મેષ રાશિ

મેષ જાતકોની જીવનશૈલી

શારીરિક બાંધોઃ
મેષ જાતકોના વાળ કડક અને વાંકડિયા હોય છે. શરીર સ્નાયુબદ્ધ અને મજબૂત હોય છે. ચહેરાના હાવભાવ કરડાકીભર્યા કે ગંભીર હોય છે. ઝડપથી બોલે છે. મોફાડ મોટી અને દાંત પણ મોટા અને મજબૂત હોય છે. મેષ જાતકોની પ્રત્યેક હિલચાલમાં ઝડપ અને ત્વરા દેખાઈ આવે છે જેમાં લયબધ્ધતા કે રસાળતા નથી હોતી.
સ્વાસ્થ્યઃ
મેષ જાતકો સ્વભાવે મજબૂત હોય છે. જોકે તેમનામાં ધૈર્યની ઉણપ જોવા મળે છે. વધુ પડતા તણાવના કારણે ક્યારેક ક્યારેક પેટ અને કિડનીની સમસ્યા જોવા મળે છે. મેષ માથા પર આધિપત્ય ધરાવે છે માટે તેમને ભારે માથાનું દર્દ, અનિંદ્રા અથવા દુર્ઘટના જેવી શક્યતા રહે છે.
સૌંદર્ય ટીપ્સઃ
મેષ જાતકોએ જાંબલી અને લાલ રંગના કપડાં પહેરવા જોઇએ અને સ્ટાઇલમાં રહેવું જોઇએ. માથામાં તે જે કંઈ પણ પહેરશે તે તેને શોભી ઊઠશે.
મનગમતી ખાદ્યસામગ્રીઃ
મેષ જાતકોને ભાજી, અખરોટ, બટાટા, પાલક, ડુંગળી, કાકડી, સફરજન, મૂળો, લીંબુ, દાણાવાળા શાક અને કોબિજ પસંદ હોય છે. માછલી જેવો બુધ્ધિવર્ધક ખોરાક પણ તેમના માટે જરૂરી હોય છે.
આદતોઃ
મેષ જાતકોને હંમેશા કેન્દ્ર સ્થાને રહેવાનું ગમે છે અને જરૂર જણાય ત્યારે તેઓ પોતાની રીતે જ આગળ વધવાનો માર્ગ બનાવી લે છે. આ આદતથી તેમને ઝડપથી પ્રગતી કરવામાં મદદ મળી રહેતી હોવા છતાં, લાંબા ગાળે તેમના માટે મહત્વના હોય તેવા લોકો માટે તેમણે સમાધાન કરવું પડે છે. તેમને કોઈ જવાબદારી સોંપીને આ સ્વાર્થવૃત્તિ ઘટાડી શકાય છે.
 

મેષ સાપ્તાહિક ફળકથન – 24-09-2017 – 30-09-2017

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર