મેષ – મીન સુસંગતતા

મેષ અને મીન રાશિની સુસંગતતા

મીન જાતકો મેષ પાર્ટનરને ખુશી, રોમાંચ અને ઉલ્લાસનો અનુભવ કરાવે છે પરંતુ ક્યારેક તે દુઃખી પણ કરે છે. તેઓ ઘણાં સંવેદનશીલ અને લાગણીશીલ હોય છે. મેષ જાતકો કરતા વિપરિત, મીન જાતકો ઘણાં શરમાળ અને મક્કમ હોય છે અને મેષ જાતકો દ્વારા દોરાવુ તેમને ગમે છે. મેષ જાતકો મીન જાતકો પર આધિપત્ય જમાવે છે તેમને શાંત અને સૌમ્ય પ્રકારનો પ્રેમ ગમે છે. આ સંબંધમાં કદાચ મુશ્કેલીભર્યો સમય પણ આવે છે. પરંતુ મેષ જાતકોની કુશાગ્ર બુદ્ધિ અને મીન જાતકોના સૌમ્ય પ્રેમને કારણે આ સંબંધ રાશિ ચક્રમાં સૌથી અદભૂત જોડીમાં પરિણમે તેવી પણ શક્યતા છે.

મેષ રાશિના પુરુષ અને મીન રાશિની સ્ત્રી વચ્ચેની સુસંગતતા
મેષ રાશિના પુરુષ અને મીન રાશિની સ્ત્રી વચ્ચેની સુસંગતતાનો સંપૂર્ણ આધાર એકબીજા સાથે સમાધાન કરવાની તેમની ક્ષમતા પર રહેલો છે. તેઓ સંબંધ જાળવી શકે અથવા તેને તોડી શકે છે. મેષ રાશિનો પુરુષ હિંમતવાન અને અભિવ્યક્તિથી છલકાતો હોય છે જ્યારે મીન રાશિની સ્ત્રી આકર્ષક અને સંવેદનશીલ હોય છે. કેટલીકવાર, ગેરસમજથી સંઘર્ષ ઉભો થતો હોય છે. પણ જો બંને પોતાના ગુસ્સાને અંકુશમાં રાખી શકે અને નજીવી વાતોમાં દલીલો અને ચર્ચાઓ ટાળે તો આ સંબંધ વધારે આગળ વધી શકે છે.

મેષ રાશિના સ્ત્રી અને મીન રાશિના પુરુષ વચ્ચેની સુસંગતતા
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મેષ રાશિની સ્ત્રી માટે મીન રાશિના પુરુષમાં આત્મીય સાથીની શોધ મુશ્કેલ બની રહે છે. તેમણે શરૂઆતમાં થોડુ સમાધાન કરવું પડે છે પણ એકવાર સમજશક્તિ વિકસી જાય પછી બંને માટે જીવન સરળ બની જાય છે. સકારાત્મક વાત એ છે કે, પુરુષ કેટલાંક એવા લક્ષણો ધરાવે છે જે સ્ત્રીને ખુશ કરી શકે અને તેને આગળ વધવા માટે પ્રેરણા આપી શકે છે. બદલામાં, સ્ત્રી તેના રહસ્યમય વર્તન અને દયાળુ સ્વભાવ દ્વારા પુરુષને ખુશ કરે છે. જો સ્ત્રી પોતાની આક્રમકતા પર અંકુશ રાખી શકે અને સામેની વ્યક્તિને થોડો અવકાશ આપે તો આ સંબંધ પ્રેમ સાથે ટકી શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આપના પંચમ સ્થાનમાં રાહુ હોવાથી ગણેશજી આપને ખાસ શેરબજાર કે સટ્ટાકીય કાર્યોમાં જરાય સાહસ ન કરવાની સલાહ આપે છે. સપ્તાહના પહેલા દિવસે તમારું મન ખૂબ જ અસંમજસમાં રહેશે જેથી મહત્વના નિર્ણયો લેવાનું ખાસ ટાળજો. પહેલા દિવસને બાદ કરતા…

મેષ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આપના પંચમ સ્થાનમાં રાહુ હોવાથી પ્રેમસંબંધોમાં લાંબાગાળાના હિસાબે થોડી મુશ્કેલી છે. આ સપ્તાહે પ્રથમ દિવસે આપને સંબંધોમાં નિરસતા વર્તાશે. ખાસ કરીને મુલાકાતો અને કમ્યુનિકેશન ટાળવું. તારીખ 19ના મધ્યાહનથી તમારામાં વિજાતીય આકર્ષણ…

મેષ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં આપને આવકની તુલનાએ ખર્ચની સંભાવના વધારે છે ખાસ કરીને વ્યવસાયિક હેતુથી ખર્ચ કરવાની પણ તૈયારી રાખવી પડશે. તારીખ 19ના મધ્યાહનથી 21ના મધ્યાહન સુધીમાં વસ્ત્રો, આભૂષણો, મોંઘી ભેટસોગાદો, મનોરંજન વગેરેમાં ખર્ચ થઈ શકે…

મેષ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકોને સપ્તાહના પહેલા દિવસે અભ્યાસમાં પ્રતિકૂળતા રહેશે. તારીખ 21મી સુધી આપનું ધ્યાન અભ્યાસના બદલે ઈતરપ્રવૃત્તિઓમાં વધુ પરોવાયેલું રહેશે. તમે સર્જનાત્મક વિષયોમાં સારી પ્રગતિ કરી શકશો. ઉચ્ચ ડિગ્રી માટે અભ્યાસ કરતા…

મેષ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્યની સમસ્યા હાલમાં આપને ખાસ પરેશાન કરે તેવું જણાતું નથી છતાં પણ પહેલા દિવસે આપને માથામાં દુખાવો, અનિદ્રા અને સુસ્તિ વર્તાશે. તારીખ 21ના મધ્યાહન સુધી તમારામાં કામેચ્છાનું પ્રમાણ વધુ રહેશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં ખાસ…

નિયતસમયનું ફળકથન