તુલા રાશિ 2021 : તમારા સ્વાસ્થ્ય પર આ વર્ષમાં વધારે ધ્યાન આપવું જરૂરી છે
તુલા રાશિના જાતકો માટે વર્ષ 2021 એકંદરે જોવામાં આવે તો સામાન્ય ફળદાયક જણાઇ રહ્યું છે. તમારા જીવનના કેટલાક ક્ષેત્રો સારા અને ઉત્તમ પરિણામો મળશે તો ક્યાંક એવા તબક્કા પણ આવે જ્યાં તમારે થોડા નિરાશ થવું પડે અને વધારે ધ્યાન આપવું પડે. તમારા સ્વાસ્થ્ય પર આ વર્ષમાં વધારે ધ્યાન આપવું જરૂરી છે કારણ કે સહેજ પણ ગાફેલિયત અને બેદરકારીના કારણે સ્વાસ્થ્યની સમસ્યા સર્જાઇ શકે છે. પરિવારજનોથી વિખુટા પડવાની અથવા કોઇપણ કારણથી તેનાથી દૂર રહેવાની પીડા પણ સહન કરવાની તૈયારી રાખવી. કોઈપણ જરૂરી કામથી તમારે પરિવારથી દૂર થવું પડે તેવા પ્રબળ સંકેત છે. તમારા પરિવારજનોને પણ તમારી ગેરહાજરીની ખોટ વર્તાશે. આર્થિક મોરચે 2021નું વર્ષ તુલા જાતકો માટે સામાન્ય રહેશે. ક્યારેક તમને ઘણા મોટા લાભ મળી શકે છે પરંતુ સામાન્યપણે લાભ પણ મધ્યમ રહેશે. આ વર્ષમાં કેટલાક નવા સંબંધોની શરૂઆત થવાના એંધાણ છે. તમારા મિત્રો અને સંબંધીઓ તમારા સુખનું કારણ બની શકે છે. તમારા લોકસેવા અને ભલાઇના કાર્યોમાં તેઓ તમારી સાથે ખભાથી ખભો મિલાવીને સાથે ચાલશે. આ વર્ષે તમારે બિનજરૂરી અને અનિચ્છિત મુસાફરીઓ કરવા માટે તૈયારી રાખવી પડશે અને તેના કારણે થોડી માનસિક પરેશાની પણ અનુભવશો. આવી માનસિક ચિંતાના કારણે તમારી આર્થિક સ્થિતિ પર પણ બોજ પડી શકે છે માટે સાવધાન રહેવું જરૂરી છે. જો ક્યાંય મુસાફરી કરવી જરૂરી હોય તો, તમામ પૂર્વતૈયારીઓ કરવી. ગ્રહોની સ્થિતિ અનુસાર તમારી કુંડળીમાં ચોથા અને દશમા સ્થાન પર વિશેષ પ્રભાવ રહે જેથી તમારા પારિવારિક અને પ્રોફેશનલ જીવન વચ્ચે તાલમેલ બેસાડવાની ખૂબ જ જરૂર છે. જો આમાં તમે પાછા પડશો તો, સ્થિતિ હાથમાંથી સરકી જશે અને તમે બંને મોરચે પડકારોનો સામનો કરવા માટે મજબૂત થઇ શકો છો. જોકે, તુલા જાતકોના સ્વભાવમાં જ સંતુલિત માનસિકતા હોય છે અને જીવનમાં સામંજસ્ય જાળવવામાં તેઓ પાવરધા હોય છે માટે તમારે આ વર્ષમાં તમારા આ ટેલેન્ટનો ભૂરપૂર ઉપયોગ કરવાનો છે. વર્ષ 2021માં તમારે માતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડશે કારણ કે તેમનું સ્વાસ્થ્ય અવારનવાર બગડી શકે છે અને તેનાથી તમારી ચિંતાનું સ્તર વધશે. કોઇ વિશેષ પરિસ્થિતિઓ તમને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી શકે છે. આર્થિક રીતે પણ તેના પરિણામો માટે તમારે તૈયારી રાખવી પડશે. તમારી પારિવારિક જવાબદારીઓને ધ્યાનમાં રાખીને તમારા કર્તવ્યો નિભાવવા પડશે અને જરૂર હોય ત્યાં પરિવારના કોઇ વડીલની સલાહ લઇને તમે આગળ વધી શકો છો. આમ કરવાથી તમારું કામ સરળતાથી પાર પડશે અને સંભવિત અવરોધો અથવા સમસ્યાથી બચી શકો છો.
તુલા રાશિફળ 2021 માટે પ્રણયજીવન, સંબંધો અને દાંપત્યજીવન
પ્રણયસંબંધો અંગે વિચાર કરવામાં આવે તો વર્ષ 2021 તુલા જાતકો માટે આમ તો સામાન્ય રહે પરંતુ આ વર્ષે તમારા માટે એક સારી વાત એ છે કે, જેઓ પહેલાંથી કોઇની સાથે સંબંધોમાં હોય તેઓ પોતાના પ્રિયપાત્રની તેમના પરિવારજનો સાથે મુલાકાત કરાવી શકે છે અને લગ્ન માટે તમે આગળ વધી શકો છો. આ સમયમાં તમારામાં એકબીજા પ્રત્યે સમજદારી વધશે, સંબંધોમાં પરિપકવતા આવશે પરંતુ કોઇપણ જરૂરી કાર્યના કારણે તમારી વચ્ચે થોડા સમય માટે અંતર આવી શકે છે. આવી સ્થિતિમાં તમારા અંતરના કારણે થતી પીડાને બહાર દેખાવા દેશો નહીં અને કોઇને કોઇ પ્રકારે શક્ય હોય ત્યાં સુધી મુલાકાત કરવી અથવા સતત કમ્યુનિકેશનમાં રહીને પણ તમે તેમના દિલની નજીક રહી શકો છો. તમારા સંબંધોને જીવંત રાખવા માટે કમ્યુનિકેશન ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. પ્રણયજીવનમાં વર્ષનો મધ્યભાગ ખૂબ સુખદાયક રહેશે જ્યારે અંતિમ મહિનાઓમાં પ્રણયજીવનની નવી શરૂઆત થવાના યોગ છે. વિવાહિત જાતકો માટે વર્ષની શરૂઆત સારી છે. તમારા જીવનસાથી આત્મવિશ્વાસથી છલકાશે અને તમારી પ્રગતિ માટે તેઓ મદદરૂપ રહેશે. તેમની સલાહ તમારી પ્રગતિનો માર્ગ તૈયાર કરશે અને જીવનમાં તમે ખૂબ આગળ વધી શકો છો.
તુલા રાશિફળ 2021 માટે નાણાં અને આર્થિક બાબતો
આર્થિક મામલે જોવામાં આવે તો, 2021ની શરૂઆતના તબક્કામાં તુલા જાતકોને મધ્યમ આવક થશે અને તમે કારણ વગર જ આર્થિક બાબતે ચિંતામાં રહો તેવી શક્યતા છે. તમને ઘન હાનિ, ચોરી અથવા કોઇ તમારી પાસેથી ધન પચાવી પાડે તેવી ચિંતા રહેવાની પણ શક્યતા છે. આવા નકામો ડર તમને સતત પરેશાન કરી શકે છે માટે ખોટા વિચારોથી દૂર રહેવું. એપ્રિલથી મેના મધ્ય સુધીમાં તમને કોઇ જોરદાર મોટો લાભ થઇ શકે છે. આ લાભના કારણે તમારી સંખ્યાબંધ સમસ્યાઓ ઉકેલાઇ શકે છે. ઑગસ્ટ મહિનાથી સરકાર દ્વારા થતો કોઇપણ લાભ પ્રાપ્ત થઇ શકે છે. તમારા ખર્ચમાં પણ ઘટાડો આવે પરંતુ મુસાફરીને લગતા ખર્ચમાં તમારા નાણાંનો સતત વ્યય થઇ શકે છે. વર્ષના મધ્યનો સમય આર્થિક રીતે ઉન્નતિનો રહે માટે આ સમયનો શક્ય હોય એટલો વધુ લાભ ઉઠાવીને જીવનમાં વૈભવની પ્રાપ્તિ કરી શકો છો. 2021નો છેલ્લો મહિનો તુલા જાતકો માટે આર્થિક મોરચે થોડો નાજૂક રહેશે.
તુલા રાશિફળ 2021 કારકિર્દી, નોકરી અને વ્યવસાય
નોકરીના દૃષ્ટિકોણથી આ વર્ષ આપના માટે શુભ ફળદાયક રહેશે. તમને નોકરીમાં ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થાય. તમારું મન કામમાં વ્યસ્ત રહેશે અને તેનાથી કામ વધુ સારી રીતે કરવાના ઉપાયો તમારા મનમાં આવશે. તમે પોતાની જાત સાથે સ્પર્ધા કરશો જે તમને વધુ બહેતર બનવા માટે પ્રેરણા આપશે. આનાથી તમે પ્રશંસાને પાત્ર બનવાની સાથે સાથે, સારો હોદ્દો પ્રાપ્ત કરો તેવી પણ સંભાવના છે. વર્ષના મધ્યમાં તમારી પદોન્નતિના યોગ જણાઇ રહ્યાં છે. જાન્યુઆરી મહિનો આ મામલે ઘણો સારો પસાર થશે. જો, તમે વેપાર-ધંધામાં જોડાયેલા હોવ તો, એક વાતનું અવશ્ય ધ્યાન રાખવું કે, તમારા ભાગીદાર સમક્ષ કોઇપણ પ્રકારની ખાનગી વાતો જાહેર કરવી નહીં, અન્યથા તેઓ આનો દુરુપયોગ કરીને તમને નુકસાન પહોંચાડી શકે ચે. વેપારની દૃશ્ટિએ આ વર્ષનો મધ્ય ભાગ અપેક્ષાકૃત સારો રહેશે અને અંતિમ ભાગ સામાન્ય ફળદાયક રહેશે. વર્ષના મધ્યમાં પ્રોપર્ટીના માધ્યમથી તમે ધન કમાઓ તેવા પ્રબળ યોગ બની રહ્યાં છે. શક્ય છે કે, આ સમયમાં તમે કોઇ જંગમ મિલકત અથવા સ્થાવર મિલકત પ્રાપ્ત કરો.
તુલા રાશિફળ 2021 માટે શિક્ષણ અને જ્ઞાનની બાબતો
વિદ્યાર્થી જાતકો માટે આ વર્ષ બહુ મોટી સિદ્ધિ અપાવનારું જણાતું નથી કારણ કે, વર્ષની શરૂઆત થોડી નબળી જણાઇ રહી છે. આ સ્થિતિમાં તમારે પોતાની મહેનત પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. તમે મહેનત કરશો અને તે અનુસાર તમને પરિણામો પ્રાપ્ત થશે. શિક્ષણ મોરચે થોડા અવરોધો આવવાની શક્યતા જણાઇ રહી છે માટે તમારે અગાઉથી તૈયારીઓ રાખવી જરૂરી છે. વર્ષના મધ્યમાં તમને અભ્યાસ સંબંધે કંઇક નવું જાણવા માટે અને નવું શીખવા માટે સારી તક મળી શકે છે. આ વર્ષના છેલ્લા મહિનામાં અભ્યાસ સંબંધિત કાર્યોમાં ખૂબ સારી રીતે આગળ વધી શકો છો. જેઓ વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેમના માટે, આ વર્ષ સામાન્ય રહેશે અને તેમને વધુ પ્રયાસો પછી આંશિક સફળતા મળવાની શક્યતા છે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે પ્રયાસરત છે તેમને એપ્રિલથી જૂન દરમિયાન સારા પરિણામો પ્રાપ્ત થાય અને મનપસંદ કોલેજમાં પ્રવેશ મળે તેવા પ્રબળ યોગ બની રહ્યાં છે.
તુલા રાશિફળ 2021 માટે સ્વાસ્થ્ય
સ્વાસ્થ્ય મામલે આપનું આ વર્ષ સામાન્ય રહેશે. વર્ષની શરૂઆતમાં થોડી નબળાઇ રહેવાની શક્યતા છે અને તમારે ભોજન સંબંધિત આદતોમાં ફેરફારો કરવા પડશે. વાસી અથવા રોગ થાય તેવું કોઇપણ ભોજન ના લેવાની સલાહ છે કારણ કે, તમને ફુડ પોઇઝનિંગ જવાનું જોખમ છે. તમારે અતિ ઠંડી અને અતિ ગરમીથી પણ બચવું જરૂરી છે કારણ કે ફેફસામાં શ્વાસ લેવામાં અથવા શરીરમાં ઠંડી લાગવાથી વિવિધ સમસ્યાઓ થવાની પણ વધારે સંભાવના છે. તમારા મનમાં સ્વાસ્થ્ય બાબતે કોઇ અજાણ્યો ડર રહેવાની પણ શક્યતા છે તમને અવારનવાર માનસિક રીતે પરેશાન કરી શકે છે. જોકે તેમાંથી બહાર નીકળવાના ઉપાયો તમારે જાતે જ વિચારવ પડશે. તમે નિયમિત કસરત કરીને સ્વાસ્થ્યમાં સુધારો કરી શકો છો જેથી તમે તંદુરસ્ત રહો અને સ્વાસ્થ્ય સંબંધિત પડકારોનો ઓછો સામનો કરવો પડે.
14 Sep 2020
View All articles