મેષ – વૃશ્ચિ સુસંગતતા

મેષ અને વૃશ્ચિક રાશિ વચ્ચે સુસંગતતા

ઉત્સાહી જગત મેષ અને વૃશ્ચિક રાશિ વચ્ચેના સંબંધની કાયમ રાહ જુએ છે. તેઓ હંમેશા ન્યાયનો સાથ આપે છે. વૃશ્ચિક જાતકો હંમેશા નિકટતા માટે તૈયાર રહેતા હોય છે જ્યારે મેષ જાતકોને નિકટતામાં ઓછો રસ હોય છે. આ સુમેળનું નબળુ પાસુ એ છે કે મેષ જાતકો ક્યારેય જીવનના ખરાબ પ્રસંગોને યાદ રાખતા નથી, પણ વૃશ્ચિક જાતકો તેમની સાથે બનેલા ખરાબ બનાવોને ક્યારેય ભૂલી શકતા નથી. તેઓ સાથે મળીને એક શ્રેષ્ઠ ટીમ તરીકે એકબીજા સાથે સમજૂતી સાધીને ઘણું સારું કામ કરી શકે છે.

મેષ રાશિના પુરુષ અને વૃશ્ચિક રાશિની સ્ત્રી વચ્ચેની સુસંગતતા
વૃશ્ચિક રાશિની સ્ત્રી હંમેશા મેષ રાશિના પુરુષના દ્રઢ મનોબળથી આકર્ષાય છે. પુરુષની આક્રમકતા સ્ત્રીના વધુ પડતા કાળજીવાળા સ્વભાવ અને પ્રેમને કારણે હંમેશા સંતુલિત રહે છે. મેષ રાશિના પુરુષની સ્ત્રીને આકર્ષવાની રીત કંઇક અલગ અને ગૂઢ હોય છે, અને સામે વૃશ્ચિક રાશિની સ્ત્રી પુરુષનું ધ્યાન આકર્ષવાનો હંમેશા પ્રયત્ન કરતી હોય છે. ગણેશજીની સલાહ છે કે આપે એકબીજાની નાની-મોટી ભૂલોને માફ કરીને એકબીજાને સમજવાનો દ્રઢતાપૂર્વક પ્રયત્ન કરવો જોઇએ.

મેષ રાશિની સ્ત્રી અને વૃશ્ચિક રાશિના પુરુષ વચ્ચેની સુસંગતતા
મેષ રાશિની સ્ત્રી મજબૂત અને મક્કમ વ્યક્તિત્વ ધરાવે છે. તેમને સ્થિતિ પોતાના કાબુમાં રાખવી છે અને તેઓ ઉત્સાહથી છલકાતા સંબંધમાં માને છે. મેષ રાશિની સ્ત્રી સરળતાથી વૃશ્ચિક રાશિના પુરુષ તરફ આકર્ષાય છે પણ તેમના લાંબા સમય ચાલનારા મનમેળનો આધાર એકબીજાની જરૂરિયાતો પુરી કરવાની તેમની ક્ષમતા પર છે. પુરુષને સ્ત્રીની ઉત્કટતા અને ઉત્સાહીપણું ખૂબ ગમે છે, અને સ્ત્રીને પુરુષનું રહસ્યમય વર્તન આકર્ષે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

નોકરિયાતવર્ગને આ સમયમાં અગાઉ કરેલી મહેનતનું ફળ મળશે. માર્કેટિંગ અને સેલ્સ, કન્સલ્ટન્સિ, શિક્ષણ વગેરે કાર્યોમાં જોડાયેલા જાતકો માટે તારીખ 15 અને 16 વધુ આશાસ્પદ જણાઈ રહી છે. આ સમયમાં આપને પોતાનું કૌશલ્ય બતાવીને કમાણી કરવાની પણ તક…

મેષ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહનો પ્રારંભિક સમય પ્રેમસંબંધો સહિત તમામ સંબંધો માટે સાનુકૂળ છે. શરૂઆતમાં આંશિક પ્રતિકૂળતા રહેશે પરંતુ જેઓ પહેલાથી સંબંધોમાં છે તેમના માટે ખાસ ચિંતાજનક સ્થિતિ નથી. સપ્તાહના અંતિમ ચરણમાં વિજાતીય આકર્ષણ વધુ રહેશે અને…

મેષ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહ આર્થિક મોરચે ઉન્નતિકારક જણાઈ રહ્યું છે. શરૂઆતમાં બે દિવસ તમે પોતાની જાત માટે અને વ્યક્તિત્વ વિકાસ માટે ખર્ચ કરશો પરંતુ ત્યારપછીના બે દિવસમાં તમારી આવકમાં દેખીતો વધારો થશે. આપના વર્તમાન પ્રોજેક્ટ પાર પડતા પૈસા છુટા…

મેષ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહ શૈક્ષણિક મોરચે સાનુકૂળ રહેવાની સંભાવના ગણેશજી જોઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તમને દિશાહિનતાનો અહેસાસ થશો હશે જે હવે આ સપ્તાહે રાહુના રાશિ પરિવર્તનથી દૂર થશે. વિદ્યાર્થીવર્ગ તેમના રુચિના વિષયોમાં દિલ દઈને અભ્યાસ કરી…

મેષ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહ આપને સ્વાસ્થ્ય સુખાકારી આપનારું પુરવાર થશે. કોઈ ગંભીર બીમારીની શક્યતા હાલમાં જણાતી નથી. આપનામાં ચુસ્તિ-સ્ફૂર્તિનું સ્તર સારું રહેશે માટે આપ ભાવતા ભોજનનો સ્વાદ માણી શકશો. સાંભળવાની સમસ્યા હોય તેમને નજીવી સમસ્યા થઈ શકે…

નિયતસમયનું ફળકથન