મેષ – મિથુન સુસંગતતા

મેષ અને મિથુન રાશિ વચ્ચે સુસંગતતા

જ્યોતિષના સિદ્ધાંત મુજબ મેષ અને મિથુન રાશિના જાતકો કંટાળાને બિલકુલ સહન કરતા નથી અને કંટાળાજનક બાબતોમાંથી તાત્કાલિક બહાર નીકળી જાય છે. મેષ રાશિની વ્યક્તિ મિથુન રાશિની વ્યક્તિને પોતાની વ્યક્તિગત સ્વતંત્રતા માણવા દે છે અને મિથુન રાશિના જાતક સામેના પાત્રના વ્યક્તિત્વનો આદર કરે છે. મેષ અને મિથુન વચ્ચેનો પ્રણયના ગુણોનો ઘણો સારો મેળ જણાય છે પણ જ્યોતિષિય દ્રષ્ટિકોણ મુજબ તેમાં કેટલીક સમસ્યાઓ પણ છે. કામ પુરૂ કરવાની મિથુન રાશિની ધીમી ગતિ મેષ રાશિના અધીરા લોકોને પરેશાન કરી મુકે છે.

મેષ રાશિના પુરુષ અને મિથુન રાશિની સ્ત્રી વચ્ચેની સુસંગતતા
જ્યોતિષશાસ્ત્ર કહે છે કે મેષ રાશિનો પુરુષ અને મિથુન રાશિની સ્ત્રી પડકારો, વિવિધતા અને સાહસિકતાને આવકારે છે. તેમના સંબંધમાં રહેલો ઉત્સાહ કંટાળાને કારણે ક્યારેય ઓછો નથી થતો. તેમની વચ્ચેની સુસંગતતા ઉગ્ર દલીલોને કારણે ક્યારેય ઓછી થતી નથી. સતત સંપર્કમાં રહેવાની મિથુન રાશિની સ્ત્રીની જરૂરિયાત મેષ પુરુષો પુરી કરે છે. તેઓ બંને એકબીજાને વ્યસ્ત રાખે છે. આ સંબંધ સાહસ અને રોમાંચ દ્વારા વધુ સમૃદ્ધ બને છે. સાથે મળીને તેઓ ઘણી નવી જગ્યાઓ શોધે છે, વાતો, પ્રેમ અને ઘણી મજા કરે છે..

મેષ રાશિની સ્ત્રી અને મિથુન રાશિના પુરુષ વચ્ચેની સુસંગતતા
આ બંને જાતકો વચ્ચે ઉર્જાનું સંયોજન ઘણું સારું હોય છે અને તેઓ એક સરખા રસના વિષયો ધરાવે છે. પુરુષની રોમેન્ટિક સ્ટાઇલ અને જાદુઇ આકર્ષણથી સ્ત્રી અભિભૂત થઇ જાય છે. મેષ રાશિની સ્ત્રીની દરેક વાતથી મિથુન પુરુષ મંત્રમુગ્ધ થઇ જાય છે. આ બંને વચ્ચેનો લવ મેચ ઉત્સાહ વધારનારો હોય છે. તેમના જીવનમાં ઉત્સાહ અને સાહસ હોય છે. પણ જ્યોતિષશાસ્ત્ર આ સંબંધને સમસ્યાઓથી મુક્ત માનતુ નથી. મેષ સ્ત્રીએ તેના પ્રણય ચેષ્ટાવાળા સ્વભાવ પર અંકુશ રાખવો જરૂરી છે, અન્યથા બંને વચ્ચે ગંભીર સમસ્યાઓ ઉદભવી શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયિક ગતિવિધીઓને આપ હાલમાં મક્કમ ગતિએ આગળ વધારી શકશો. ખાસ કરીને કોઈપણ નવા કરારો અથવા મંત્રણાઓ કરવા માટે તારીખ 17 અને 18નો સમય વધુ સાનુકૂળ છે. નવા સાહસો ખેડવા માટે પણ આપનામાં તાલાવેલી રહેશે. વિદેશગમન અને વ્યવસાયિક અર્થે…

મેષ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આપના પંચમ સ્થાનમાં રહેલો રાહુ પ્રેમસંબંધોમાં અવરોધો લાવી શકે છે. સપ્તાહના પ્રારંભિક તબક્કામાં વ્યવસાયિક કામકાજોમાં આપ વધુ વ્યસ્ત રહેશો જેના કારણે પ્રિયપાત્રને પુરતો સમય નહીં આપી શકો. જોકે ત્યારપછીના સમયમાં તમારામાં…

મેષ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક મોરચે આ સપ્તાહે શરૂઆતમાં કપરા ચઢાણ જણાઈ રહ્યા છે. આવકની તુલનાએ ખર્ચ ઘણો વધારે રહેશે તારીખ 17 અને 18ના રોજ તમે પોતાના વ્યક્તિત્વમાં નિખાર માટે વધુ ખર્ચ કરશો. આવક માટે ઉત્તરાર્ધનો સમય ખૂબ સારો જણાઈ રહ્યો છે. તમારા આર્થિક…

મેષ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

મિત્રો આપના પંચમ સ્થાનમાં રાહુ અને સપ્તાહના પ્રારંભે વ્યય સ્થાનમાં ચંદ્રના કારણે અભ્યાસમાં અવરોધ કે અરુચિના સંકેત મળે છે. અભ્યાસમાં વિઘ્નો કે નિષ્ફળતાનો સંકેત પણ આપે છે. જોકે તારીખ 17થી ચંદ્રની સ્થિતિ બદલાતા આપને અભ્યાસમાં…

મેષ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહના આરંભે આપને માથામાં દુખાવો, નેત્ર પીડા, દાઝવાથી પીડા વગેરેની શક્યતા નકારી શકાય નહીં. તારીખ 17 બાદ લગ્ન ભાવમાં બે દિવસ માટે ચંદ્રનું ભ્રમણ આરોગ્યમાં સુધારો થવાના અણસાર આપે છે. જોકે, છતાંય કામકાજનું ભારણ વધુ રહેવાથી થાક અને…

નિયતસમયનું ફળકથન