીર્ણ જેવી બીમારીથી અસ્વસ્થતા અનુભવાય. માર્ચ પછી જો કોઈ પણ સમસ્યા વર્તાય તો ઘરગથ્થુ ઈલાજ કરાવવાના બદલે ડોક્ટરની સલાહ અનુસાર તાત્કાલિક ઈલાજ શરૂ કરાવજો અન્યથા આપની તન- મનની તંદૂરસ્તી જોખમાશે. ત્વચા કે પેટની ગરમી, લૂ લાગવી, તાવ આવવો વગેરે શક્યતા હોવાથી ખાવાપીવામાં ધ્યાન આપવું. સંતોનોના સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. દવાખાના પાછળ અણધાર્યો ખર્ચ થવાની શક્યતા છે. શરીરમાં થાક, આળસ અને અશક્તિના કારણે થોડો શુષ્ક રહેશે.
રાશિ ભવિષ્ય 2019 વૃશ્ચિક રાશિફળ: શિક્ષણ અને જ્ઞાન
આપ આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરો કે સત્સંગમાં ભાગ લો અથવા ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે પણ એકંદરે સારો સમય હોવાથી અભ્યાસમાં રુચિ વધશે. નવા વિષયો અંગે જાણવાનું મન થશે. જોકે, શરૂઆતનો દોઢ મહિનો તમારા માટે થોડો પડકારજનક રહેશે. ખાસ કરીને અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને એકાગ્રતા જાળવવા માટે અભ્યાસના ટેબલ પર એજ્યુકેશન ટાવર મુકવાની સલાહ છે. ફેબ્રુઆરીના મધ્ય સુધીનો સમય ખાસ કરીને કારકિર્દી બાબતે મહત્વનું વર્ષ છે તેમણે સંભાળી લેવા જેવો છે. તમારામાં ખાસ કરીને ઓક્ટોબરના અંત સુધી કોઈપણ વિષય બાબતે ગ્રહણશક્તિ સારી રહેશે પરંતુ તમારી અભ્યાસમાં અભિરૂચિ જ ઓછી રહેવાથી જોઈએ તેવું પરિણામ નહીં મળે. શક્ય હોય તો દરરોજ સવારે માતા સરસ્વતી અને ઈષ્ટદેવનું સ્મરણ કરીને અભ્યાસનો આરંભ કરવો. વિદેશમાં અભ્યાસ અર્થે જવા માંગે છે તેમના માટે શરૂઆતનું ચરણ આશાસ્પદ ગણી શકાય. જેઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા છે તેમણે પહેલા ત્રિમાસિકગાળામાં ઘણી વધુ મહેનતની તૈયારી રાખવી પડશે.
11 Oct 2018
View All articles