મેષ માસિક ફળકથન

આ મહિનો (Jun 2017)

મહિનાના પ્રારંભમાં ગ્રહોની સ્થિતિ પર નજર કરીએ તો, તમારી રાશિમાં શુક્ર, વૃષભ રાશિમાં બુધ અને સૂર્ય, મિથુનમાં મંગળ, સિંહમાં રાહુ, કન્યામાં ગુરુ, ધનમાં શનિ અને કુંભમાં કેતુ છે. હાલમાં તમારે પ્રોફેશનલ ખર્ચની શક્યતા વધશે, સાથે સાથે ઉઘરાણી અથવા વ્યસાયિક આશયથી ભંડોળ એકઠું કરવા માટે તમે મુસાફરી કરો તેવી સંભાવના પણ વધશે. વિદ્યાર્થી જાતકો કોઈપણ વિષયમાં વધુ ઊંડા ઉતરવાની વૃત્તિ કેળવશે. સ્પોર્ટ્સમાં જોડાયેલા જાતકો ઉત્સાહ અને જોશ સાથે બહેતર પરફોર્મન્સ આપી શકશે. હાલમાં તમારી વાણીનો પ્રભાવ વધશે જેથી સેલ્સ, માર્કેટિંગ, શિક્ષણ, કન્સલ્ટન્સિ વગેરેમાં સારી પ્રગતિ કરી શકશો. આ મહિનામાં ગુરુ માર્ગી થતા નોકરિયાતોને કામકાજમાં સાનુકૂળતા વધશે. મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય અને બુધ રાશિ બદલીને તમારા તૃતિય સ્થાનમાં મંગળ સાથે યુતિમાં આવશે. નવા વ્યવાસયિક સાહસો, નવી શરૂઆત વગેરેમાં તમે આગળ વધશો. જોકે સાથે બુધની યુતિના કારણે તમે ક્યાંકને ક્યાંક વધુ પડતો વિચાર કરવામાં સમય વિતાવી દેશો. હાથમાં આવેલી તક સરી ન જાય તેનું ધ્યાન રાખવું. વિજાતીય પાત્રો તરફ તમે વધુ ખેંચાયેલા રહેશો પરંતુ કોઈપણ સંબંધોની શરૂઆત કરવામાં ખાસ ધ્યાન રાખવું કારણ કે પંચમ સ્થાનમાં રાહુ હોવાથી વિશ્વાસઘાતની શક્યતા પણ રહેશે.
#

Trending (Must Read)

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ સાપ્તાહિક ફળકથન – 25-06-2017 – 01-07-2017

મેષ વાર્ષિક ફળકથન – 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર