મેષ વાર્ષિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ વર્ષ (2017)

વર્ષની શરૂઆતથી 13-09-2017 સુધી આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં છઠ્ઠે ગુરુનું ભ્રમણ રહેતા જીવનસાથી સાથે ગેરસમજ થવાની શક્યતા રહેશે. દાંપત્યજીવનમાં મતભેદ રહેશે. 13-09-2017 પછી ગુરુ આપની રાશિથી સપ્તમ ભાવમાં ભ્રમણ કરશે માટે સપ્ટેમ્બર પછી દાંપત્યજીવનમાં સુખ અને આનંદની વૃદ્ધિ થશે. આપના પારસ્પરિક મતભેદ ઉકેલાય અને આત્મીયતા વધશે. 25-10-2017 પછી શનિ વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં ભ્રમણ કરશે માટે જીવનસાથી જોડે સંવાદિતતા સારી રહેશે. જોકે, 16-08-2017 સુધી આપની રાશિથી પાંચમા સ્થાનમાં રાહુનું ભ્રમણ થતુ હોવાથી વિજાતીય વ્યક્તિ સાથેના સંબંધમાં થોડી સાવચેતી રાખવી. વર્ષની શરૂઆતથી ઑગષ્ટ મહિના સુધી આપના પ્રેમસંબંધની શરૂઆત થશે. 7-4-2017 થી 21-6-2017 દરમિયાન પ્રેમપ્રસંગો જાહેર થવાની શક્યતા રહેશે. 6-4-2017 પછી વક્રી શનિ રહેતા દાંપત્યજીવનમાં મતભેદ રહેશે. જીવનસાથી વૈભવી અને મોજશોખ વાળી જીવનશૈલી તરફ આકર્ષિત થશે જેના કારણે આંતરિક તણાવ વધી શકે છે. 13-09-2017 પછી ગુરુનું સાતમા સ્થાનથી ભ્રમણ અવિવાહિતને વિવાહના યોગ આપશે. આ વર્ષે પરિવારમાં તણાવની પરિસ્થિતિ રહેશે. પાંચમે રાહુ રહેતા સંતાન સંબંધિત ચિંતા રહેશે. ભાઇ-બહેનો સાથે સંપત્તિ સંબંધિત વિવાદની શક્યતા રહેશે. પરંતુ સમય જતા સમાધાન પણ થશે. ગુપ્ત શત્રુ અને ષડયંત્રથી સાવધ રહેવું. 7-4-2017 થી 21-6-2017 દરમિયાન ઘરના વડીલના સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા આવી શકે. 11મા સ્થાનમાં કેતુના ભ્રમણના કારણે વડીલો અને મિત્રોનો સહકાર મળશે. તેમનાથી લાભ થાય. જ્યાં સુધી મિત્રોની વાત છે, સાચા મિત્રોનો સાથ સહકાર મળી રહેશે. 27-01-2017થી આપ શનિની અઢી વર્ષની નાની પનોતીમાંથી મુક્ત થશો. તે પછી શનિના નવમા સ્થાનના ભ્રમણ પછી કુટુંબમાં પારસ્પરિક ગેરસમજ દૂર થતી જોવા મળશે. અગાઉ વણસેલા સંબંધો વ્યવસ્થિત થશે. પિતાનો સ્વભાવ થોડો શંકાશીલ બનશે. સાથ છોડીને જતા રહેલા મિત્રો પણ ફરી તમારી પડખે આવીને ઉભા રહેશે.
#

Trending (Must Read)

મેષ સાપ્તાહિક ફળકથન – 24-09-2017 – 30-09-2017

મેષ માસિક ફળકથન – Sep 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર

વધુ જાણો મેષ