મેષ વાર્ષિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ વર્ષ (2017)

આ વર્ષ દરમિયાન સ્થાવર અને જંગમ મિલકતની દૃષ્ટિએ બહુ મોટો ફેરફાર જણાતો નથી. વાહનનો પણ યોગ થતો જણાતો નથી. જીવનસાથી કે સંતાનના નામે યોગ બને છે તો તે પ્રમાણે આયોજન કરી શકો છો. 16-08-2017 સુધી પંચમ સ્થાનમાંથી રાહુનું ભ્રમણ આપને સટ્ટાકીય બાબતો તરફ ઝુકેલા રાખશે.16-08-2017 પછી આપને મિલકતમાં કોઈ ફેરફાર કરવો હોય તો સમજી વિચારીને કરવો. થોડી રાહ જુઓ તો લાભ થશે. શુભ ગ્રહ ગુરુ વર્ષની શરૂઆતથી 13-09-2017 સુધી આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરે છે. તે દરમિયાન આવક અને ખર્ચ બંનેમાં વધારો કરશે. નવા કામમાં નિષ્ફ્ળતા આપશે. 13-09-2017 પછી તમારી રાશિથી સપ્તમ સ્થાનમાં ગુરુના ભ્રમણના કારણે સુખનો એહસાસ થશે. આવકમાં વૃદ્ધિ થશે. કાર્ય સફળતા મળશે. વડીલોથી લાભ થશે, પરંતુ શનિ વર્ષના મધ્યમાં 26-06-2017 થી 25-10-2017 સુધી વૃશ્ચિક રાશિમાં ફરીથી ભ્રમણ કરશે. આ સમય દરમિયાન આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરવો પડશે. 16-8-2017 પછી રાહુના ભ્રમણના કારણે મિલકતનો કોઇ ફેરફાર હશે તો સમજી વિચારીને કરવો. થોડી રાહ જુઓ તો લાભ થશે. મન સટ્ટાકીય બાબતો તરફ વધુ પડતું ઢળેલું રહેશે. પહેલાનું લીધેલું દેવુ ચુકવાય તેવા સંજોગો બનશે. 3-2-2017 થી 11-3-2017 સુધી કાર્યસફળતા મળે. માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. આવકની વૃદ્ધિ થાય. વડીલોથી લાભ થાય.
#

Trending (Must Read)

મેષ સાપ્તાહિક ફળકથન – 22-10-2017 – 28-10-2017

મેષ માસિક ફળકથન – Oct 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર

વધુ જાણો મેષ