કામકાજ ક્ષેત્રે શત્રુઓ અથવા હરિફો ૫રાજિત થાય. ધંધાર્થીઓ પોતાના કામકાજમાં તેમજ નોકરિયાતો તેમની નોકરીમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરશે. બેંકિંગ, મીડિયા, લેખન, ફાર્મા, રંગ, રસાયણ, પ્રિન્ટિંગ, એનર્જી, તમાકુ, આઈટી-સોફ્ટવેર, ટેલિકોમ, કમ્યુનિકેશન, સીમેન્ટ વગેરે કાર્યોમાં અત્યારે થોડી કાળજી રાખવી પડશે. કદાચ વધુ મહેનતની પણ તૈયારી રાખવી પડશે. દેશાવર કામકાજો અને મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી માટે તમારી તરફેણમાં સમય છે.