મેષ – વૃષભ સુસંગતતા

મેષ અને વૃષભ રાશિ વચ્ચે સુસંગતતા

મેષ રાશિના જાતકો હંમેશા ઉતાવળીયા હોય છે, જ્યારે વૃષભ રાશિના જાતકો પરિસ્થિતિને ઉંડાણપૂર્વક સમજવામાં થોડો સમય લગાડતા હોય છે. મેષ રાશિની વ્યક્તિ ઘણીવાર અચકાતી હોય છે અને વૃષભ રાશિના તેના પાર્ટનર “મેં તને પહેલા જ કહ્યું હતું” એવી પ્રતિક્રિયા આપે છે. કામકાજ અને પ્રેમની સુસંગતતામાં આ વલણ નટ-બોલ્ટ ફીટ કરવાના પાના જેવુ કામ કરે છે. આ સંબંધ સારી રીતે જળવાય તે માટે તેમણે એકબીજાના દ્રષ્ટિકોણનો આદર કરવો જોઇએ.

મેષ રાશિના પુરુષ અને વૃષભ રાશિની સ્ત્રી વચ્ચેની સુસંગતતા
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મેષ રાશિના પુરુષ અને વૃષભ રાશિની સ્ત્રી વચ્ચેનો મેળ બરાબર નથી. પ્રેમના થોડા દિવસો બાદ તેમના વચ્ચે ધીમે-ધીમે એકબીજા પર દોષારોપણ અને ઝગડા ચાલુ થઇ જાય છે. કારણ કે પુરુષ જીવનને વધારે પડતી ગંભીરતાથી લેતો નથી અને પુરુષના આવા આવેગી વલણ સામે સ્ત્રી ખુબજ વ્યવહારૂ હોય છે. આરામ કરવાના મેષ રાશિના પુરુષનો સ્વભાવ વૃષભ રાશિની સ્ત્રીને અકળાવે છે. સ્ત્રી ફક્ત તેના પાર્ટનર સાથે થોડો સમય ગાળવા માંગે છે. પણ, પુરુષને પોતે ફસાઇ ગયો હોય તેવુ લાગે છે અને સ્ત્રી પોતાની જાતને ઉપેક્ષિત અનુભવે છે..

મેષ રાશિની સ્ત્રી અને વૃષભ રાશિના પુરુષ વચ્ચેની સુસંગતતા
વૃષભ રાશિનો પુરુષ ઘરને વધુ પ્રાધાન્યતા આપનારો હોય છે, જ્યારે મેષ રાશિની સ્ત્રીને નવી-નવી પ્રવૃત્તિમાં જોડાવુ ગમે છે. પુરુષ કંજૂસ હોય છે જ્યારે સ્ત્રી ઉડાઉ હોય છે. સ્ત્રી કૃતનિશ્ચયી અને સાહસિક હોય છે જ્યારે પુરુષ વ્યવહારૂ અને વિનમ્ર હોય છે. મુક્ત પણે વિહરનારી મેષ રાશિની સ્ત્રી ધીર-ગંભીર વૃષભ રાશિના પુરુષ સાથે બંધન અનુભવે છે. બંને વચ્ચે થતી ચડભડને કારણે પ્રેમ જાળવી રાખવાનું કઠિન બની જાય છે. વૃષભ રાશિનો પુરુષ મેષ રાશિની સ્ત્રીના વ્યક્તિગત સ્વાતંત્ર્યનો આદર કરે અને સામે મેષ રાશિની સ્ત્રી પૈસા બચાવે તો જ આ સંબંધ લાંબો સમય ટકી શકે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયિક ગતિવિધીઓને આપ હાલમાં મક્કમ ગતિએ આગળ વધારી શકશો. ખાસ કરીને કોઈપણ નવા કરારો અથવા મંત્રણાઓ કરવા માટે તારીખ 17 અને 18નો સમય વધુ સાનુકૂળ છે. નવા સાહસો ખેડવા માટે પણ આપનામાં તાલાવેલી રહેશે. વિદેશગમન અને વ્યવસાયિક અર્થે…

મેષ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આપના પંચમ સ્થાનમાં રહેલો રાહુ પ્રેમસંબંધોમાં અવરોધો લાવી શકે છે. સપ્તાહના પ્રારંભિક તબક્કામાં વ્યવસાયિક કામકાજોમાં આપ વધુ વ્યસ્ત રહેશો જેના કારણે પ્રિયપાત્રને પુરતો સમય નહીં આપી શકો. જોકે ત્યારપછીના સમયમાં તમારામાં…

મેષ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક મોરચે આ સપ્તાહે શરૂઆતમાં કપરા ચઢાણ જણાઈ રહ્યા છે. આવકની તુલનાએ ખર્ચ ઘણો વધારે રહેશે તારીખ 17 અને 18ના રોજ તમે પોતાના વ્યક્તિત્વમાં નિખાર માટે વધુ ખર્ચ કરશો. આવક માટે ઉત્તરાર્ધનો સમય ખૂબ સારો જણાઈ રહ્યો છે. તમારા આર્થિક…

મેષ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

મિત્રો આપના પંચમ સ્થાનમાં રાહુ અને સપ્તાહના પ્રારંભે વ્યય સ્થાનમાં ચંદ્રના કારણે અભ્યાસમાં અવરોધ કે અરુચિના સંકેત મળે છે. અભ્યાસમાં વિઘ્નો કે નિષ્ફળતાનો સંકેત પણ આપે છે. જોકે તારીખ 17થી ચંદ્રની સ્થિતિ બદલાતા આપને અભ્યાસમાં…

મેષ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહના આરંભે આપને માથામાં દુખાવો, નેત્ર પીડા, દાઝવાથી પીડા વગેરેની શક્યતા નકારી શકાય નહીં. તારીખ 17 બાદ લગ્ન ભાવમાં બે દિવસ માટે ચંદ્રનું ભ્રમણ આરોગ્યમાં સુધારો થવાના અણસાર આપે છે. જોકે, છતાંય કામકાજનું ભારણ વધુ રહેવાથી થાક અને…

નિયતસમયનું ફળકથન