For Personal Problems! Talk To Astrologer

મેષ – તુલા સુસંગતતા

મેષ અને તુલા રાશિ વચ્ચે સુસંગતતા

મેષ અને તુલા રાશિ વચ્ચેનો સંબંધ સખત લાગણીઓના આકર્ષણ પર આધારિત છે. મેષ જાતક નિર્ણય લેતા પહેલાં પરિણામ વિશે વિચારતા નથી જ્યારે તુલા જાતકો કોઇપણ નિર્ણય લેતા પહેલા તેના સારા-નરસા પાસા વિશે વિચારી લેતા હોય છે. તુલા જાતકો બીજાના મંતવ્યોને આદર આપે છે જ્યારે મેષ જાતકો પોતાના મંતવ્યને જ વળગી રહે છે. જો આ મુખ્ય તફાવતને અવગણવામાં આવે તો તેમના પ્રેમ સંબંધમાં સુમેળ જાળવાઈ રહે છે.

મેષ રાશિના પુરુષ અને તુલા રાશિની સ્ત્રી વચ્ચેની સુસંગતતા
આ પ્રેમ સંબંધમાં એવા બે લોકોનો સમાવેશ થાય છે જે બહિર્મુખી છે અને તેમને ઘણી વાતચીત કરવી ગમતી હોય છે. તેમને બૌદ્ધિક ઉત્તેજના ગમતી હોય છે. પણ, બધુ ધાર્યા પ્રમાણે નથી હોતું. જ્યોતિષશાસ્ત્ર આ સંબંધ લાંબો સમય ચાલે તેમ માનતું નથી. મેષ રાશિના પુરુષને લડવાનું ગમતું હોય છે જ્યારે તુલા રાશિની સ્ત્રી હંમેશા શાંત રહે છે. પુરુષ સ્ત્રીના અનિર્ણાયક વલણને કારણે મિજાજ ગુમાવી શકે છે, અને પુરુષનો આક્રમક સ્વભાવ સ્ત્રીને ખલેલ પહોંચાડી શકે છે. આ સમસ્યાનો ઉકેલ ફક્ત એક શબ્દમાં છે અને તે છે ‘સમાધાન’ – બંને તરફથી સમાધાન થતું રહે તો જ તેઓ ટકી શકે છે.

મેષ રાશિની સ્ત્રી અને તુલા રાશિના પુરુષ વચ્ચેની સુસંગતતા
તુલા રાશિના પુરુષનું મગજ હંમેશા બદલાતું રહે છે, અને તેઓ નવી સંભાવનાઓ વિશે વિચારતા રહે છે, જ્યારે મેષ રાશિની સ્ત્રી આવેશાત્મક હોય છે અને પુરુષ દ્વારા ઉભી કરવામાં આવેલી પરિસ્થિતિને પહોંચી વળવાનું તેને મુશ્કેલ લાગે છે. આ મનમેળનું હકારાત્મક પાસુ એ છે કે તુલા જાતક પોતાની સાથીના આવેગી સ્વભાવને સાચવવાનો સુરક્ષાત્મક સ્વભાવ ધરાવે છે. બીજી તરફ, મેષ રાશિની સ્ત્રી પણ હંમેશા બદલતા રહેતા પુરુષનો સફળતાપૂર્વક સામનો કરી શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

પ્રોફેશનલ મોરચે સ્થિરતા લાવવાના અભિગમ સાથે તમે ધીમી પરંતુ એકધારી ગતિએ આગળ વધવા પર ધ્યાન આપશો. તા. 29થી 31ના મધ્યાહન સુધી માનસિક ગડમથલના કારણે કદાચ કામ પરથી ફોકસ હટશે પરંતુ બાકીનો સમય સારો છે. દેશાવર કાર્યોમાં અત્યારે થોડી…

મેષ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધો માટે આ સપ્તાહ ઘણું આશાસ્પદ જણાઇ રહ્યું છે. જેઓ પહેલાથી સંબંધોમાં છે તેઓ સપ્તાહના પૂર્વાર્ધમાં પોતાના સંબંધોને નવી ઉંચાઇએ લઇ જઇ શકે છે. વિવાહિતો અત્યારે પૂરા જોશ સાથે દાંપત્યજીવનનું સુખ માણી શકે. સપ્તાહના મધ્યમાં…

મેષ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

અત્યારે તમને ભાગ્યનો સાથ મળી રહ્યો હોવાથી નાણાકીય મોરચે ખાસ ચિંતા જેવું નથી પરંતુ તા. 29થી 31ના મધ્યાહન સુધીના સમયમાં અણધાર્યા ખર્ચ તમારું ખિસ્સુ હળવું કરી શકે છે. અત્યારે સંતાનો અથવા પ્રિયપાત્ર માટે તમે વિશેષ ખર્ચ કરો તેવી…

મેષ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

તમારે આ સપ્તાહમાં અભ્યાસમાં આગળ વધવા માટે ખાસ કરીને ઇતરુપ્રવૃત્તિઓથી દૂર રહેવું પડશે. સપ્તાહના મધ્યમાં તમે થોડા બેચેન રહેશો તેના કારણે પણ અભ્યાસમાં ઓછું ધ્યાન આપો તેવી શક્યતા છે. જેઓ વિદેશમાં અભ્યાસ અર્થે જવા માંગે છે તેમને આ…

મેષ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

શરૂઆતમાં તમારામાં શક્તિ અને ઉત્સાહનું પ્રમાણ સારું રહેવાથી તમે ચુસ્તિ-સ્ફૂર્તિ અનુભવો પરંતુ તા. 29થી 31ના મધ્યાહન સુધી કામની વ્યસ્તતા અથવા મુસાફરીના થાકના કારણે થોડી બેચેની આવી શકે છે. કદાચ આ સમયમાં અનિદ્રા પણ થઈ શકે છે. આ…

નિયતસમયનું ફળકથન