વર્ષારંભે આપનો રાશિ અધિપતિ મંગળ આપની રાશિથી 12 માં ભાવે રહેશે. આપનો ભાગ્યાધિપતિ અને સમૃદ્ધિનો કારક 8 મા ભાવે વૃશ્ચિક રાશિ માં રહેશે. ધન રાશિમાં રહેલો શનિ, સૂર્ય સાથે ભાગ્યસ્થાનમાં રહેશે. ચતુર્થ સ્થાનમાં રાહુ કર્ક રાશિનો અને દશમ સ્થાનમાં કેતુ મકર રાશિનો પસાર થશે વર્ષારંભે તબિયત કાળજી લેવો જોઇઅે. તેમાં પણ માનસિક ઉદ્વેગ થવાના યોગો બને છે. કૌટુંબિક દૃષ્ટિઅે અેકંદરે ઠીક લાગે છે. તેઓ વાંધા-વચકા પાડીને સંબંધ બગાડવાનો પ્રયાસ કરશે.તેમના પાસેથી સહકારની અપેક્ષા રાખવી નહીં.તેઓ તો પરેશાન રહેશે પણ કોઈ પણ રીતે તટસ્થ થવું જોઈએ.તમે વર્ષના પૂર્વાર્ધમાં તમે સારી રીતે સમય પસાર કરી શકો તેમ છતાં પણ, ઉત્તરાર્ધનો સમય થોડો પડકારજનક લાગી રહ્યો છે. તમારા હાથમાંથી તક જતી રહે તેવી પણ સંભાવના જણાઈ રહી છે. તમે કોઈપણ નવું સાહસ ખેડો તે પહેલા બે વાર વિચાર કરીને આગળ વધજો. આ સમયમાં તમારી ચિંતા અને અજંપો વધી શકે છે માટે તમારે ખાસ કાળજીપૂવર્ક સમય વિતાવવો પડશે તેમ ગણેશજી જણાવે છે. વર્ષનો છેલ્લો ત્રિમાસિક ગાળો આપના માટે બહેતર જણાઈ રહ્યો છે જેમાં પ્રોફેશનલ્સ અને વ્યવસાયિકોને ભાગીદારીમાં સાનુકૂળતા રહેશે. આ સમયમાં તમે જે ઈચ્છો છો તે કંઈક નવું કરવા અંગે વિચારી શકો છો પરંતુ અત્યાર સુધી તમને તે માટે કોઈના તરફથી સહકાર નહીં મળ્યો હોય. ટૂંકમાં કહીએ તો હવે તમારા એ વિચાર પર વિશ્વાસ મુકીને કોઈ તેમાં રોકાણ કરવા અથવા ભાગીદારી કરીને તમને સહકાર આપવા માટે તૈયાર થશે.