શરૂઆતના પખવાડિયામાં કોઈપણ વિષયમાં ગહન અભ્યાસમાં તમે પાછા પડશો. ગૂઢ અને આધ્યાત્મિક વિષયો, જ્યોતિષવિદ્યા, કર્મકાંડમાં તમારી જ્ઞાનપીપાસા વધશે જેથી તે દિશામાં વધુ રુચિ રહેશે. ઉચ્ચ અભ્યાસમાં હોય તેમને સમય સારો છે પરંતુ કોઇ બાબતે ગુંચવણ હોય તો તાત્કાલિક તેનો ઉકેલ લાવવો. વિદેશમાં અભ્યાસને લગતા કાર્યોમાં સકારાત્મક ગતિવિધી રહેશે. તારીખ 17મી પછી ખાસ કરીને વિજ્ઞાન અને રિસર્સ સંબંધિત અભ્યાસમાં સિદ્ધિ મેળવી શકો છો.