આ વર્ષે વ્યાવસાયિક હેતુથી કરેલી મુસાફરી લાભદાયી રહે. વ્યવહારુ કે ધંધાકીય ભાગીદારીમાં મનદુઃખના પ્રસંગો બની શકે છે માટે ખાસ કરીને જેમની સાથે લાંબા સમયથી કામ કરી રહ્યા છો ત્યાં થોડી બાંધછોડની નીતિ પણ અપનાવવી પડશે. નોકરીથી લાભ રહે અને વેતન વધારો, પ્રમોશનની તક, લાંબી મુસાફરીની શક્યતા પણ કહી શકાય. વ્યાવસાયિક નિર્ણયો લેવામાં સાચવીને કાર્ય કરવું. નવું સાહસ કે રોકાણ કરવું હિતાવહ નથી. આપની શાંતિ હણાઇ ગઇ હોય તેવું લાગે. તેથી આપ શાંતિમય જીવન જીવવા માટે કંઇ જ ના કરો. બસ, કામના સમયે કામ કરો અને જ્યારે કશું ના કરતા હોવ ત્યારે આરામ કરો. ઘરે કે વ્યવસાયના સ્થળે જ્યાં હોવ ત્યાં પૂરતું ધ્યાન આપો તો વાંધો નહીં આવે, અન્યથા આપને ઘર અને વ્યવસાય બંને વચ્ચે બેલેન્સ જાળવતા દમ નીકળી જશે. કાર્યસ્થળ પર તમારા માટે કામનું દબાણ હોવાથી તમે ચિંતા કરી શકો છો. જો આવી સ્થિતિમાં તમે નક્કર આયોજન સાથે આગળ વધશો તો સારા પરિણામ મળશે. મોટાભાગના નોકરિયાતોને પોતાનું કૌશલ્ય બતાવીને પ્રમોશન મેળવવાની સંપૂર્ણ તક મળી શકે છે. સાથે સાથે જો તમે નોકરીની શોધમાં હોવ તો તમારી આ ઇચ્છા પણ પૂર્ણ થશે.