મેષ – ધન સુસંગતતા

મેષ અને ધન રાશિ વચ્ચે સુસંગતતા

મેષ અને ધન રાશિ ઘણી સારી જોડી બનાવે છે. તેમના સંબંધમાં ઘણો જુસ્સો, ઉત્સાહ અને ઉર્જા હોય છે. ઘણાં સારા લક્ષણો તેમના સંબંધને ઊંડો અને વધુ મજબૂત બનાવે છે. મેષ અને ધન રાશિના જાતક એકબીજાનો સંગાથ માણે છે અને સંબંધ જેમ વિકાસ પામતો જાય તેમ તેમનું ઉર્જાનું સ્તર વધતું જાય છે. મુશ્કેલીઓ અને નિષ્ફળતા સામે લડવામાં બંને એકબીજાને મદદ કરે છે. તેઓ સાહસથી ભરપૂર જીવન માણે છે. ગણેશજીની સલાહ છે કે તેમણે બંનેએ એકબીજાને પુરતી તક અને સ્વતંત્રતા આપવી જોઇએ.

મેષ રાશિના પુરુષ અને ધન રાશિની સ્ત્રી વચ્ચેની સુસંગતતા
મેષ રાશિના પુરુષ અને ધન રાશિની સ્ત્રી વચ્ચેનો સંબંધ સાચો અને સ્વર્ગમાં રચાયેલો હોય છે. તેઓ એકબીજા સાથે અદભૂત સુસંગતતા ધરાવે છે અને તેમની વચ્ચેના શારીરિક સંબંધો ઘણાં ગાઢ હોય છે. મેષ રાશિના પુરુષને મોજમસ્તી ગમે છે અને તે સારી વિનોદવૃત્તિ ધરાવે છે. આકર્ષક અને આનંદી સ્વભાવ દ્વારા મેષ રાશિનો પુરુષ તેના સાથીને હંમેશા ખુશ રાખે છે અને તેની સાથીદાર જીવનને સંપૂર્ણપણે માણી શકે છે. મેષ રાશિના પુરુષ અને ધન રાશિની સ્ત્રીને સાહસ તથા ઉત્સાહ ગમે છે અને તે તેમના પ્રેમને વધુ તીવ્ર અને લાંબો સમય ચાલનારો બનાવે છે.

મેષ રાશિની સ્ત્રી અને ધન રાશિના પુરુષ વચ્ચેની સુસંગતતા
મેષ રાશિના પુરુષની જેમ આ રાશિની સ્ત્રી પણ સારી વિનોદવૃત્તિ ધરાવે છે અને જીવનને વધુ ઉત્તેજનાપૂર્ણ બનાવવા માટે હંમેશા નવા માર્ગો કે વિચારો શોધે છે. જો ધન રાશિના પુરુષને જીવનસાથી તરીકે મેષ રાશિની સ્ત્રી મળી જાય તો તેમનું જીવન આનંદથી છલકાઈ જાય છે. ધન રાશિનો પુરુષ ઘણો મનમોજી હોય છે અને મેષ રાશિની સ્ત્રીને સ્વયંસ્ફૂરિતા ગમતી હોય છે. પરંતુ ગણેશજી મેષ રાશિની સ્ત્રીને ચેતવે છે કે ધન રાશિનો પુરુષ ઘણો પ્રામાણિક હોય છે અને ખોટુ સહન નથી કરતો તેમજ સામે કહી નાખતા પણ વિચાર નથી કરતો. આ બાબતને બાદ કરતા સાથે રહેવામાં તેમને ભાગ્યેજ કોઇ સમસ્યા નડી શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયિક ગતિવિધીઓને આપ હાલમાં મક્કમ ગતિએ આગળ વધારી શકશો. ખાસ કરીને કોઈપણ નવા કરારો અથવા મંત્રણાઓ કરવા માટે તારીખ 17 અને 18નો સમય વધુ સાનુકૂળ છે. નવા સાહસો ખેડવા માટે પણ આપનામાં તાલાવેલી રહેશે. વિદેશગમન અને વ્યવસાયિક અર્થે…

મેષ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આપના પંચમ સ્થાનમાં રહેલો રાહુ પ્રેમસંબંધોમાં અવરોધો લાવી શકે છે. સપ્તાહના પ્રારંભિક તબક્કામાં વ્યવસાયિક કામકાજોમાં આપ વધુ વ્યસ્ત રહેશો જેના કારણે પ્રિયપાત્રને પુરતો સમય નહીં આપી શકો. જોકે ત્યારપછીના સમયમાં તમારામાં…

મેષ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક મોરચે આ સપ્તાહે શરૂઆતમાં કપરા ચઢાણ જણાઈ રહ્યા છે. આવકની તુલનાએ ખર્ચ ઘણો વધારે રહેશે તારીખ 17 અને 18ના રોજ તમે પોતાના વ્યક્તિત્વમાં નિખાર માટે વધુ ખર્ચ કરશો. આવક માટે ઉત્તરાર્ધનો સમય ખૂબ સારો જણાઈ રહ્યો છે. તમારા આર્થિક…

મેષ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

મિત્રો આપના પંચમ સ્થાનમાં રાહુ અને સપ્તાહના પ્રારંભે વ્યય સ્થાનમાં ચંદ્રના કારણે અભ્યાસમાં અવરોધ કે અરુચિના સંકેત મળે છે. અભ્યાસમાં વિઘ્નો કે નિષ્ફળતાનો સંકેત પણ આપે છે. જોકે તારીખ 17થી ચંદ્રની સ્થિતિ બદલાતા આપને અભ્યાસમાં…

મેષ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહના આરંભે આપને માથામાં દુખાવો, નેત્ર પીડા, દાઝવાથી પીડા વગેરેની શક્યતા નકારી શકાય નહીં. તારીખ 17 બાદ લગ્ન ભાવમાં બે દિવસ માટે ચંદ્રનું ભ્રમણ આરોગ્યમાં સુધારો થવાના અણસાર આપે છે. જોકે, છતાંય કામકાજનું ભારણ વધુ રહેવાથી થાક અને…

નિયતસમયનું ફળકથન