મેષ – કન્યા સુસંગતતા

મેષ અને કન્યા રાશિ વચ્ચે સુસંગતતા

મેષ અને કન્યા રાશિના જાતકો પ્રામાણિક હોય છે. આ પ્રેમ સંબંધમાં આકર્ષણ હોય છે, પણ તે કેટલું ટકશે તે કહી શકાતુ નથી. મેષ રાશિના જાતકો ટીકા સહન કરી શકતા નથી. મેષ જાતકો ઉતાવળિયા હોય છે અને સામે કન્યા જાતકો એક નિર્ણય લેતા પહેલા ઘણો લાંબો વિચાર કરે છે. આર્થિક દ્રષ્ટિએ મેષ જાતકો ઉડાઉ હોય છે જ્યારે કન્યા જાતકો ખર્ચ પ્રત્યે વધારે પડતા સભાન હોય છે. મેષ જાતકોએ તેમની અધિરાઇ પર અંકુશ રાખવાની જરૂર છે જ્યારે કન્યા જાતકોએ ટીકા કરવાનું કે દલીલો કરવાનુ ટાળવુ જોઇએ.

મેષ રાશિના પુરુષ અને કન્યા રાશિની સ્ત્રી વચ્ચેની સુસંગતતા
આ જોડીમાં સ્ત્રીને લાગે છે કે ટીકાજનક કોઈ વાતને યોગ્ય રીતે કહેવી જોઇએ પણ પુરુષ વિચારે છે કોઇને ક્યારેય સારી રીતે વખોડી ન શકાય. પુરુષ નિયમોમાં માનતો નથી અને સ્ત્રી દરેક નિયમો પાળે છે. પુરુષ સ્ત્રીને ગુસ્સે કરે છે. સ્ત્રી પુરુષને તેનો મિજાજ ગુમાવવા બદલ ઠપકો આપે છે અને વાતાવરણને વધુ ગરમ કરે છે. જ્યોતિષશાસ્ત્રની રીતે, આ પ્રેમ સંબંધ શરૂઆતના દિવસોને બાદ કરતા લાંબો સમય ટકી શકતા નથી.

મેષ રાશિની સ્ત્રી અને કન્યા રાશિના પુરુષ વચ્ચેની સુસંગતતા
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોઇએ તો, મેષ રાશિની સ્ત્રી અને કન્યા રાશિના પુરુષ માટે સંબંધમાં બંધાવુ એટલુ સરળ નથી. સંબંધમાં જીવંતતા જાળવી રાખવા માટે તેમને હંમેશા પ્રયત્નશીલ રહેવું પડે છે. પુરુષ ભવિષ્ય વિશે વિચારે છે અને સ્ત્રી વર્તમાનમાં જીવે છે. સ્ત્રીની સ્વયંસ્ફૂરિતા અને પુરુષનું હંમેશા યોજનાબદ્ધ રહેવાનું વલણ એકબીજા સાથે ટકરાઇ શકે છે. પુરુષ દરેક વખતે યોજના બનાવવામાં માને છે જ્યારે મેષ સ્ત્રી જાતક માટે તે કામ ખુબજ કંટાળાજનક બની રહે છે. ફક્ત એક સારી વાત એ છે કે પુરુષ સ્ત્રીના ધ્યેયનો આદર કરે છે. આ પ્રેમ સંબંધની સુસંગતતા ત્યારે જ જળવાઇ શકે જો તેઓ બંને તેમની વચ્ચે રહેલા અંતરને દૂર કરવાનો પ્રયત્ન કરે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આપના પંચમ સ્થાનમાં રાહુ હોવાથી ગણેશજી આપને ખાસ શેરબજાર કે સટ્ટાકીય કાર્યોમાં જરાય સાહસ ન કરવાની સલાહ આપે છે. સપ્તાહના પહેલા દિવસે તમારું મન ખૂબ જ અસંમજસમાં રહેશે જેથી મહત્વના નિર્ણયો લેવાનું ખાસ ટાળજો. પહેલા દિવસને બાદ કરતા…

મેષ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આપના પંચમ સ્થાનમાં રાહુ હોવાથી પ્રેમસંબંધોમાં લાંબાગાળાના હિસાબે થોડી મુશ્કેલી છે. આ સપ્તાહે પ્રથમ દિવસે આપને સંબંધોમાં નિરસતા વર્તાશે. ખાસ કરીને મુલાકાતો અને કમ્યુનિકેશન ટાળવું. તારીખ 19ના મધ્યાહનથી તમારામાં વિજાતીય આકર્ષણ…

મેષ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં આપને આવકની તુલનાએ ખર્ચની સંભાવના વધારે છે ખાસ કરીને વ્યવસાયિક હેતુથી ખર્ચ કરવાની પણ તૈયારી રાખવી પડશે. તારીખ 19ના મધ્યાહનથી 21ના મધ્યાહન સુધીમાં વસ્ત્રો, આભૂષણો, મોંઘી ભેટસોગાદો, મનોરંજન વગેરેમાં ખર્ચ થઈ શકે…

મેષ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકોને સપ્તાહના પહેલા દિવસે અભ્યાસમાં પ્રતિકૂળતા રહેશે. તારીખ 21મી સુધી આપનું ધ્યાન અભ્યાસના બદલે ઈતરપ્રવૃત્તિઓમાં વધુ પરોવાયેલું રહેશે. તમે સર્જનાત્મક વિષયોમાં સારી પ્રગતિ કરી શકશો. ઉચ્ચ ડિગ્રી માટે અભ્યાસ કરતા…

મેષ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્યની સમસ્યા હાલમાં આપને ખાસ પરેશાન કરે તેવું જણાતું નથી છતાં પણ પહેલા દિવસે આપને માથામાં દુખાવો, અનિદ્રા અને સુસ્તિ વર્તાશે. તારીખ 21ના મધ્યાહન સુધી તમારામાં કામેચ્છાનું પ્રમાણ વધુ રહેશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં ખાસ…

નિયતસમયનું ફળકથન