મેષ સાપ્તાહિક ફળકથન

આ સપ્તાહ (17-09-2017 – 23-09-2017)

આ સપ્તાહ દરમિયાન સૂર્ય કન્યા રાશિમાં છઠ્ઠા સ્થાનમાંથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાંથી ભ્રમણ કરે છે. જે સંતાન બાબતે, આર્થિક ક્ષેત્રે, વિદ્યાભ્યાસ માટે શુભ પરિણામો આપે. લગ્નેશ તથા અષ્ટમેશ મંગળ તા.17 સુધી મઘા તથા ત્યારબાદ તા.18 થી 23 દરમિયાન પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરે છે. શારીરિક તથા માનસિક પરિસ્થિતિમાં તા.17 મધ્યમ તથા ત્યારબાદ શુભ પરિણામો મળે. તૃતિયેશ તથા છષ્ઠેશ બુધ તા.17 સુધી મઘા તથા ત્યારબાદ પૂ.ફાલ્ગુની નક્ષત્રમાં સિંહ રાશિમાં ભ્રમણ કરે છે. કાર્યક્ષેત્ર માટે તા.17 સુધી મધ્યમ તથા ત્યારબાદ શુભ પરિણામ મળે. ભાગ્યેશ તથા વ્યયેશ ગુરૂ તુલા રાશિમાં ચિત્રા નક્ષત્રમાં ભ્રમણ કરે છે. જે ભાગ્યવૃદ્ધિને લગતી તકો આપે. આર્થિક કૌટુંબિક તેમજ વ્યવસાયિક પ્રગતિ કરાવે. ધનેશ તથા સપ્તમેશ શુક્ર પાંચમે સિંહ રાશિમાં મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે છે. જે પારિવારિક સંબંધો, આર્થિક બાબતો, અંગતજીવન, જાહેરજીવન, ધંધાકીય સંબંધો તેમજ દાંપત્યજીવન માટે મધ્યમ ફળદાયી છે. કર્મેશ તથા લાભેશ શનિ આઠમે વૃશ્ચિક રાશિમાં જયેષ્ઠા નક્ષત્રમાં ભ્રમણ કરે છે. જે કામકાજ તથા તે માટેના આર્થિક લાભ માટે સાનુકૂળ છે. ચંદ્રથી ચોથે ભ્રમણ કરતો કર્ક રાશિનો રાહુ (આશ્લેષા નક્ષત્ર) તથા દસમે ભ્રમણ કરતો કુંભ રાશિનો કેતુ (ધનિષ્ઠા નક્ષત્ર) આપને અંગતજીવન તથા કાર્યક્ષેત્રમાં તકલીફો આપે. આપનું સપ્તાહ જોતા તા.17, 18 મધ્યમ, તા. 19, 20 શુભ, તા.21, 22 અશુભ તથા તા.23 મધ્યમ પરિણામો આપે.
#

Trending (Must Read)

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ માસિક ફળકથન – Sep 2017

મેષ વાર્ષિક ફળકથન – 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ